/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/Untitled-design-2023-07-10T161859.151.jpg)
ડાયાબિટીસ, ફાઈલ ફોટો (Pixabay)
ડાયટબિટીસ એક એવી ક્રોનિક બીમારી છે જેના દર્દીઓની સંખ્યા દેશ અને દુનિયામાં ઝડપથી વધી રહી છે, ડાયાબિટીસની બીમારીમાં પેન્ક્રીયાઝ ઇન્સ્યુલિનનું પૂરતું ઉત્પાદન કરવાનું ઓછું કરી દે છે અથવા બંધ કરે છે. ઇન્સ્યુલિન એક હોર્મોન છે જે બ્લડ સુગર કંટ્રોલ કરે છે. ડાયાબિટીસની બીમારી મેટાબોલિક બીમારી છે જે વ્યક્તિના શરીરને સુકવી દે છે. બ્લડમાં સુગરનું લેવલ લાંબા સમય સુધી હાઇ રહેવાથી હૃદયના રોગ, કિડની, લંગ્સ અને આંખોને નુકસાન પહોંચાડી શકે છે. ડાયબિટીસના દર્દીઓ પોતાની સ્થિતિ મુજબ બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે રેગ્યુલર દવા અને ઇન્સ્યુલિનનું સેવન કરે છે. એક દિવસ પણ દવા ચુકી જાઓ તો સમસ્યા વધી જાય છે. ડાયબિટીસના દર્દીઓ માટે જરૂરી છે કે બ્લડ સુગરની રેગ્યુલર તપાસ કરાવવી.
ડાઇપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસ વાળા દર્દીઓ અને બાળકોમાં બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે દવા અને ઇન્સ્યુલિનનું સેવ કરવું પડે છે. કેટલાક લોકો એવા છે જેમને જમ્યા પહેલા અને જમ્યા પછી 20 ml ઇન્સ્યુલિન લેવું પડે છે.કેટલીક વાર આ દર્દીઓ પર 40 ml દવાઓ પણ ઓછી પડે છે.બ્લડ સુગર કંટ્રોલ કરવા માટે આયુર્વેદિક ઉપાયો ખુબજ અસરકારક સાબિત થઇ શકે છે.
આયુર્વેદિક એક્સપર્ટ અને યોગ ગુરુ બાબા રામદેવ મુજબ જો આયુર્વેદિક જડીબુટ્ટી અને યોગનો સહારો લેવાય તો સરળતાથી બ્લડ સુગરનું લેવલ નોર્મલ રાખી શકાય છે. બાબા રામદેવ મુજબ ઇન્સ્યુલિન અને દવાઓ વગર 15 વર્ષ જૂની સુગર પણ નોર્મલ કરી શકાય છે, આવો જાણીએ કે કેવી રીતે બ્લડ સુગરને કોન્ટ્રોલ કરવામાં આયુર્વેદિક ઉપાય અસરકારક છે.
આયુર્વેદિક દવા જે સુગર કંટ્રોલ કરે છે,
આયુર્વેદ મુજબ મધુગ્રીટ અને મધુનાશિનીનું સેવન કરીને સુગરને સરળતાથી કંટ્રોલ કરી શકાય છે. બાબા રામદેવ મુજબ આ બંનેવ દવા અને યોગ કરવાથી ક્રોનિક સુગરને પણ કોન્ટ્રોલ કરી શકાય છે.
દરરોજ આંબળાનું સેવન કરો
આંબળા એક શક્તિશાળી આયુર્વેદિક જડીબુટ્ટી છે જે વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર છે. ડાયબિટીસનો ઉપાય કરવા માટે અને બ્લડ સુગરને કોન્ટ્રો કરવા માટે આંબળાનું સેવન ઘણું અસરદાર છે. આંબળા શરીરને ઇન્સ્યુલિનને અવશોષિત કરવા અને બ્લડ સુગરના લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. દરરોજ તમે આંબળાનું સેવન કર્યા સિવાય દવા વગર સુગર કંટ્રોલમાં રહે છે.
ત્રિફળા પાઉડરથી સુગર નોર્મલ કરો
ત્રિફળા એક પાઉડર છે જેમાં હરીતકી, આંબળા અને બિભિતકી સામેલ છે. આ કબજિયાતમાં રાહત આપે છે અને આંતરડાના હેલ્થમાં સુધારો કરે છે. બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં અને આયુર્વેદિક દવાના રૂપમાં કામ કરે છે, એન્ટીઓક્સિડેન્ટ ગુણોથી ભરપૂર આ જડીબુટ્ટી શરીરના ઓક્સિડેટીવ તનાવને ઓછું કરવામાં મદદ કરે છે. જો તમને ત્રિફળા ચૂર્ણનો સ્વાદ ગમતો નથી તો તમે ત્રિફળા ટેબ્લેટ પણ લઇ શકો છો.
છાશની સાથે એલોવેરાનું સેવન
એલોવેરાનું સેવન જો છાશની સાથે કરવામાં આવે તો બ્લડ સુગરનું લેવલ 300 mg/dl નું લેવલ પણ નોર્મલ કરી શકાય છે. એલોવેરાના પાનના ટુકડા કરી ને તેને છાશ સાથે મિક્ષ કરી સેવન કરવુંએ બ્લડ સુગર નોર્મલ રાખે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us