/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/diabetes-Tips-source-file-Photo.jpg)
ડાયાબિટીસ ટિપ્સ ( Source : ફાઇલ ફોટો)
ડાયાબિટીસ એક એવી બીમારી છે જેની શરીરમાં શરૂઆત થઇ જાય છે પણ વ્યક્તિને અંદાજો આવતો નથી,આ બીમારી માટે આપણે પોતે જવાબદાર છીએ, બદલતી લાઈફ સ્ટાઇલ, ખરાબ ડાયટ અને વધતો તણાવ આપણને જાણતા- અજાણતામાં સુગરની બીમારીનો શિકાર બનાવી દે છે. ડાયબિટીસની બીમારી રાતોરાત થતી બીમારી નથી, તેમાં આપણી વર્ષોની ખરાબ આદતો જવાબદાર છે.
ડાયબિટીસની બીમારી એટલી ઝડપથી વધી રહી છે કે આ બીમારીની ઝપેટમાં હવે બાળકો પણ આવી રહ્યા છે, ડાયાબિટીસની બીમારી પહેલા પ્રિડાયાબિટીસની બીમારીની સ્થિતિ હોય છે જે તે સમયે ડાયટ અને લાઈફ સ્ટાઇલમાં ચેન્જ કરવામાં આવે તો સરળતાથી સુગરને કંટ્રોલ કરી શકાય છે.
જરૂરિયાતથી વધારે પાણીની તરસ લાગવી, ભૂખ વધારે લાગવી, મોં સુકાઈ જવું, જખમને રૂઝ આવતા વાર લાગવી, અને વારંવાર યુરિન ડિસ્ચાર્જ થવુંએ ડાયાબિટીસ વધવાના લક્ષણ છે. આ બધા લક્ષણ પ્રિ- ડાયાબિટીસ અને બ્લડ સુગર હાઈ થતા પણ દેખાય છે. આ લોકો માટે જરૂરી છે કે આ લક્ષણોની ઓળખ કરવી અને બ્લડ સુગરની તપાસ જરૂર કરાવવી.
એક વ્યક્તિનું નોર્મલ બ્લડ સુગર લેવલ 90 થી 100 mg/dL ની વચ્ચે હોય છે, એટલે કોઈ હેલ્થી ડાયટ અને લાઈફ સ્ટાઇલનું પાલન કરે છે, તો સામાન્ય સુગર લેવલને જાળવી રાખવું પોસિબલ છે, નોર્મલ વ્યક્તિ માટે હેલ્થી બ્લડ સુગર લેવલ અને તેના કંટ્રોલ કરવાની રીત વિષે જાણવું જરૂરી છે.
જો બ્લડ સુગરને લાંબા સમય સુધી નોર્મલ ન રખાય તો રોગો, કિડની, લંગ્સ અને આંખોને નુકસાન પહોંચાડી શકે છે. બ્લડ સુગરનું હાઇ કે લો થવું તમારી સ્વાસ્થ્ય ખરાબ હોવાનો સંકેત છે. દરેક વ્યક્તિએ ઉંમર મુજબ બ્લડ સુગરને મેજન રાખવું જોઈએ, આવો જાણીએ કે ઉંમર મુજબ બ્લડ સુગરનું લેવલ કેટલું હોવું જોઈએ?
આ પણ વાંચો: Monsoon Health : ચોમાસા દરમિયાન તમારી રોગપ્રતિકારક શક્તિ વધારતી આ 5 જાદુઈ જડીબુટ્ટીઓ
| ઉંમર | ફાસ્ટિંગ બ્લડ સુગર | જમ્યા પહેલા સુગર લેવલ | જમ્યા પછી 1-2 કલાક પછીનું સુગર લેવલ | સૂતી વખતે સુગર લેવલ |
| 6 વર્ષ ની ઉંમરમાં સુગર લેવલ | 80 થી 180 mg /dL | 100 થી 180 mg /dL | 180 mg /dL | 110 થી 200 mg /dL |
| 6 થી 12 વર્ષ સુધી | 80 થી 180 mg /dL | 90 થી 180mg /dL | 140 mg /dL | 100 થી 180 mg /dL |
| 13 થી 19 વર્ષ સુધી | 70 થી 150 mg /dL | 90 થી 130 mg /dL | 140 mg /dL | 90 થી 150 mg /dL |
હેલ્થ લાઈન ન્યુઝ મુજબ, બ્લડ સુગર વધવા માટે રોજિંદા એકટીવીટી, ડાયટનો પ્રકાર, ખાવાની રીત, એક્સરસાઇઝનો અભાવ, દવાનું વધારે સેવન કરવું અને દારૂનું સેવન કરવું જવાબદાર છે. અનહેલ્થી લાઈફ સ્ટાઇલ અને ખરાબ ડાયટ બ્લડ સુગરનું લેવલ વધારે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us