Sweet Corn Benefits : ડાયાબિટીસના દર્દીઓ માટે મીઠી વસ્તુઓનું સેવન તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેથી ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે તમારે તમારા ખોરાક પર ખાસ ધ્યાન આપવું અનિવાર્ય છે. તેથી તમારે તમારા ડાયટમાં શું સામેલ કરવું જોઇએ અને શું નહીં તે અંગે આ અહેવાલમાં વાંચો.
આ વરસાદની ઋતુમાં મકાઇ ખાવાના ઘણા ફાયદા છે
ડાયાબિટીસ ધરાવતા લોકોએ સૌપ્રથમ તેમના આહાર પર ધ્યાન આપવું જરૂરી છે. તેથી તમારે ડાયટમાં ઓછું કાર્બોહાઇડ્રેટ અને ઓછું શુગરવાળો ખોરાક લેવો અતિઆવશ્યક છે. જે લોકોનું બ્લડ શુગર વધારે રહે છે તેઓ ખોરાકનું સેવન ખૂબ જ કાળજીપૂર્વક લે તે તેના સ્વાસ્થ માટે ફાયદાકારક છે. હાલ ચોમાસાની મોસમ છે. ત્યારે તમને ચોક્કસથી મકાઇ ખાવાનું મન થતું હશે. પરંતુ જો ડાયબિટીસવાળા લોતો મકાઇ જોઇને પોતાનું મન મારી રહ્યા છે તો તેવું કરવાની કોઇ જરૂર નથી. મકાઇને લઇને અમુક લોકોનું માનવુ છે કે મકાઇમાં મિઠાસ હોય છે,જે બલ્ડ શુગરના સ્તરને તેજીથી વધારે છે. પરંતુ શું તમે જાણો છો કે આ વરસાદની ઋતુમાં મકાઇ ખાવાના ઘણા ફાયદા છે?
મકાઇના પોષકતત્વો
આ વરસાદની સીઝનમાં ઘણા લોકો મકાઇને બાફીને કે પછી સેકીને ખાવાનું પસંદ કરે છે. અમુક લોકો મકાઇનો સલાડ અથવા શબ્જી બનાવવામાં પણ ઉપયોગ કરે છે. આમ પણ આજકાલ તો મકાઇનો ઉપયોગ ખુબ વધ્યો છે. કારણ કે મકાઇ ખાવાથી સ્વાસ્થને ફાયદો થાય છે. આપને જણાવી દઇએ કે, સ્વીટ કોર્નમાં ખનિજ, આર્યન, ઝિંક, તાંબા, મેંગનિઝ, સેલેનિયમ, વિટામિન C, B1, B2, B3, B6 સહિત A2 સામેલ છે. તેથી આ બધા પોષક તત્વો ઘણા રોગો સામે રક્ષણ આપે છે અને શરીરમાં પોષક તત્વોની ઉણપને પૂરી કરે છે. હવે સવાલ એ થાય છે કે શું ડાયાબિટીસના દર્દીઓ આ સુપરફૂડનું સેવન કરી શકે છે કે નહીં?
ફાર્મસી પર પ્રકાશિત ડો. અનુજા બોધરેના લેખ મુજબ, ડાયાબિટીસના દર્દીઓ મકાઇ ખાઇ શકે છે. આ તકે ચાલો જાણીએ કે સ્વીટ કોર્નનું સેવન કેવી રીતે બ્લડ શુગરને નિયંત્રિત કરે છે અને તેના શરીરને શું ફાયદા થાય છે.
સ્વીટ કોર્નના સ્વાસ્થ્ય લાભો નીચે મુજબ દર્શાવાયા છે
મકાઈમાં હાજર દ્રાવ્ય ફાઈબર પાચન તંત્રને સ્વસ્થ રાખે છે. તે શરીર પર પ્રીબાયોટિક તરીકે કામ કરે છે. ટૂંકમાં પેટ સંબંધિત સમસ્યાઓમાં મકાઈ ખાવી ફાયદાકારક છે.
મકાઈના સેવનથી વજન પણ કંટ્રોલમાં રહે છે. અમેરિકામાં થયેલા એક અભ્યાસ મુજબ મકાઇ વજનને નિયંત્રિત કરે છે. મકાઇ ખાવાથી શરીરમાં ચરબી જમા થતી નથી.
સ્વીટ કોર્ન શરીરમાં લોહીની ઉણપને પૂરી કરવા માટે પણ ખૂબ જ અસરકારક છે. આયર્નથી ભરપૂર મકાઈ બ્લડ કોશિકાઓના નિર્માણમાં મદદ કરે છે. એનિમિયાની સારવારમાં તે ખૂબ અસરકારક છે.
આ સાથે અલ્ઝાઈમરના રોગોથી બચવામાં સ્વીટ કોર્નનું સેવન ખૂબ જ અસરકારક સાબિત થાય છે. મકાઇના સેવનથી આંખોની રોશની વધે છે. તેમાં બીટા કેરોટીનોઈડ હોય છે જે વિટામીન Aમાં પરિવર્તિત થાય છે અને આંખોની રોશની માટે સારું છે.
ઘણા સંશોધનોમાં એ વાત સામે આવી છે કે સ્વીટ કોર્નના સેવનથી કેન્સર જેવી જીવલેણ બીમારીઓથી પણ બચી શકાય છે.





