Kidney Stone Recovery Tips | કિડનીની પથરી થઈ જશે ગાયબ, સવારે માત્ર આ જ્યુસ પીવો

કિડની સ્ટોન રિકવરી અને ડાયટ ટિપ્સ | કિડનીમાં પથરીને કારણે થતો દુખાવો ક્યારેક ક્યારકે અથવા સતત હોઈ શકે છે. પેશાબ લાલ અથવા ભૂરા રંગનો પણ દેખાઈ શકે છે. કિડની સ્ટોનથી છુટકારો મેળવવા આ ટિપ્સ અપનાવો

કિડની સ્ટોન રિકવરી અને ડાયટ ટિપ્સ | કિડનીમાં પથરીને કારણે થતો દુખાવો ક્યારેક ક્યારકે અથવા સતત હોઈ શકે છે. પેશાબ લાલ અથવા ભૂરા રંગનો પણ દેખાઈ શકે છે. કિડની સ્ટોનથી છુટકારો મેળવવા આ ટિપ્સ અપનાવો

author-image
shivani chauhan
New Update
કિડની સ્ટોન દર્દીની રિકવરી સારવાર

Kidney Stone Treatment and Health Tips

Kidney Stone Treatment and Health Tips | કિડનીમાં પથરી એ મિનરલ્સ અને ક્ષારના કઠણ સ્ફટિકો છે જે કિડનીમાં બને છે. તે રેતીના દાણાથી લઈને કાંકરા જેટલી સાઈઝના હોઈ શકે છે. આ પથરી જ્યાં સુધી કિડનીમાં હોય ત્યાં સુધી પીડા થતી નથી. જો કે પેશાબની નળીઓમાંથી પસાર થતી વખતે તે અસહ્ય પીડા પેદા કરી શકે છે.

Advertisment

કિડનીમાં પથરી હોય તો શું થાય?

કિડનીમાં પથરીને કારણે થતો દુખાવો ક્યારેક ક્યારકે અથવા સતત હોઈ શકે છે. પેશાબ ગુલાબી, લાલ અથવા ભૂરા રંગનો પણ દેખાઈ શકે છે. ક્યારેક નાના લોહીના ડાઘ હોઈ શકે છે જે માઇક્રોસ્કોપની મદદ વગર જોઈ શકાતા નથી. પેશાબ કરતી વખતે બળતરા અથવા દુખાવો થઈ શકે છે.

કિડનીની પથરી થઈ જશે ગાયબ, સવારે માત્ર આ જ્યુસ પીવો

આ સમસ્યાઓને શરૂઆતમાં જ ઓળખવી અને તેનું નિરાકરણ લાવવું મહત્વપૂર્ણ છે. ડૉ. શર્મિકા કહે છે કે કિડનીમાં પથરીને રોકવા માટે જ્યુસ પીવો પૂરતો છે. કિડનીમાં પથરીની સમસ્યા ધરાવતા લોકોએ નાસ્તામાં ફળો ખાવા જોઈએ. ખાસ કરીને એવા ફળો ખાવા સારા છે જેમાં પાણીનું પ્રમાણ અને ફાઇબર વધુ હોય. નાસ્તામાં તરબૂચ, સક્કરટેટી, નારંગી અને સફરજન જેવા ફળો ખાઈ શકાય છે.

Coconut Water Benefits | અઠવાડિયામાં 4 દિવસ નાળિયેર પાણી પીવું શરીર માટે કેટલું સારું?

Advertisment

તેવી જ રીતે, એક્સપર્ટ કહે છે,'જેમને કિડનીમાં પથરી થવાની સંભાવના હોય તેઓ તેના બપોરના ભોજનમાં પપૈયા, મેથી વગેરેનો સમાવેશ કરી શકે છે. ભાતનું પ્રમાણ ઓછું કરો અને વધુ શાકભાજી ખાઓ, દૂધીનો રસ દરરોજ સવારે 11 વાગ્યે પી શકાય છે. આનાથી કિડનીમાં પથરી થવાનું જોખમ ઓછું થશે.'

આમ કરવાથી કિડનીમાં પથરી થવાનું જોખમ ઓછું થશે. ડૉ. શર્મિકાએ સ્પષ્ટતા કરી કે દવા લેવી અને તેની સાથે સારો આહાર લેવો મહત્વપૂર્ણ છે.

health tips