દિવાળીમાં તમે જે માવો ખાઈ રહ્યા છો તે ભેળસેળવાળો તો નથી ને? કેવી રીતે કરાય ચેક?

Diwali 2022 : દિવાળી પર મિઠાઈ (Mava mithai) ખાવાની લોકો મજા લે છે પરંતુ શું આ મિઠાઈ અસલી (genuine) છે કે નકલી (fake) તે કેવી રીતે ચેક (Check) કરશો. નકલી માવામાંથી બનેલી મિઠાઈ સ્વાસ્થ્ય (Health) ને નુકશાન પહોંચાડી શકે છે.

Written by Kiran Mehta
Updated : October 20, 2022 17:20 IST
દિવાળીમાં તમે જે માવો ખાઈ રહ્યા છો તે ભેળસેળવાળો તો નથી ને? કેવી રીતે કરાય ચેક?
માવો કે દૂધ અસલી કે નકલી કેવી રીતે ચેક કરી શકાય

Diwali 2022 Mithai: દિવાળીનો તહેવાર હોય એટલે મીઠાઈ તો ચોક્કસ ખાવાની આવે. બજારમાં દુકાનો વિવિધ પ્રકારની મીઠાઈઓથી ભરેલી જોવા મળે છે. દિવાળીના અવસર પર એકબીજાને શુભેચ્છા પાઠવવી અને મીઠાઈ ખવડાવવાની વર્ષો જૂની પ્રથા છે. પરંતુ તમે જાણો છો કે કેટલીકવાર સંબંધોમાં મધુરતા ફેલાવતી આ મીઠાઈઓ સ્વાસ્થ્ય માટે ઝેર પણ સાબિત થઈ શકે છે. બજારમાં કેટલાક દુકાનદારો નફો કમાવવા માટે ભેળસેળયુક્ત માવાનો ઉપયોગ કરીને મીઠાઈઓ બનાવતા હોય છે, જે સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન પહોંચાડે છે.

મીઠાઈ બનાવવા માટે ખોયા, ઘી, તેલ, દૂધ, આર્ટિફિશિયલ ફ્લેવર અને રંગનો ઉપયોગ કરવામાં આવે છે. મીઠાઈઓમાં આ બધી વસ્તુઓની માત્રા વધારવા માટે તેમાં ચાક, યુરિયા, સાબુ અને વ્હાઇટનર જેવી કૃત્રિમ વસ્તુઓ ઉમેરવામાં આવે છે, જે સ્વાસ્થ્યને અનેક નુકસાન પહોંચાડે છે.

મીઠાઈના ડેકોરેશનમાં વર્કને બદલે એલ્યુમિનિયમનો ઉપયોગ થઈ રહ્યો છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. દૂષિત માવા અથવા અન્ય ઘટકોમાંથી બનેલી મીઠાઈઓનું સેવન કરવાથી મગજનું કેન્સર, મોંનું કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, લ્યુકેમિયા, શ્વાસના રોગો અને કિડનીના રોગોનું જોખમ વધે છે.

ભેળસેળવાળી મીઠાઈઓ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે

અજમેરના વરિષ્ઠ મેડિકલ ઓફિસર ડૉ. લોકેશ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, ભેળસેળયુક્ત મીઠાઈઓમાં સ્ટાર્ચ, અસંતૃપ્ત ચરબી અને કેટલીક ખતરનાક વસ્તુઓ ભેળવવામાં આવે છે, જે કોલેસ્ટ્રોલનું સ્તર વધારી શકે છે. આ મીઠાઈથી હૃદયરોગ અને સ્ટ્રોકનું જોખમ વધારે છે. મીઠાઈઓ પર એલ્યુમિનિયમ વર્ક કરવાથી મગજ અને હાડકાની સમસ્યા થઈ શકે છે. આવી મીઠાઈઓથી બાળકોમાં કિડનીની સમસ્યા થઈ શકે છે.

આ રીતે અસલી-નકલી મીઠાઈ ચેક કરો

દૂધ ભેળસેળયુક્ત છે કે નહીં તે તપાસવા માટે, કોઈ સપાટ પ્લાસ્ટિક વસ્તુ પર દૂધના થોડા ટીપાં નાખો, પછી તેની થોડુ આડુ કરો, જો તે સફેદ નિશાન ન છોડે તો તે ભેળ સેળયુક્ત નથી, પરંતુ જો દૂધ તરત જ નીચે પડી જાય અને સફેદ નિશાન ન રહે તો તેનો અર્થ એ કે તેમાં પાણી છે. બોટલમાં દૂધ નાખો, ઢાંકણુ વાખો, તેને હલાવો, જો તેમાં ફીણ થાય તો તેમાં સાબુ છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSI) અનુસાર, જ્યારે મીઠાઈમાં માનક કરતાં વધારે કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

જો તમે ઘરે મીઠાઈ બનાવતા હોવ તો નકલી માવો ઓળખો

જો તમે ઘરે મીઠાઈ બનાવતા હોવ તો નકલી માવો લેવાનું ટાળો. નકલી માવો ચીકણો અને તૂરો હોય છે.માવો ચેક કરવા માટે તેને હથેળી પર લઈ તેને ઘસો. જો માવો ફાટવા લાગે તો સમજવું કે તે નકલી છે.થોડા ગરમ પાણીમાં બે ગ્રામ માવો નાખીને ઠંડો કરો. તેમાં થોડું આયોડીનનું દ્રાવણ ઉમેરો અને જો માવાનો રંગ વાદળી થઈ જાય તો સમજી લો માવો નકલી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ