Diwali 2023 Recipes : દિવાળી આનંદ અને ઉમંગનો તહેવાર છે. બજારોમાં રંગબેરંગી લાઇટો, રંગોળીના રંગો, દીવા, મીણબત્તીઓની સાથે સાથે વિવિધ પ્રકારના પકવાન અને મિઠાઇઓ વેચાઇ રહી છે. દિવાળીમાં વિવિધ ફરસાણ અને મિઠાઇ ખાવાની અલગ જ મજા પરંતુ તેની સાથે સ્વાસ્થ્યની પણ ચિંતા થાય છે. આજકાલ લોકો બજારમાં તૈયાર ફરસાણ અને મિઠાઇ ખરીદવાનો આગ્રહ રાખે છે. જો કે તેની સાથે હેલ્થની પણ ચિંતા રાખવી. જો તમે ઇચ્છો તો બજારમાં મળતી ભેળસેળવાળી મીઠાઈઓને બદલે સ્વાદિષ્ટ મીઠાઈઓ ઘરે જ બનાવી શકો છો. ઉપરાંત મિઠાઇની સાથે કંઇક અલગ ક્રિપ્સી ચટપડી વાનગી ખાવી છો તો તમે અહીંયા જણાવેલી આ અદભૂત રેસીપી ટ્રાય કરી શકો છો.
આ દિવાળીમાં ઘરે જ બનાવો ટેસ્ટી ચકરી અને મખાનાની બરફી
ટેસ્ટી ચકરી બનાવવાની રેસીપી (How to Make Chakli Recipe)
ચકરી બનાવવા માટેની સામગ્રીઓ (Chakli Recipe Ingredients)
ચકરી બનાવવા માટે તમારે ચકરી બનાવવાનું મશીન, 3 કપ ચોખા, 100 ગ્રામ ચણાની દાળ, 50 ગ્રામ અડદની દાળ, 50 ગ્રામ મગની દાળ, 1 ચમચી ધાણા પાવડર, 1 ચમચી જીરું પાવડર, આદુ, 2 ચમચી માખણ, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર અને તેલની જરૂર પડશે.

ટેસ્ટી ચકરી બનાવવાની રીત (Chakli Recipes Method)
ચકલી બનાવવા માટે સૌપ્રથમ ચોખા, ચણા, અડદ અને મગની દાળને પલાળીને આખી રાત મૂકી રાખો.
બીજા દિવસે, દરેક વસ્તુને પાણીમાંથી કાઢી લો અને તેને સૂકવી દો. જ્યારે બધા કઠોળ સારી રીતે સુકાઈ જાય, ત્યારે ધીમી આંચ પર એક તવાને ગરમ કરો અને તેમાં કઠોળ ઉમેરો અને સુગંધ આવે ત્યાં સુધી સાંતળો.હવે બધી વસ્તુને કડાઇમાંથી એક થાળીમાં કાઢી લો અને તેને ઠંડુ થવા દો.દાળ ઠંડી થાય એટલે તેને બ્લેન્ડરમાં નાખીને પીસી લો.હવે આ કઠોળના લોટને એક મોટા વાસણમાં નાંખો.હવે તેમાં ઘી, જીરું પાવડર, ધાણા પાવડર, લીલા મરચાં પાવડર, આદુ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.હવે તેમાં થોડુંક પાણી ઉમેરીને કડક લોટ બાંધી લો.આ લોટના નાના કણક બનાવી તેને ચકરી બનાવાની મશીનમાં નાંખો.હવે એક સુતરાઉ કપડાને ભીનું કરીને થાળીમાં પાથરી દો. મશીનની મદદથી આ કપડા પર ચકલી બનાવો અને તેને બહાર કાઢો.હવે કડાઈમાં તેલને મધ્યમ આંચ પર ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં ચકલી નાખીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સારી રીતે તળો.આ રીતે તમારી ટેસ્ટી ચકલી તૈયાર થઇ જશે.
મખાના બરફીની રેસીપી (How to Make Makhana Barfi)
મખાનાની બરફીની બનાવવાની સામગ્રી (Makhana Barfi Ingredients)
મખાનાની બરફી બનાવવા માટે તમારે 200 ગ્રામ મખાના, 4 થી 5 ચમચી ઘી, 1 કપ ખાંડ, 50 ગ્રામ સુંકા કોપરાની છીણ, 250 ગ્રામ દૂધ, અડધી ચમચી એલચી પાવડર, 100 ગ્રામ કાજુ, 3. 4 ચમચી પિસ્તા અને એક ચપટી જેટલી કેસરની જરૂર પડશે.
મખાના બફરી બનાવવીની રીત (Makhana Barfi Recipes Method)
મખાના બફરી બનાવવા માટે સૌથી પહેલા એક કડાઇ કે પેનમાં ઘી નાંખો અને તેને થોડું ગરમ કરો.હવે આ ઘીમાં મખાના નાખીને બરાબર શેકી લો.તે બરાબર શેકાઈ ગયા પછી મખાનાને અલગથી કાઢી લો અને એ જ પેનમાં કાજુ નાખીને તળી લો.બંને વસ્તુઓ ઠંડી થાય પછી તેને મિક્સરમાં પીસીને બારીક પાવડર તૈયાર કરો.હવે એક કડાઈમાં દૂધ નાખી તેને ગરમ કરો, તેમાં અડધો કપ ખાંડ પણ ઉમેરો અને બાકીના અડધા કપ ખાંડમાંથી સુગર પાવડર બનાવી લો.દૂધ 2 થી 3 વાર ઉકળે પછી તેમાં તૈયાર કરેલો પાવડર ઉમેરો.ત્યારબાદ દૂધમાં નારિયેળ અને એલચી પાવડર ઉમેરીને હલાવતા રહો.
આ પણ વાંચો | દિવાળીમાં ડાયાબિટીસ દર્દીઓ માટે સુગર ફ્રી રેસીપી, બ્લડ સુગર પણ નહીં વધે અને શરીર રહેશે તંદુરસ્ત
થોડા સમય પછી મખાના પાવડર દૂધને સંપૂર્ણપણે શોષી લેશે. પછી તેમાં બાકીની ખાંડનો પાવડર ઉમેરો.બધું બરાબર મિક્સ કરો અને નરમ કણક તૈયાર કરો.હવે બ્રશ અથવા હાથની મદદથી એક થાળીમાં થોડું ઘી લગાવો અને તેના પર આ કણકને ફેલાવી દો.ઝીણા સમારેલા પિસ્તા અને કેસર વડે ગાર્નિશ કરો.લગભગ 1 થી 2 કલાક પછી બફરી જામી જશે. આ મખાના બફરીને ડાયમંડ આકારમાં કાપીને સર્વ કરો.





