Diwali 2023 Recipes : દિવાળીમાં ડાયાબિટીસ દર્દીઓ માટે સુગર ફ્રી રેસીપી, બ્લડ સુગર પણ નહીં વધે અને શરીર રહેશે તંદુરસ્ત

Diwali 2023 Recipes for Diabetes Patients : દિવાળીનો તહેવારમાં ડાયાબિટીસના દર્દીઓ પણ બ્લડ સુગરની ચિંતા કર્યા વગર મિઠાઇનો સ્વાદ માણી શકે તે તેવી ત્રણ ડાયાબિટીસ ફ્રેન્ડલી રેસિપિ જણાવી છે. આ રેસિપિથી શરીર તંદુરસ્ત બનશે અને બ્લડ સુગર પણ કન્ટ્રોલમાં રહેશે

Written by Ajay Saroya
November 10, 2023 20:35 IST
Diwali 2023 Recipes : દિવાળીમાં ડાયાબિટીસ દર્દીઓ માટે સુગર ફ્રી રેસીપી, બ્લડ સુગર પણ નહીં વધે અને શરીર રહેશે તંદુરસ્ત
ડાયાબિટીસ દર્દીઓ માટે દિવાળની ખાસ વાનગીઓ (Express Photo)

Diwali 2023 Recipes for Diabetes Patients Friendly Sweet : દિવાળી એટલે આનંદ-ઉમંગનો તહેવાર. દિવાળી એટલે મીઠાઈઓ ખાવાનું, સુંદર કપડાં પહેરવા અને મિત્રો અને પરિવાર સાથે સુંદર સમય પસાર કરવાનો સમય. પરંતુ આ સમય ડાયાબિટીસના દર્દીઓ માટે મુશ્કેલ હોઈ શકે છે કારણ કે તેમને કડક ડાયટ જાળવવાની અને મીઠાઈઓ અને હાઇ કાર્બોહાઇડ્રેટ્સ વાળી ચીજો ખાવાથી દૂર રહેવું પડે છે, કારણ કે તેમને બ્લડ સુગર કન્ટ્રોલમાં રાખવાનું હોય છે. અહીંયા અમે તમને ડાયાબિટીસના દર્દીઓ માટે 3 ખાસ મિઠાઇ વિશે જણાવી રહ્યા છે, જે ખાવાથી બ્લડ સુગર પણ કન્ટ્રોલમાં રહેશે અને હેલ્થ પણ સારી રહેશે. સત્વ ધ આયુર્વેદિક કુક બુક અને આર્ટ ઓફ લિવિંગના આયુર્વેદિક કુકિંગ એક્સપર્ટ્સ કૌશની દેસાઈ ડાયાબિટીસના દર્દીઓ પણ માણી શકે તેવી કેટલીક સરળ વાનગીઓ શેર કરે છે. તેઓ જણાવે છે કે, આ રેસિપીઓ ખૂબ જ આરોગ્યપ્રદ છે, તેથી તમારે દિવાળી પછી ટ્રેડમિલ પર વધારે સમય પસાર કરવાની જરૂર પડશે નહીં.

બાજરીના બિસ્કિટ (Millet biscuits)

બાજરના બિસ્કિટ બનાવવાની સામગ્રી (Millet biscuits Ingredients)

200 ગ્રામ – જુવારનો લોટ200 ગ્રામ – ઓટ્સ200 ગ્રામ – ગોળ200 ગ્રામ – ઘી1/2 ચમચી – વેનીલા1/4 ચમચી – સોડા બાય કાર્બોનેટ1/4 ચમચી – બેકિંગ પાવડર1 ચમચી – ફ્લેક્સ મીલ2 ચમચી – પાણી

Diwali 2023 Recipes | Diwali Recipes for Diabetes Patients | Diwali Sweet for Diabetes Patients | suger free sweet for Diabetes Patients | Diabetes Patients diet tips | Millet biscuits Recipes | Shahi Barfi Recipes | Millet Kheer Recipes
બાજરીના બિસ્કિટ (Express Photo)

બાજરીના બિસ્કિટ બનાવવાની રીત (Millet biscuits Recipes Method)

ઓટ્સને 2 ચમચી પાણીમાં પલાળી રાખો.હવે ગોળમાં થોડું ઘી મિક્સ કરો.આ મિશ્રણમાં વેનીલા, ફ્લેક્સ મીલ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.જુવારનો લોટ, ઓટ્સ, બેકિંગ પાવડર અને સોડા બાય કાર્બને મિક્સ કરો.હવે તમાં સામગ્રીને સારી રીતે મિક્સ કરીને લોટની જેમ બાંધી લો.હવે આ લોટમાંથી તમારી મનપસંદ શેપમાં બિસ્કિટ બનાવો.આ બિસ્કિટને 180 ડિગ્રી પર 20 મિનિટ સુધી બેક કરો.

શાહી બરફી (Shahi Barfi)

શાહી બરફી બનાવવાની સામગ્રી (Shahi Barfi Ingredients)

200 ગ્રામ – અખરોટ200 ગ્રામ – બદામ300 ગ્રામ – કાજુ200 ગ્રામ – ફિગ150 ગ્રામ – ખજૂર1 ચમચી – ઘી

Diwali 2023 Recipes | Diwali Recipes for Diabetes Patients | Diwali Sweet for Diabetes Patients | suger free sweet for Diabetes Patients | Diabetes Patients diet tips | Millet biscuits Recipes | Shahi Barfi Recipes | Millet Kheer Recipes
શાહી બરફી (Express Photo)

શાહી બરફી બનાવવાની રીત (Shahi Barfi Recipes Method)

થોડીક બદામના નાના નાના ટુકડા કરી અને બાકીની બદામને બારીક પીસીને પાવડર બનાવી લો.અંજીરને કાપીને ઝીણા ઝીણા ટુકડા કરો.ખજૂરને બ્લેન્ડરમાં મેશ કરો.એક કડાઈમાં ઘી નાખીને અંજીર અને ખજૂરને ધીમા તાપે પકાવો જ્યાં સુધી તે બધા એક રસ ન થઇ જાય. આ પ્રક્રિયામાં 5-10 મિનિટનો સમય લાગશે. મિશ્રણને બહુ વધારે કડક કરવો નહીં.હવે તેમાં બદામ ઉમેરો અને ગેસ બંધ કરોબવે એક થાળીમાં ઘી લગાવો. આ મિશ્રણને થાળીમાં નાંખો અને તેને ચમચી વડે વ્યવસ્થિત રીતે ફેલાવી દો.આ મિશ્રણને ઠંડુ થવા દો અને ડાયમંડ આકારમાં કાપી લો.

બાજરીની ખીર (Millet Kheer)

બાજરીની ખીર બનાવવાની સામગ્રી (Millet Kheer Ingredients)

100 ગ્રામ – આખી બાજરી150 મીલીગ્રામ – ગાયનું દૂધ500 મીલીગ્રામ – શેરડીનો રસ1 ચપટી – કેસર1 ચપટી – એલચી2 – લવિંગ2 ચમચી – બદામના ટુકડા

Diwali 2023 Recipes | Diwali Recipes for Diabetes Patients | Diwali Sweet for Diabetes Patients | suger free sweet for Diabetes Patients | Diabetes Patients diet tips | Millet biscuits Recipes | Shahi Barfi Recipes | Millet Kheer Recipes
બાજરીની ખીર (Express Photo)

આ પણ વાંચો | દિવાળી પર સુંદર દેખાવા આ રીતે દહીંનો ઉપયોગ કરો, ફેસ પર તરત જ તહેવારની ચમક દેખાશે

બાજરીની ખીર બનાવવાની રીત (Millet Kheer Recipes Method)

આખી બાજરીને પાણીમાં ધોવો અને 30 મિનિટ માટે પલાળી રાખો.એક કડાઈમાં ધીમી આંચ પર મૂકો અને તેમાં શેરડીનો રસ નાખો અને તેને ઉકાળો.હવે તેમાં પલાળેલી બાજરી ઉમેરો.હવે આ મિશ્રણને સારી રીતે હલાવો અને પછી કડાઇમાં એલચી પાવડર નાખો અને ખીરને ધીમી આંચ પર પકાવવા દો. ખીર કડાઇને તળિયે ચોંટી ન જાય તે માટે સતત હલાવતા રહો.બાજરી અને શેરડીનો રસ એક રસ મિશ્રણ બને ત્યાં સુધી પકાવો અને પછી તેમાં ડ્રાયફ્રુટ્સના ટુકડા ઉમેરો. એક કે બે મિનિટ માટે પકવો અને પછી ગેસ બંધ કરો દો.હવે ખીરને ઠંડી થવા દો અને તેમાં દૂધ ઉમેરીને સર્વ કરો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ