/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Diwali-Chocolate-Ladoo-Recipe-.jpg)
દિવાળીમાં બનાવો સ્વાદિષ્ટ ચોકલેટ લાડુ, બાળકો થી મોટા બધાને ભાવશે
Diwali 2024 | દિવાળી (Diwali) ના તહેવારને હવે માત્ર 2 દિવસ બાકી છે. આ પર્વ ન માત્ર રોશની અને મીઠાઈઓનું પ્રતીક છે પરંતુ પ્રેમ અને ખુશીનું પણ પર્વ ગણવામાં આવે છે. સગા સંબંધીઓ સાથે અલગ અલગ યુનિક મીઠાઈ અને ફરસાણ ખાવાની સાથે ફટાકડા પણ ફોડવામાં આવે છે અને આનંદની પળો માણવામાં આવે છે.
દિવાળીના તહેવાર અગાઉ મોટાભાગના ઘરે મીઠાઈ અને ફરસાણ ઘરે બનાવામાં આવે છે, જો તમે પણ બહારની મીઠાઈ ખાવાનું ટાળતા હોઈ તો ઘરે સરળતાથી મીઠાઈ બનાવી શકો છો અહીં હોમમેઇડ ચોકલેટ લાડુ રેસીપી (Chocolate Ladoo Recipe) શેર કરી છે જે માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ બનાવવામાં પણ સરળ છે, જાણો સરળ રેસીપી
આ પણ વાંચો: Dhanteras 2024 : ધનતેરસ પર અવશ્ય બને છે મહાલક્ષ્મીના મનપસંદ ફળની ખીર, નોંધી લો રેસીપી
સામગ્રી
- 1 કપ - ચણાનો લોટ
- 1 કપ- ખાંડ (પાઉડર)
- 2-3 ચમચી - કોકો પાવડર
- ½ કપ - ઘી
- 100 ગ્રામ ડાર્ક ચોકલેટ
- 1 કપ બદામ, કાજુ, બદામ, પિસ્તા (સમારેલા)
- થોડા નારિયેળના ટુકડા
આ પણ વાંચો: દિવાળી પર મીઠાઈ ખાવાથી નહીં વધે શુગર લેવલ! માત્ર ફોલો કરો આ સરળ ઉપાયો
ચોકલેટ લાડુ રેસીપી (Chocolate Ladoo Recipe)
ચણાનો લોટ શેકી લો : સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરો, પછી તેમાં ચણાનો લોટ ઉમેરી મધ્યમ તાપ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો, આનાથી ચણાના લોટનો કાચોપણું દૂર થશે અને તેની સુગંધ પણ આવશે.
કોકો પાવડર મિક્સ કરો : જ્યારે ચણાનો લોટ સારી રીતે શેકાઈ જાય ત્યારે તેમાં કોકો પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરો, તેનાથી લાડુમાં ચોકલેટનો સ્વાદ આવશે.
ખાંડ ઉમેરો : હવે તેમાં દળેલી ખાંડ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો, જ્યાં સુધી ખાંડ સંપૂર્ણપણે ઓગળી ન જાય ત્યાં સુધી હલાવતા રહો.
ચોકલેટ ઓગાળો : ચોકલેટને એક અલગ વાસણમાં ડબલ બોઈલરમાં અથવા માઈક્રોવેવમાં પીગાળી લો જ્યારે ચોકલેટ સંપૂર્ણપણે પીગળી જાય ત્યારે તેને ચણાના લોટના મિશ્રણમાં ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
ડ્રાય ફ્રૂટ્સ ઉમેરો : હવે તેમાં ઝીણા સમારેલા બદામ અને અન્ય ડ્રાયફ્રૂટ્સ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો, જો તમે નારિયેળનું છીણ ઉમેરવા માંગતા હોવ તો આ સમયે પણ ઉમેરી શકો છો.
લાડુ બનાવો : જ્યારે મિશ્રણ થોડું ઠંડું થાય, ત્યારે તમારા હાથ પર થોડું ઘી લગાવો અને મિશ્રણમાંથી નાના લાડુ બનાવો.
ગાર્નિશિંગ : તૈયાર કરેલા લાડુને નારિયેળના ટુકડાથી કોટ કરો અથવા ઝીણા સમારેલા બદામથી સજાવો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us