Diwali Cleaning Tips: દિવાળી પર લાકડાના દરવાજા બારી સાફ કરવાની સરળ રીત, નવા જેવા દેખાશે

Diwali Cleaning Tips Of Old Wooden Door And Windows: દિવાળી પર ઘરની સાફસફાઇમાં સૌથી અધરું કામ જૂના લાકડાના દરવાજા બારી સાફ કરવાનું છે. અહીં આપેલી ટીપ્સ વડે તમે લાકડાના દરવાજા બારી સરળતાથી સાફ કરી શકો છો.

Diwali Cleaning Tips Of Old Wooden Door And Windows: દિવાળી પર ઘરની સાફસફાઇમાં સૌથી અધરું કામ જૂના લાકડાના દરવાજા બારી સાફ કરવાનું છે. અહીં આપેલી ટીપ્સ વડે તમે લાકડાના દરવાજા બારી સરળતાથી સાફ કરી શકો છો.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Diwali cleaning Tips | wooden doors and windows cleaning tips | diwali home cleaning tips

Diwali Cleaning Tips: દિવાળી પર જૂના લાકડાના દરવાજા બારી સાફ કરવાની ટીપ્સ. (Photo: Freepik)

Diwali Cleaning Tips: હવે દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં તમામ ઘરોમાં સાફ સફાઇ ચાલી રહી છે. દિવાળીની સફાઈ સરળ કામ નથી. તેમાં ઘણા દિવસ લાગે છે. આવી સ્થિતિમાં, આપણે દરરોજ કંઈકને કંઈક સાફ કરતા રહેવું પડે છે. માન્યતા છે કે દિવાળી પર સફાઈ કરવાથી દેવી લક્ષ્મી ઘરમાં વાસ કરે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે.

Advertisment

Diwali Home Cleaning Tips : દિવાળી ઘર સફાઇ કરવાની રીત

દિવાળી પર ઘરમાં પેઇન્ટ કલર કરવામાં આવે છે. ઘરની સાફસફાઈ કરતી વખતે ઘણી વખત એવું બને છે કે આપણે આપણા જૂના લાકડાના દરવાજા અને બારીઓની સફાઈ કરીએ છીએ, પરંતુ તેની યોગ્ય સફાઈ થતી નથી.

આવી સ્થિતિમાં, આપણે કાં તો તેને પેઇન્ટ કરવું પડે છે અથવા તો તેને એવું જ છોડી દેવું પડે છે. જો તમે પણ આ સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છો, તો આ લેખમાં જણાવેલા સરળ ઉપાયોથી તમે ઘરના તમામ લાકડાના દરવાજા અને બારીઓને સરળતાથી સાફ કરી શકો છો.

આ પણ વાંચો | ટોયલેટ બાથરૂમ બ્રશ વગર સાફ કરવાની સરળ રીત, પીળા ડાઘ દૂર થશે નવા જેવું ચમકશે

Advertisment

લાકડાના બારી દરવાજા સાફ કરવાની રીત

સૌ પ્રથમ દરવાજા અને બારીઓ પરની માટીને સૂકા કપડાથી સાફ કરી લો. આ માટે તમે બ્રશની મદદ પણ લઈ શકો છો. હવે ડિશવોશ લિક્વિડ અને સરકોની મદદથી એક મિશ્રણ તૈયાર કરો. હવે તેને સ્ક્રબરની મદદથી લાકડાના દરવાજા પર સારી રીતે ઘસો. આમ કરવાથી દરવાજા પરની ગંદકી સરળતાથી સાફ થઈ જશે. હવે દરવાજાને પહેલા ભીના કપડાં વડે અને ત્યારબાદ કોરા કપડા વડે સાફ કરો. જુના લાકડાંના દરવાજા બારી નવા જેવા ચમકવા લાગશે.

જીવનશૈલી diwali