Water Diya for Diwali 2024: દિવાળી પર પાણીના દીપક પ્રગટાવી ઘરને પ્રકાશિત કરો, લોકો કહેશે વાહ!

Water Diya for Diwali 2024: દિવાળી પરપાણીના દીવા ટ્રેન્ડમાં છે. બજારમાંથી મોંઘા દીપક ખરીદવાના બદલે તમે ઘરે ઓછી સામગ્રીમાં સરળતાથી આવા પાણી વાળા દીપક બનાવી શકો છો.

Written by Ajay Saroya
October 29, 2024 12:22 IST
Water Diya for Diwali 2024: દિવાળી પર પાણીના દીપક પ્રગટાવી ઘરને પ્રકાશિત કરો, લોકો કહેશે વાહ!
Diwali Water Diya Making Tips At Home: દિવાળી પર પાણી વાળા બનાવી ઘરને પ્રકાશિત કરો. (Photo: Canva)

Water Diya for Diwali 2024: દિવાળી પર દીપક પ્રગટાવી માતા લક્ષ્મીની આગમનની તૈયારી કરવામાં આવે છે. ઘરના દરેક ખૂણાને સજાવવામાં આવે છે. લોકો વોટર લેમ્પ સહિત અનેક પ્રકારની ચીજોથી ઘર શણગારે છે. લોકો મોંઘા ભાવેના વોટર દીપક ખરીદી કરે છે, જ્યારે તમે તેને ઘરે પણ બનાવી શકો છો. તેને બનાવવું ખૂબ જ સરળ છે. તમે ઘરે જ કાચના ગ્લાસ અને બોટલમાંથી બનાવી શકો છો. પાણી વાળા દીપક ઓછ સામગ્રી સરળતાથી બનાવી શકાય છે. તો આવો જાણીએ દિવાળી 2024 માટે કેવી રીતે પાણીના દીપક બનાવવા.

How To Make Your Own Diy Diya At Diwali : દિવાળી પર પાણી વાળા દીપક કેવી રીતે બનાવવા

પાણી વાળા દીપક માટે સામગ્રી

  • કાચના ગ્લાસ કે બાઉલ
  • કોટનની લાંબી દિવેટ
  • તેલ
  • ફુલના પાંદડા
  • પરફ્યુમ
  • પ્લાસ્ટિક કાપી તેમા કાણા પાડી લો

પાણીનો દીવો કેવી રીતે બનાવવો

  • પાણીનો દીવા બનાવવા માટે એક ગ્લાલમાં પાણી ફરી તેમા ફૂલના પાંદડા નાંખો
  • હવે એક પ્લાસ્ટિકમાં ગોળ નાની કાણું પાડો તેમા કોટનની લાંબી દીવેટ પરોવી લો
  • હવે ગ્લાસના ગ્લાસમાં એક ચમચી તેલ નાંખો અને થોડું પરફ્યુમ કે અત્તર ઉમેરો.
  • હવે ગ્લાસમાં મુકેલી દિવેટ પ્રગટાવો

આ પાણીવાળા દીપકને તમે સેન્ટર ટેબલ પર અને પછી ઘરની આસપાસ અલગ અલગ જગ્યાએ મૂકી શકો છો. જો બીજું કંઈ નહીં, તો તમે તેને તમારા ઘરની સામે મૂકી શકો છો. આવા ટ્રેડિશનલ દિપક વડે દિવાળી પર તમારા ઘરને પ્રકાશિત કરી શકો છો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ