Diwali 2024 | દિવાળી (Diwali) નો પર્વ ભારતભરમાં ધામધૂમથી ઉજવામાં આવ્યો છે. આ તહેવાર એટલે ફેમિલી, ફ્રેન્ડ્સ અને અવનવી મીઠાઈઓ અને ફરસાણ સાથે મનાવામાં આવે છે. એવામાં ઘણા લોકોનું ડાયટમાં ધ્યાન ન રહેતા ધીમે ધીમે વજન વધવા લાગે છે. જો તમે પણ તહેવારો દરમિયાન વધારે મીઠાઈ ખાઈ લીધી હોઈ અને થોડું વજન વધી ગયું હોઈ અહીં વેઇટ લોસ ટિપ્સ આપી છે જે તમારા માટે અસરકારક સાબિત થઇ શકે છે.
દિવાળી પછી વજન ઘટાડવાની ટિપ્સ (Post Diwali Weight Loss Tips)
સંતુલિત આહાર લો
ઓછી કેલરી વાળો ખોરાક લો : તમારા રોજિંદા ખોરાકમાં કેલરીની માત્રા ઓછી કરો, તાજા ફળો, શાકભાજી અને આખા અનાજ ખાઓ.
પ્રોટીનનું સેવન કરો : પ્રોટીનયુક્ત ખોરાક જેમ કે કઠોળ, ચણા, ઈંડા અને દહીંનો સમાવેશ કરો, તે તમને લાંબા સમય સુધી ભરપૂર રાખશે.
આ પણ વાંચો: આમળા કેન્ડી રેસીપી, જાણો શિયાળામાં આમળા ખાવાના ફાયદા
પાણી પીવો
પૂરતું પાણી પીવોઃ દિવસમાં ઓછામાં ઓછું 2-3 લિટર પાણી પીવો, પાણી માત્ર ચયાપચયની ક્રિયામાં વધારો કરતું નથી, પરંતુ તે તમારી ભૂખને પણ નિયંત્રિત કરે છે.
જમતા પહેલા પાણી પીવો : જમતા પહેલા એક ગ્લાસ પાણી પીવાથી ભૂખ ઓછી લાગે છે, જેનાથી તમે ઓછું ખાવ છો.
કસરત અને શારીરિક પ્રવૃત્તિઓ કરો
કાર્ડિયો એક્સરસાઇઝઃ દિવસમાં ઓછામાં ઓછી 30 મિનિટ સુધી કાર્ડિયો એક્સરસાઇઝ કરો જેમ કે દોડવું, સાઇકલ ચલાવવું અથવા સ્વિમિંગ, આ કેલરી બર્ન કરવામાં મદદ કરશે.
વેઈટ ટ્રેનિંગ: વેઈટ ટ્રેઈનિંગ સ્નાયુઓને મજબૂત બનાવશે અને મેટાબોલિઝમને વેગ આપશે, જે વજન ઘટાડવામાં મદદ કરશે.
ડાયટમાં ધ્યાન આપો
હેલ્ધી સ્નેક્સ: જંક ફૂડને બદલે બદામ, ફળો અથવા સલાડ જેવા હેલ્ધી સ્નેક્સ પસંદ કરો, આ તમને એનર્જી આપશે અને ઓછી કેલરી સાથે વધુ પોષણ આપશે.
આ પણ વાંચો: દૂધ ઉકાળવા માટે શ્રેષ્ઠ વાસણ ક્યું? જાણો કયા ગ્લાસમાં દૂધ પીવું જોઈએ?
ઓછી માત્રામાં ખાઓ : દિવસમાં 5-6 થોડું થોડું ભોજન લો, આ તમારા ચયાપચયને વેગ આપશે અને ભૂખ કંટ્રોલ કરશે.
પૂરતી ઊંઘ લો
પૂરતી ઊંઘ લોઃ રોજ 7-8 કલાકની ઊંઘ લો, ઊંઘની કમીથી વજન વધી શકે છે.
સ્ટ્રેસ મેનેજમેન્ટઃ યોગ, મેડિટેશન અને પ્રાણાયામ જેવી સ્ટ્રેસ મેનેજમેન્ટની પદ્ધતિઓ અનુસરો, તણાવથી વજન વધી શકે છે, તેથી તેને નિયંત્રિત કરવું જરૂરી છે.
લાંબાગાળાની પ્લાન બનાવો
એક લક્ષ્ય નક્કી કરો: માત્ર થોડા દિવસ માટે નહીં પરંતુ શક્ય હોય તેટલું હેલ્ધી ખાવાનો રાખો એટલે કે સ્વસ્થ જીવનશૈલી અપનાવો.
પ્રગતિને ટ્રૅક કરો: તમારા વજન અને ખાવાની આદતોને ટ્રૅક કરો, આ તમને પ્રેરિત રાખશે અને તમને તમારા લક્ષ્યો તરફ આગળ વધવામાં મદદ કરશે.