Diwali 2025 : સાદગીથી લઇને રોનક સુધી, દિવાળી પર આ રીતે ઘરની સજાવટ કરો, જુઓ ટોપ આઇડિયાઝ

Diwali Decoration Ideas For Home : દિવાળી પર દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેમનું ઘર સૌથી ખાસ અને અલગ દેખાય. આવી સ્થિતિમાં જો તમે પણ આ ખાસ અવસર પર તમારા ઘરને સજાવટ કરવા માંગો છો, તો અમે તમારા માટે કેટલાક આઈડિયા લાવ્યા છીએ, જેને તમે ફોલો કરી શકો છો

Written by Ashish Goyal
Updated : October 18, 2025 16:54 IST
Diwali 2025 : સાદગીથી લઇને રોનક સુધી, દિવાળી પર આ રીતે ઘરની સજાવટ કરો, જુઓ ટોપ આઇડિયાઝ
Diwali 2025 : દિવાળી પર આ રીતે ઘરની સજાવટ કરો (ફોટો- પિન્ટરેસ્ટ)

Diwali Decoration Ideas For Home : 20 ઓક્ટોબરેને સોમવારના રોજ દેશભરમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવશે. આ માટે લોકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દિવસે ઘરની સફાઈથી લઈને ઘરની સજાવટ સુધી કરે છે. લોકો તેમના ઘરોમાં લાઇટ પણ લગાવે છે.

દિવાળી પર દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેમનું ઘર સૌથી ખાસ અને અલગ દેખાય. આવી સ્થિતિમાં જો તમે પણ આ ખાસ અવસર પર તમારા ઘરને સજાવટ કરવા માંગો છો, તો અમે તમારા માટે કેટલાક આઈડિયા લાવ્યા છીએ, જેને તમે ફોલો કરી શકો છો.

ઘરની સજાવટ કેવી રીતે કરવી?

  • દિવાળીના દિવસે ઘરને સજાવવા માટે પહેલા મુખ્ય દરવાજાને સજાવો. આ માટે તમે દરવાજા પર રંગબેરંગી ફૂલોની માળા અથવા ગુલદસ્તો મૂકી શકો છો.

  • તમે દિવાલોને હળવા રંગની લાઇટ અથવા મીણબત્તીઓથી રોશની કરો. તે ઘરને શાંત અને સુંદર લુક આપે છે.

  • રસોડા અને ડાઇનિંગ એરિયામાં નાના-નાના દીવા અને ટેબલ ડેકોર રાખીને પણ તહેવારનો માહોલ બનાવી શકાય છે.

  • લિવિંગ રુમમાં મોટા કદની સ્કાયલાઇટ્સ અથવા એલઇડી લાઇટ્સ લગાવીને માહોલને વધારે આકર્ષક બનાવી શકાય છે. આ સિવાય વોલ ડેકોરમાં ગોલ્ડન ડેકોરેશન પણ ઘરને ખૂબસૂરત લુક આપે છે.

  • દિવાળીની સજાવટમાં ટેક્સચર અને રંગોનું યોગ્ય સંતુલન ખૂબ જ મહત્વપૂર્ણ છે. હળવા રંગો સાથે એક-બે ચમકદાર રંગો મિક્સ કરીને ઘરને આકર્ષક બનાવી શકાય છે.

આ પણ વાંચો – કાળી ચૌદસ 2025 ક્યારે છે, કેમ ઉજવવામાં આવે છે, જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

  • આ ઉપરાંત, ઘરના નાના ખૂણામાં હાથથી બનાવેલા દીવાઓ, રંગબેરંગી મણકા અને પેઇન્ટેડ ટેરાકોટા વસ્તુઓને સજાવીને તહેવારની સુગંધ દરેક ખૂણામાં લઈ જઈ શકાય છે.

  • તમે ઘરની બાલ્કનીમાં સુંદર-સુંદર લાઇટ્સ પણ લગાવી શકો છો. તેનાથી તમારા ઘરની સુંદરતા વધુ વધશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ