Diwali 2025 | શું તમે કેક ખાવા માટે તમારા જન્મદિવસ કે નાતાલ સુધી રાહ છો? પરંતુ કેક તમે સરળતાથી ઘરે દિવાળી માટે પણ બનાવી શકો છો, બાળકોથી લઇ મોટા બધાને કેક ભાવશે, આ કેક બનાવવા માટે વધારે સામગ્રીની જરૂર પડશે નહિ ઉપરાંત ઓવન અને ઈંડા વગર બહાર જેવી સોફ્ટ કેક બનશે.
દિવાળી પર મીઠાઈની જગ્યાએ તમે હેલ્ધી સોજીની કેક બનાવી શકો છો, જે ડાયાબિટીસના દર્દીઓ પણ ખાઈ શકે છે, ઓવન, ઇંડા અથવા ક્રીમ વિના તે શક્ય છે આ કેક, જાણો સરળ કેક રેસીપી
જો તમારી પાસે રસોડામાં થોડા છીણેલા નારિયેળ અને કાજુ, સોજી હોય તો તમે થોડીવારમાં કેક બનાવી શકો છો અને તેને ગરમાગરમ ખાઈ શકો છો.
ઓવન અને ઈંડા વગર કેક બનાવાની સરળ રીત
સામગ્રી
- સોજી
- નાળિયેર
- નારિયેળનું દૂધ
- બેકિંગ પાવડર
- ઈલાયચી પાવડર
- બટર
- બ્રાઉન સુગર
- કાજુ
કેક કેવી રીતે તૈયાર કરવી
- એક બાઉલમાં દોઢ કપ સોજી લો અને તેમાં દોઢ કપ નારિયેળ ઉમેરો.
- છીણેલું નારિયેળ, દોઢ કપ જાડું નારિયેળનું દૂધ, એક ચમચી મીઠું, ત્રણ ચમચી બેકિંગ પાવડર, અડધી ચમચી પીસેલી એલચી, અડધો કપ મેલ્ટેડ બટર અને બે કપ બ્રાઉન સુગર ઉમેરીને મિક્સ કરો.
- બેકિંગ માટે, એક બાઉલમાં બટર પેપર મૂકો, તેના પર થોડું માખણ અથવા ઘી ફેલાવો, અને તેમાં તૈયાર કરેલો બેટર રેડો.
- તમે ઉપર શેકેલું નારિયેળ અને કાજુ પણ ઉમેરી શકો છો.
- પછી, તેને ઢાંકીને સ્ટીમર અથવા ઓવનમાં કુક કરી લો. ગરમ થયા પછી ખાઓ.