દિવાળી પર તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે નકલી માવો, આ રીતે કરો અસલી માવાની ઓળખ

Real vs Fake Khoya Mawa : દિવાળીના સમયે મીઠાઈઓની માંગ ઝડપથી વધે છે. મોટાભાગની મીઠાઈઓ માવામાંથી બનાવવામાં આવે છે. બજારમાં ભેળસેળયુક્ત માવો મળે છે. અહીં કેટલીક ટિપ્સ લાવ્યા છીએ જેની મદદથી તમે સરળ રીતે અસલી માવાની ઓળખ કરી શકો છો

Written by Ashish Goyal
Updated : October 15, 2025 15:30 IST
દિવાળી પર તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે નકલી માવો, આ રીતે કરો અસલી માવાની ઓળખ
તમે કેટલીક સરળ રીતે અસલી માવાની ઓળખ કરી શકો છો (ફોટો: પિન્ટરેસ્ટ)

Real vs Fake Khoya Mawa : દિવાળીનો તહેવાર નજીક છે. દિવાળીના સમયે મીઠાઈઓની માંગ ઝડપથી વધે છે. દિવાળી પર લોકો એકબીજાને મીઠાઈ ખવડાવે છે અને સાથે મળીને તહેવારની ઉજવણી કરે છે. મોટાભાગની મીઠાઈઓ માવામાંથી બનાવવામાં આવે છે. આજના સમયમાં બજારમાં ભેળસેળયુક્ત માવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આવી સ્થિતિમાં જો તમે પણ બજારમાંથી માવો ખરીદવા જઇ રહ્યા છો, તો તમે કેટલીક સરળ રીતે અસલી માવાની ઓળખ કરી શકો છો. અહીં તમારા માટે કેટલીક ખાસ ટીપ્સ લાવ્યા છીએ જેને તમે ફોલો કરી શકો છો.

હાથથી કરો ટેસ્ટ

તમે તમારા પોતાના હાથથી અસલી માવાની ઓળખી શકો છો. આ માટે માવાને તમારી હથેળી પર લો અને તેને મેશ કરો. જો માવા ચીકણો લાગે અને હાથ પર હળવું તેલ જેવું લાગે છે તો સમજો કે તે અસલી છે. જો માવો નકલી હોય તો તે મેશ કરવા પર સુકાઈ જશે અથવા ખરબચડો થઈ જશે.

પાણીના ટેસ્ટથી ઓળખો

તમે પાણીના ટેસ્ટ દ્વારા પણ અસલી માવાને ઓળખી શકો છો. આ માટે થોડો માવો લો અને તેને એક ગ્લાસ પાણીમાં નાખો. જો માવો તેનો રંગ છોડવા લાગે અથવા સંપૂર્ણ ઓગળી જાય છે તો તે નકલી છે. અસલી માવો જ્યારે પાણીમાં મૂકવામાં આવે છે ત્યારે તે નીચે બેસી જાય છે અને કોઈ રંગ છોડતો નથી.

આયોડિન ટેસ્ટથી કરો ઓળખ

અસલી અને નકલી માવાને ઓળખવા માટે આયોડિન ટેસ્ટ ખૂબ ઉપયોગી છે. આ માટે માવાના થોડા ટુકડા તોડી નાખો અને તેના પર આયોડિનના થોડા ટીપાં નાખો. જો માવાનો રંગ બદલાય છે તો તે નકલી છે. અસલી માવાનો રંગ બદલાતો નથી.

આ પણ વાંચો – દિવાળીના પાંચ દિવસના તહેવારનું સૂંપૂર્ણ કેલેન્ડર, જાણો તારીખ અને શુભ મુહૂર્ત

સ્વાદ અને સુગંધ દ્વારા ઓળખો

અસલી માવાનો સ્વાદ હળવો મીઠો અને દૂધ જેવો હોય છે, જ્યારે નકલી માવાનો સ્વાદ ફીકો અથવા કડવો હોઇ શકે છે. અસલી માવામાં દૂધની તીવ્ર ગંધ આવે છે, જ્યારે નકલી માવામાં ભેળસેળયુક્ત સુગંધ હોય છે.

માવાને ગરમ કરો

અસલી માવાને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે તેને ઓળખી શકાય છે. આ માટે પેન પર માવાનો એક નાનો ટુકડો મૂકી ગરમ કરી લો. જો માવો અસલી છે તો તે સોનેરી ભૂરા રંગનો થઈ જશે અને હળવી સુગંધ હશે. નકલી માવો ગરમ થાય ત્યારે વિચિત્ર ગંધ આવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ