Pista Nankhatai Recipe In Gujarati | દિવાળી (diwali 2025) નું પર્વ મીઠાઈઓ અને નાસ્તા વગર અધૂરું છે, માર્કેટમાંથી ખરીદવાથી લઈને ઘરે પણ ઘણી વસ્તુ બનાવવામાં આવે છે અને તહેવારની પરિવાર અને મિત્રો સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, અહીં તહેવારમાં ખાઈ શકાય એવી ટેસ્ટી પિસ્તા નાનખટાઈ રેસીપી શેર કરી છે, જે માત્ર 15 થી 20 મિનિટમાં બની જાય છે
પિસ્તા નાનખટાઈ ખુબજ ઓછા સમયમાં ઓછી સામગ્રીમાં બની જાય છે, ઘરે પણ બેકરી જેવી ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બને છે, બાળકોથી મોટા બધાને આ નાનખટાઈ ભાવશે, અહીં જાણો પિસ્તા નાનખટાઈ રેસીપી
પિસ્તા નાનખટાઈ રેસીપી
સામગ્રી:
- 120 ગ્રામ ઘી
- 120 ગ્રામ પાઉડર સુગર (ચાળેલું)
- 1/4 ચમચી એલચી પાવડર
- 1/4 ચમચી મીઠું
- 50 ગ્રામ પિસ્તા પાવડર
- 1/4 કપ રવો
- 180 ગ્રામ મેંદો
- 3 ગ્રામ બેકિંગ પાવડર
- ટોપિંગ માટે પિસ્તા
પિસ્તા નાનખટાઈ બનાવાની રીત
- સૌ પ્રથમ ઘી અને પાઉડર સુગરને હળવા અને ક્રીમી થાય ત્યાં સુધી હલાવો.
- પિસ્તા પાવડર, એલચી પાવડર, મીઠું અને રવો મિક્સ કરો.
- ધીમે ધીમે લોટ અને બેકિંગ પાવડર ઉમેરીને નરમ કણક બનાવો.
- નાના ગોળા બનાવો અને સહેજ ચપટી કરો. ઉપર પિસ્તા પાવડર નાખો.
- ઓવનને 350°F (180°C) પર પ્રીહિટ કરો. 15-20 મિનિટ અથવા સોનેરી થાય ત્યાં સુધી બેક કરો.
- પીરસતા પહેલા સંપૂર્ણપણે નાનખટાઈ ઠંડી થવા દો.
- સ્વાદિષ્ટ પિસ્તા નનખટાઈનો આનંદ માણો!