Diwali Cleaning Tips: જ્યારે બાળકોના હાથમાં પેન, પેન્સિલ અથવા કલર આવે છે ત્યારે તેઓ દિવાલો પર તેમની કલાકારી બનાવે છે અને ખરાબ કરે છે. બાળકોને ના પાડવા છતા તે દિવાલો પર ક્રિએટિવિટી કરે છે. દિવાળીના અવસર પર લોકો ઘરની સફાઈ કરે છે, પરંતુ દિવાલો પર બાળકોની આ કલાકારી આવી જ રહે છે, જેનાથી દિવાલો ખરાબ થઇ જાય છે. જોકે કેટલીક ખાસ ટિપ્સની મદદથી તમે તેને સરળતાથી સાફ કરી શકો છો. તમારે આખી દિવાલને ફરીથી રંગવાની પણ જરૂર રહેશે નહીં.
ટૂથપેસ્ટનો ઉપયોગ કરો
તમે ટૂથપેસ્ટનો ઉપયોગ દિવાલો પરની પેન, પેન્સિલ અથવા કોઈપણ કલરના ડાઘને દૂર કરવા માટે કરી શકો છો. આ માટે પહેલા ડાઘ પર ટૂથપેસ્ટ લગાવો અને તેને લગભગ 10-12 મિનિટ એવી રીતે જ રહેવા દો. ત્યારબાદ નરમ બ્રશ અથવા કપડાંથી હળવા હાથથી સાફ કરો. આ ઉપાયથી ડાઘ ધીમે ધીમે ગાયબ થઈ જશે.
હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરો
પેન અથવા માર્કરના ડાઘને દૂર કરવા માટે તમે હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ પણ કરી શકો છો. તે દિવાલો પરથી ડાઘ દૂર કરવામાં ખૂબ અસરકારક છે. આ માટે નરમ કપડા પર થોડી માત્રામાં સેનિટાઇઝર લો અને તેને ડાઘવાળા ભાગ પર હળવા હાથે ઘસો. થોડીવારમાં માર્કર અથવા પેનનું નિશાન દૂર થઇ જશે.
આ પણ વાંચો – પ્રેશર કૂકરમાં ઘી કેવી રીતે બનાવવું? આ રીતે થોડી મિનિટોમાં તૈયાર થઈ જશે
બેકિંગ સોડાનો ઉપયોગ કરો
તમે બેકિંગ સોડાની મદદથી દિવાલો પરના પેન અને માર્કર્સના ડાઘને સરળતાથી દૂર કરી શકો છો. આ માટે સૌ પ્રથમ બેકિંગ સોડામાં પાણી ઉમેરીને પેસ્ટ બનાવો. પછી આ પેસ્ટને ડાઘવાળા વિસ્તારમાં નરમ કપડાથી લગાવો અને તેને હળવા હાથથી ઘસો. આનાથી દિવાલની પેઇન્ટિંગને નુકસાન થશે નહીં અને ડાઘ સરળતાથી દૂર થઈ જશે.