scorecardresearch

દિવાળીના તહેવારોમાં ડાયાબિટીસના દર્દીઓએ ડાયટમાં શું તકેદારી રાખવી જોઈએ?

દિવાળીના તહેવાર દરમિયાન ડાયાબિટીસના દર્દીઓએ ખાવા-પીવામાં વધારે ધ્યાન રાખવું પડે છે જેથી આગળ જતાં સ્વાસ્થ્ય વધારે ખરાબ ન થાય. ત્યારે ડાયાબિટીસના દર્દીઓએ ડાયટમાં શું તકેદારી રાખવી જોઈએ એ જાણીશું.

દિવાળીના તહેવારોમાં ડાયાબિટીસના દર્દીઓએ ડાયટમાં શું તકેદારી રાખવી જોઈએ?
ડાયાબિટીસ ચેકની તસવીર

આગામી સમયમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે લોકો આ તહેવારને મીઠાઈ સાથે ઉજવે છે. દિવાળીના તહેવારોમાં મીઠાઈ વધારે ખવાય છે. મીઠાઈ સાથે સંકળાયેલા આ તહેવારમાં બ્લડ સુગર એટલે કે ડાયાબિટીસના દર્દીઓને પણ મીઠાઈ વધારે આકર્ષે છે. પરંતુ વધારે મીઠાઈ ખાવાથી ડાયાબિટીસના દર્દીઓની તબિયત વધારે ખરાબ થાય છે. જોકે, આ તહેવાર દરમિયાન ડાયાબિટીસના દર્દીઓએ ખાવા-પીવામાં વધારે ધ્યાન રાખવું પડે છે જેથી આગળ જતાં સ્વાસ્થ્ય વધારે ખરાબ ન થાય. ત્યારે ડાયાબિટીસના દર્દીઓએ ડાયટમાં શું તકેદારી રાખવી જોઈએ એ જાણીશું.

ડાયાબિટીસ શું છે?

ડાયાબિટીસ એ એક રોગ છે જે ત્યારે થાય છે જ્યારે તમારું બ્લડ સુગર ખૂબ વધારે હોય છે. બ્લડ સુગરએ તમારી ઊર્જાનો મુખ્ય સ્ત્રોત છે અને તમે જે ખોરાક લો છો તેમાંથી આવે છે. ઇન્સ્યુલિન, સ્વાદુપિંડ દ્વારા બનાવેલા હોર્મોન છે, જે ખોરાકમાંથી ગ્લુકોઝને ઊર્જા માટે ઉપયોગમાં લેવા કોષોમાં પ્રવેશવામાં મદદ કરે છે. ક્યારેક તમારું શરીર પૂરતું અથવા કોઈપણ ઈન્સ્યુલિન બનાવતું નથી અથવા ઈન્સ્યુલિનનો સારી રીતે ઉપયોગ કરતું નથી. પછી ગ્લુકોઝ તમારા લોહીમાં રહે છે અને તમારા કોષો સુધી પહોંચતું નથી. સામાન્ય ભાષામાં કહીએ તો લોહીમાં સુગરનું પ્રમાણ એક ચોક્કસ માત્રા કરતા વધી જાય ત્યારે ડોયાબિટી હોય એવું કહી શકાય.

ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં ભારત વિશ્વમાં બીજા ક્રમે

દેશ દુનિયામાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં ધરમખમ વધારો થઇ રહ્યો છે. 77 મિલિયન લોકો સાથે ભારત વિશ્વમાં ડાયાબિટીસના રોગચાળામાં ચીન પછી બીજા ક્રમે છે. તેમાંથી 12.1 મિલિયન 65 વર્ષથી વધુ ઉંમરના છે, જે વર્ષ 2045માં વધીને 27.5 મિલિયન થવાનો અંદાજ છે.

દિવાળીમાં ડાયાબિટીસના દર્દીઓએ રાખવું પડે છે ખાસ ધ્યાન

કોઈપણ તહેવાર આવે ત્યારે સાથે મીઠાઈ તો ચોક્કસ હોય જ. ખાસ કરીને દિવાળી જેવા તહેરામાં મીઠાઈનો વધારે ઉપયોગ થતો હોય છે. લોકો મીઠાઈ ખાઈને આ તહેવારને ઉજવતા હોય છે. જોકે, આ તહેવારમાં ડાયાબિટીસથી પીડિતા લોકોએ થોડી તકેદારી રાખવી પડે છે. ખાસ કરીને વધારે કેલેરી વાળી મીઠાઈઓના સેવનથી દૂર રહેવું જોઈએ.

દિવાળી દરમિયાન લોકો કાજુ કતરી, બેસનના લાડુ, મોહનથાળ, નારિયેળના લાડુ અથવા ડ્રાય ફ્રુટ્સ આધારીત મીઠાઈનો ઉપોયગ થાય છે. આ ઉપરાંત ઘણા નમકીન્સ કે જેમાં વધારે કેલરી અને જેમાં વધારે સુગર હોય છે તે ડાયબિટીસના દર્દીઓ માટે નુકસાનકારક સાબિત થાય છે.

ડાયાબિટીસના દર્દીઓએ ડાયટમાં શું શું કાળજી રાખવી?

  1. દિવસમાં 3 મોટા ભોજનને બદલે તમારા ભોજનને દરરોજ લગભગ 4 થી 5 વખતના નાના ભાગોમાં વિભાજીત કરો. કારણ કે, આ તમારા બ્લડ સુગરના સ્તરને વધુ સ્થિર રાખી શકે છે.
  2. તમે ડ્રાય ફ્રૂટ્સ, ઓલિવ અથવા ફળ જેવા તંદુરસ્ત નાસ્તાના વિકલ્પો પસંદ કરી શકો છો. ઉજવણીમાં સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તેની ખાતરી કરવા માટે તમે પરંપરાગત મીઠાઈઓને આવા આરોગ્યપ્રદ વિકલ્પો સાથે બદલી શકો છો.
  3. ખાતરી રાખો કે તમારૂ શરીર હાઇડ્રેટેડ અને પોષિત રહે જો કે તમે મીઠાઇનો નેનો ટુકડો લઇ શકો છો.

4.બિસ્કિટ અને કેક જેવા બેકરીના ખોરાકને સંપૂર્ણપણે ટાળવો જોઈએ. સમોસા અને પકોડા જેવા ઠંડા તળેલા ખોરાકથી દૂર રહો.

5.મિલ્ક ચોકલેટને બદલે સારી ગુણવત્તાવાળી ડાર્ક ચોકલેટનું સેવન કરવાનું વિચારો કારણ કે તેમાં ખાંડ ઓછી હોય છે. વ્યક્તિએ ખાંડયુક્ત પીણાં ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ.

Web Title: Diwali festival sweets diabetes patients precautions

Best of Express