Halwai Style Gulab Jamun Recipe : દિવાળી પર ઘર વિવિધ મીઠાઇ અને પકવાન બને છે. આમ તો બજારમાં વિવિધ પ્રકારની મીઠાઈ ઉપલબ્ધ છે. તહેવારો પર ભેળસેળયુક્ત મીઠાઇનું જોખમ રહે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. આવી સ્થિતિમાં સ્વાસ્થ્ય સારુ રાખવા અને પૈસા બચાવવા માટે તમે ઘરે માત્ર 250 ગ્રામ માવા સાથે 40 થી વધુ ગુલાબ જાંબુ સરળતાથી તૈયાર કરી શકો છો. ચાલો જાણીએ દિવાળી અને ભાઈ બીજ પર હલવાઇ સ્ટાઇલ ગુલાબ જાંબુ બનાવવાની રેસીપી.
ગુલાબ જાંબુ માટે ચાસણી કેવી રીતે બનાવવી?
સૌ પ્રથમ, ગુલાબ જાંબુ માટે ખાંડની ચાસણી બનાવીએ. એક કઢાઈમાં 3 કપ ખાંડ અને અડધો કપ પાણી ઉમેરો. 2 – 3 કેસરના તાંતણા ઉમેરવા. ગેસ પર મધ્યમ તાપે ખાંડ ઓગાળો. આ દરમિયાન તેને વચ્ચે હલાવતા રહો. ખાંડ સંપૂર્ણપણે ઓગળી જાય છે ત્યાં સુધી ઉકાળો. એક તારની ચાસણી બને ત્યાં સુધી ખાંડને પકવવા દો. ચાસણી જાડી ન હોવી જોઈએ. હવે ગેસ બંધ કરી દો. પછી તેમા એલચી પાવડર અને ગુલાબ જળ ઉમેરો, તેનાથી સારો સ્વાદ આવે છે. આ ચાસણીને બાજુમાં રાખી મૂકો
ગુલાબ જાંબુનું મિશ્રણ કેવી રીતે બનાવવું?
ગુલાબ જાંબુ માટે કણક તૈયાર કરશે. ગુંલાબ જાંબુ માટે 250 ગ્રામ સાદો માવો લો. હવે તો બજારમાં ગુલાબ જાંબુ માટે ખાસ માવો મળે છે. માવાને હાથ વડે 7 થી 8 મિનિટ સુધી મેશ કરો. હવે પનીરને ટીશ્યુ પેપર પર મૂકો, જેનાથી તેમા રહેલું વધારાનું તૈલીમાવા અને પનીરને સાર રીતે મિક્સ કરો કણક બાંધો.
ગુલાબ જાંબુના લોટ માટે મેંદો ઉમેરો
હવે મેંદા અને પનીરના મિશ્રણમાં 4 ચમચી મેંદો અને 1 ચમચી બેકિંગ સોડા ઉમેરો. બધી સામગ્રી સારી રીતે મિક્સ કરો અને નરમ કણક બાંધો. તેને ભીના કપડામાં ઢાંકી 10 મિનિટ રહેવા દો. આ પછી, લોટને ફરી બરાબર મસળો. પછી તેમાથી મીડિયમ સાઇઝના ગોળ બોલ બનાવો. આ રીતે બધા લોટ માંથી ગુલાબ જાંબુ બનાવો.
ગુલાબ જાંબુ તળો
ગેસ પર એક કઢાઇમાં ઘી ગરમ કરો. પછી મીડિયમ તાપે ઘીમાં ગુલાબ જાંબુ તળો. તેલ માં લોટ છાંટી લો અથવા ચમચી વડે તેલને ફેરવતા રહો જેથી તળતી વખતે ગુલાબ જાંબુ ચોંટી ન જાય. ચાસણી સહેજ ગરમ હોવું જોઈએ. ગુલાબ જાંબુ સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી તળો. બરાબર તળ્યા બાદ ગુલાબ જાંબુને કઢાઈ માંથી બહાર કાઢો અને ખાંડની ચાસણીમાં ડુબાડો. આ રીતે બધા ગુલાબ જાબું તળીને ચાસણીમાં ડુબાડો. તેને 2 થી 3 કલાક માટે રહેવા દો. આ રીતે તમે 250 ગ્રામ માવા માંથી એક કિલોથી વધુ ગુલાબ જાંબુ બનાવી શકો છો.
જુઓ વીડિયો અહીં