Diwali Vacation Trip: દિવાળી વેકેશનમાં ઐતિહાસિક શહેરની મુલાકાત, ત્રિવેણી સંગમમાં સ્નાન અને અદભૂત શાંતિનો અનુભવ

Famous Tourist Places Visit In Prayagraj : પ્રયાગરાજ દિવાળી વેકેશનમાં ફરવા માટે ઉત્તમ સ્થળ છે. ધાર્મિક, ઐતિહાસિક અને ભારતના સ્વતંત્રત સંગ્રામમાં મોટી ભૂમિકા ભજવનાર અલ્હાબાદમાં મુલાકાતીઓ ઇતિહાસ સાથે રૂબરૂ થવાની તક મળે છે.

Famous Tourist Places Visit In Prayagraj : પ્રયાગરાજ દિવાળી વેકેશનમાં ફરવા માટે ઉત્તમ સ્થળ છે. ધાર્મિક, ઐતિહાસિક અને ભારતના સ્વતંત્રત સંગ્રામમાં મોટી ભૂમિકા ભજવનાર અલ્હાબાદમાં મુલાકાતીઓ ઇતિહાસ સાથે રૂબરૂ થવાની તક મળે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Diwali Vacation Prayagraj Famous Tourist Places

Diwali Vacation In Prayagraj : દિવાળી વેકેશનમાં ફરવા માટે પ્રયાગરાજ ઉત્તમ સ્થળ છે. (Photo: Freepik)

Diwali Vacation Famous Tourist Places Visit In Prayagraj : પ્રયાગરાજ ઉત્તરપ્રદેશમાં આવેલું પ્રાચીન તીર્થધામ છે. મહાકુંભ બાદ મોટી સંખ્યામાં લોકો પ્રયાગરાજ ફરવા જાય છે. પ્રયાગરાજમાં ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીના ત્રિવેણી સંગમ પર લોકો આસ્થાની ડુબકી લગાવી ધન્યતા અનુભવે છે. દિવાળી વેકેશનમાં ફરવા માટે પ્રયાગરાજ શ્રેષ્ઠ વિકલ્પ છે. અહીં પ્રયાગરાજના પ્રખ્યાત જોવાલાયક 7 સ્થળો વિશે જાણકારી આપી છે.

Advertisment

પ્રયાગરાજ ત્રિવેણી સંગમ સ્નાન

હિન્દુ ધર્મમાં ત્રણ નદી જ્યાં મળતી હોય તેને ત્રિવેણી સંગમ કહેવાય છે. પ્રયાગરાજમાં ગંગા, યમુના અને પાતાળમાં વહેતી સરસ્વતી નદીનું સંગમ થાય છે. ભારતના પવિત્ર ત્રિવેણી સંગમમાં પ્રયાગરાજ અતિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી પાપ માંથી મુક્તિ મળે છે અને આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. ખાસ તહેવાર, તિથિ પર મોટી સંખ્યામાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા આવે છે. દર 12 વર્ષે એક વખત યોજાતો કુંભ મેળો પણ પ્રયાગરાજના આ ત્રિવેણ સંગમ પર ભરાય છે.

ખુસરો બાગ

પ્રયાગરાજનું ખુસરો બાગ ઐતિહાસિક સ્થળ છે, જે મુગલ વાસ્તુકળાનું ઉત્તમ સ્થાપિત છે. ખુસરો બાગ બલુઆ પથ્થરમાંથી બનેલો સુંગર મકબરો છે, જે શાહ બેગમ, ખુસરો મિર્ઝા અને નિધાર બેગમ સહિત મુગર રાજ પરિવારની કબરો આવેલી છે. આ તમામ અકબરના દિકરા જહાંગીરના સંબંધી હતા. જામફળના ઝાડ અને ગુલાબના ફુલોથી સુશોભિત ખુસરો બાગ પ્રવાસીઓને કુદરતની અનુભુતી કરાવે છે.

પ્રયાગરાજ આનંદ ભવન

પ્રયાગરાજના આનંદ ભવન ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુનું ઘર છે. ભારતના સ્વતંત્રતા સંગ્રામ સાથે સંબંધિત અલ્હાબાદનું આનંદ ભવને હવે એક સંગ્રહાલય બની ગયું છે. અહીં જુના જમાની ચીજવસ્તુઓ, સ્વસંત્રતા સંગ્રામના દસ્તાવેજો જોવા મળે છે.

Advertisment

પ્રયાગરાજ કિલ્લો

પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ નજીક વર્ષ 1583માં નિર્મિત કિલ્લો વાસ્તુકલાનું ઉત્તમ ઉદાહરણ છે. આ કિલ્લાનું નિર્માણ બાદશાહ અકબરે કરાવ્યું હતું. અહીં અક્ષય વટ વૃક્ષ દર્શનિય છે. કિલ્લાની અંદર અને બહારના ભાગમાં ઘણા ઐતિહાસિક સ્મારકો જોવા મળે છે. ઇતિહાસ પ્રેમી અને વાસ્તુકલા પ્રેમીઓ માટે પ્રયાગરાજનો કિલ્લો સ્વર્ગ સમાન છે.

પ્રયાગરાજ જવાહર તારામંડળ

પ્રયાગરાજ આનંદ ભવનની અંદર વર્ષ 1979માં જવાહર તારામંડળનું નિર્માણ થયું હતું. જવાહર તારામંડળ વિજ્ઞાન અને ઇતિહાસનું ઉત્તમ સંગમ સ્થાન છે. દર વર્ષે જવાહરલાલ નહેરુ મેમોરિયલ લેક્ચર નામનો અતિ ભવ્ય કાર્યક્રમ અહીં યોજાય છે. અહીં સૌર મંડળ અને અંતરિક્ષ સાથે જોડાયેલા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

પ્રયાગરાજ અશોક સ્તંભ

પ્રયાગરાજમાં પણ ઐતિહાસિક અશોક સ્તંભ છે, જેનું નિર્માણ મહાન સમ્રાર્ટ અશોક દ્વારા કરવામાં આવ્યું છે. બલુઆ પથ્થરમાંથી નિર્મિત અશોક સ્તંભમાં સમુદ્રગુપ્ત અને જહાંગીર યુગના શિલાલેખ છે. જો કે

ઓલ સેન્ટ્સ કેથેડ્રલ ચર્ચ, પ્રયાગરાજ

પ્રયાગરાજમાં 19મી સદીમાં નિર્મિત ઓલ સેન્ટ3સ કેથેડ્રલ ચર્ચ જોવાલાયક છે. તેને ચર્ચ ઓફ સ્ટોન પણ કહેવામાં આવે છે. મોટી સંખ્યામાં પ્રયાગરાજ આવતા પ્રવાસી અને તીર્થયાત્રીઓ ચર્ચની મુલાકાત લે છે.

લેટે હનુમાન મંદિર

હનુમાન મંદિર પ્રયાગરાજમાં ગંગાના કિનારે આવેલું છે. હનુમાનજીની આ વિચિત્ર પ્રતિમા દક્ષિણ તરફ છે અને તે 20 ફૂટ લાંબી છે. લેટે હનુમાન મંદિરના દર્શન વગર પ્રયાગરાજની યાત્રા અધુરી ગણાય છે.

આલ્ફ્રેડ પાર્ક / ચંદ્રશેખર આઝાદ પાર્ક: આલ્ફ્રેડ પાર્ક

આલ્ફ્રેડ પાર્ક, જે હવે ચંદ્રશેખર આઝાદ પાર્ક તરીકે પણ ઓળખાય છે. આ પાર્ક ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાની ચંદ્રશેખર આઝાદની બહાદુરી અને બલિદાનનું પ્રતીક છે. પ્રયાગરાજના સિવિલ લાઇન્સ વિસ્તારમાં આવેલું આ ઉદ્યાન લગભગ 133 એકરમાં ફેલાયેલો છે, જે શહેરનો સૌથી મોટો ઉદ્યાન છે.

આ પણ વાંચો | દિવાળી વેકેશન પ્રવાસ માટે રાજસ્થાનના 5 પ્રખ્યાત જોવાલાયક સ્થળ

અલ્હાબાદ મ્યુઝિયમ

અલ્હાબાદ મ્યુઝિયમ પ્રયાગરાજમાં ચંદ્રશેખર આઝાદ પાર્કની નજીક આવેલું એક મોટું મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમમાં તમે પ્રાચીન શિલ્પો, હસ્તપ્રતો, ચિત્રો અને ઐતિહાસિક વારસો જોઈ શકો છો. આ મ્યુઝિયમમાં તમને નહેરુ પરિવાર અને મહાત્મા ગાંધી જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે જોડાયેલી વસ્તુઓ જોવા મળશે.

મહાકુંભ જીવનશૈલી પ્રવાસ diwali