Sasan Gir National Park Visit In Diwali Vacation 2025 : સાસણ ગીર અભ્યારણ પ્રવાસીઓ માટે ખુલી ગયું છે. એશિયાટિક સિંહનું ઘર ગણાતા ગુજરાતના સાસણ ગીર અભ્યારણના દરવાજા 16 ઓક્ટોબર, 2025ના રોજ પ્રવાસીઓ માટે ખોલવામાં આવ્યો છે. સાસણ ગીર અભ્યારણ ખુલતા જ દિવાળી વેકેશનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ સિંહ જોવા માટે પહોંચશે. જો તમે પણ સાસણગીર અભ્યારણ જોવા માંગો છો તો અહીં ઓનલાઇન બુકિંગ થી લઇ અભ્યારણ જોવાનો સમય અને ચાર્જ સહિત તમામ વિગત આપી છે.
સાસણ ગીર અભ્યારણ માટે ઓનલાઇન બુકિંગ કેવી રીતે કરવું?
સાસણગીર અભ્યારણની મુલાકાત માટે ઓનલાઇન બુકિંગ સુવિધા ઉપલબ્ધ છે.
- તમારે https://sasangirnationalpark.in વેબસાઇટ પર ઓનલાઇન બુકિંગ કરાવી પડશે.
- અહીં તારીખ, સમય અને પ્રવાસીઓની સંખ્યા, મોબાઇલ નંબર અને ઇમેલ આઈડી દાખલ કરી ઓનલાઇન બુકિંગ કરવાની રહેશે.
- પ્રવાસીઓની સુવિધા માટે 3 મહિના પહેલાની તારીખ બુક કરી શકાય છે.
ગીર નેશનલ પાર્ક મુલાકાતનો સમય
પ્રવાસીઓ માટે સાસણ ગીર અભ્યારણ જોવાનો સમય નક્કી કરવામાં આવ્યો છે. સીઝન મુજબ અભ્યારણની મુલાકાતના સમયમાં ફેરફાર થાય છે. સવાર અને સાંજ એમ બે ટાઇમ સ્લોટ હોય છે. પ્રવાસી તેમની અનુકુળતા મુજબ ટાઇમ પસંદ કરી શકે છે. વનવિભાગની જીપમાં પ્રવાસીઓને 3 કલાક સુધી સાસણ ગીર અભ્યારણમાં સિંહ દર્શન કરાવવામાં આવે છે.
સપ્તાહના તમામ દિવસ રવિવાર થી શનિવાર દરમિયાન પ્રવાસીઓને સવારે 6 થી 9 વાગે સુધી, 9 થી 12 વાગે બપોર સુધી અને ત્યાર પછી 3 થી 6 વાગે સાંજ સુધી સાસણ ગીર અભ્યારણમાં ફરાવવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે, ગીર જંગલ સફારી દર વર્ષે 16 જૂનથી 16 ઓક્ટોબર સુધી બંધ રહે છે.
ઋતુ તારીખ સવારનો સમય સાંજનો સમય શિયાળો (16 ઓક્ટોબર, 2025 થી 20 ફેબ્રુઆરી 2026) સોમવાર થી રવિવાર સવારે 6:30 થી 9:30 સુધીસવારે 9:30 થી 12:30 સુધી બપોરે 3:00 થી 6:00 વાગ્યા સુધી ઉનાળો (1 માર્ચ થી 15 જૂન) સોમવાર થી રવિવાર સવારે 6:૦૦ થી 9:૦૦ વાગેસવારે 9:00 થી 12:00 વાગે સુધી સાંજે 4:00 થી 7:00 વાગ્યા સુધી
સાસણ ગીર અભ્યારણ માટે જીપ બુકિંગ
સાસણ ગીર અભ્યારણમાં પ્રવાસીઓને વનવિભાગની જીપમાં બેસાડી ફરાવવામાં આવે છે. જેમા ગીર સિંહ સફારીના ભાવ પ્રતિ વ્યક્તિ દીઠ ₹ 4300 થી ₹ 7500 ની વચ્ચે હોય છે (પરમિટ, જિપ્સી, ગાઇડ ચાર્જ, સેવાઓ અને કર સહિત). લોકોની સંખ્યાના આધારે સપ્તાહના અંતે, રજાઓ અને લોંગ વિકેન્ડ દરમિયાન ચાર્જમાં ફેરફાર થઇ શકે છે. વિદેશી મુલાકાતીઓ માટે આ ચાર્જ પ્રતિ વ્યક્તિ ₹ 15500 થી ₹ 17500 સુધી હોય છે (પરમિટ, જિપ્સી, ગાઇડ ચાર્જ, સેવાઓ અને કર સહિત).
બુકિંગ રદ કરવા પર રિફંડ મળે?
- તમારી પરમિટ તારીખના 10 દિવસ પહેલા રદ કરો : 75 ટકા રિફંડ
- 5 દિવસ પહેલા રદ કરો : 50 ટકા રિફંડ
- 2 દિવસ પહેલા રદ કરો: 25 ટકા રિફંડ
- 2 દિવસથી ઓછો સમય: કોઈ રિફંડ નહીં મળે