Diwali Vacation Tour : શું તમે પણ દિવાળીમાં પ્રવાસ કરવાનું વિચારી રહ્યા છો. જો હા, તો તમે મેઘાલયની રાજધાની શિલોંગ જઈ શકો છો. જાણકારી માટે જણાવી દઈએ કે લોકોએ મેઘાલયની રાજધાની શિલોંગને 2025માં ફરવા માટે પોતાના સૌથી પસંદગીના સ્થળ તરીકે પસંદ કર્યું છે. આ જાણકારી’સ્કાયસ્કેનરના વાર્ષિક ‘ટ્રાવેલ ટ્રેન્ડ્સ રિપોર્ટ’માંથી સામે આવી છે. બુધવારે બહાર પાડવામાં આવેલા અહેવાલમાં શિલોંગ એકમાત્ર ભારતીય શહેર છે. સ્કાયસ્કેનર’ એક લોકપ્રિય એપ્લિકેશન છે જે વિશ્વભરના આવા સ્થાનો પર નજર રાખે છે.
શું કહે છે સ્કાયસ્કેનરનો રિપોર્ટ?
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 2025માં 66 ટકા ભારતીયો મેઘાલયની મુલાકાત લેવાનો ઇરાદો ધરાવે છે. રિપોર્ટ અનુસાર પૂર્વના સ્કોટલેન્ડ કહેવાતા શિલોંગ તે મનપસંદ સ્થળોની યાદીમાં પ્રથમ સ્થાને છે. શિલોંગને એક શાનદાર સ્થળ તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં ફરવા જવાની અનુભૂતિ હંમેશાં સુખદ હોય છે. આ યાદીમાં અઝરબૈજાનનું બાકુ અને મલેશિયાનું લંગકાવી બીજા અને ત્રીજા ક્રમે છે.
લોકો કઈ કઈ જગ્યાઓ સર્ચ કરી રહ્યા છે?
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીયો આવતા વર્ષે જે અન્ય શહેરોની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છે અને ઇન્ટરનેટ પર માહિતી માટે ચેક કરી રહ્યા છે તેમાં નોર્વેનો ટ્રોમ્સો, ઉઝબેકિસ્તાનનું તાશ્કંદ અને સાઉદી અરેબિયાનું અલ-ઉલા સામેસ છે. આ રિપોર્ટ 1000થી વધુ ભારતીય પ્રવાસીઓના સર્વે પર આધારિત છે. ‘બેસ્ટ વેલ્યુ ડેસ્ટિનેશન લિસ્ટ’ પણ પ્રકાશિત કરવામાં આવ્યું છે, જેમાં એવા શહેરોનો સમાવેશ થાય છે જે પૈસાની દ્રષ્ટિએ સૌથી યાદગાર અનુભવ પ્રદાન કરે છે અને જેમની એર ટિકિટના ભાવમાં છેલ્લા એક વર્ષમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે.
આ પણ વાંચો – આ સ્થળે નથી ગયા તો તમારો જયપુર પ્રવાસ અધુરો રહેશે, રોમાંચક છે અનુભવ
રિપોર્ટ મુજબ કઝાકિસ્તાનનું અલ્માટી ‘બેસ્ટ વેલ્યૂ ડેસ્ટિનેશન લિસ્ટ’માં પહેલા સ્થાન પર છે, એર ટિકિટની કિંમતમાં 44 ટકાનો ઘટાડો થયો છે. આ યાદીમાં ઈન્ડોનેશિયાનું જકાર્તા બીજા ક્રમે છે, તે પછી સિંગાપોર અને કુઆલાલંપુર (મલેશિયા)નો નંબર આવે છે. જેની એર ટિકિટના ભાવમાં 27 ટકા અને 19-19 ટકાનો ઘટાડો થયો છે.
ભારતીયો ફરવા માટે શહેરની પસંદગી કરતી ખર્ચને સૌથી વધુ મહત્વ આપે છે
રિપોર્ટ અનુસાર, ભારતીય પ્રવાસીઓ ફરવા માટે શહેરની પસંદગી કરતી વખતે મુસાફરીના કુલ ખર્ચને સૌથી વધુ મહત્વ આપે છે. નિર્ણય લેવાની પ્રક્રિયામાં 65 ટકા ભારતીયો માટે હોટેલનો ખર્ચ, હવાઈ મુસાફરીનો ખર્ચ (62 ટકા) અને 54 ટકા ભારતીયો માટે ખાવા-પીવાનો ખર્ચ એ મહત્ત્વનાં પરિબળો હતાં.