દિવાળી વેકેશનમાં ઓછા બજેટમાં પતિ-પત્ની માટે વિઝા ફ્રી દેશ, બસ થશે આટલો ખર્ચ

Diwali Vacation Tour : દિવાળીનું વકેશન આવતા જ લોકો મોટી સંખ્યામાં ફરવા ઉપડી જાય છે. તમારા માટે કેટલીક એવી વિદેશ ટ્રીપ લઈને આવ્યા છીએ, જે તમારા ખિસ્સા પર મોટી અસર નહીં કરે. માત્ર એટલું જ નહીં તમે અહીંયા ફરવાની સાથે-સાથે સારી-સારી જગ્યાએ પણ જઈ શકો છો

Written by Ashish Goyal
October 07, 2024 21:08 IST
દિવાળી વેકેશનમાં ઓછા બજેટમાં પતિ-પત્ની માટે વિઝા ફ્રી દેશ, બસ થશે આટલો ખર્ચ
માલદીવ એ 1,000 થી વધુ કોરલ ટાપુઓથી બનેલા 26 એટોલ્સનો દ્વીપસમૂહ છે. જે તેમના અદભૂત સફેદ-રેતીના દરિયાકિનારા, સ્ફટિકીય પાણી અને દરિયાઈ જીવન માટે જાણીતા છે. (તસવીર - સોશિયલ મીડિયા)

Diwali Vacation Tour : વિદેશમાં ફરવાનો શોખ કોને નથી હોતો, દરેકની ઈચ્છા હોય છે કે તે એક વખત તો ફોરેનમાં ફરી આવે પરંતુ ઘણા લોકો એવા છે જોઓ બજેટના કારણે વિદેશમાં જઈ શક્તા નથી, જેનું નામ લેતા જ માણસ પોતાને ગરીબ માનવામાં લાગે છે. પરંતુ આજે અમે તમારા માટે કેટલીક એવી વિદેશ ટ્રીપ લઈને આવ્યા છીએ, જે તમારા ખિસ્સા પર મોટી અસર નહીં કરે. માત્ર એટલું જ નહીં તમે અહીંયા ફરવાની સાથે-સાથે સારી-સારી જગ્યાએ પણ જઈ શકો છો, તમને જણાવી દઈએ કે આ ટ્રીપ તમને 1 થી 2 લાખની વચ્ચે જ પડશે.

સામોઆ

સામાઓ દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં એક નાનકડો દ્વીપ છે, જે હવાઈ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે પડે છે. આ પોલિનેશિયાનો ભાગ પણ છે અને બે મુખ્ય દ્વીર, ઉપોલુ અને સાવાઈની સાથે-સાથે ઘણા નાના દ્વીપોથી બનેલો છે. સામોઆની રાજધાની અપિયા, ઉપોલુ પર સ્થિત છે. સામોઆ પોતાની જીવંત સંસ્કૃતિ, કદરતી સૌંદર્ય અને પ્રાચીન તટો માટે પ્રખ્યાત છે.

નેપાળ

નેપાળ તેના કુદરતી સૌંદર્ય માટે પણ પ્રખ્યાત છે, અહીંની હિમાલયની હારમાળા લોકોને મંત્રમુગ્ધ કરી દે છે. માઉન્ટ એવરેસ્ટ જેવા હિમાલયના ઊંચા શિખરો આખી દુનિયામાં પ્રખ્યાત છે. કાઠમંડુ, રાજધાની અને સૌથી મોટું શહેર, દેશની સંસ્કૃતિ, અર્થતંત્ર અને રાજકારણનું કેન્દ્ર રહ્યું છે.

ભૂટાન

ભૂટાન એ ભારત અને ચીનની સરહદે પૂર્વી હિમાલયમાં સ્થિત એક નાનું, લેન્ડલોક રાજ્ય છે. આ સ્થળ તેના આશ્ચર્યજનક પર્વત દૃશ્યો, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને પર્યાવરણીય સંરક્ષણ માટે પ્રખ્યાત છે. ભૂતાનને ઘણીવાર “છેલ્લી શાંગરી-લા” તરીકે ઓળખવામાં આવે છે. રાજધાની થિમ્પુ પરંપરાગત ભૂટાની આર્કિટેક્ચર અને આધુનિક વિકાસનું મિશ્રણ છે.

આ પણ વાંચો – Diwali Vacation Tour: દિવાળી વેકેશન ફરો ગુજરાત, પ્રખ્યાત 7 સ્થળ

માલદીવ

માલદીવ યુગલો માટે સ્વર્ગ પણ છે જે હિંદ મહાસાગરમાં સ્થિત છે. આ સ્થાન શ્રીલંકા અને ભારતના દક્ષિણ-પશ્ચિમમાં આવે છે. માલદીવ એ 1,000 થી વધુ કોરલ ટાપુઓથી બનેલા 26 એટોલ્સનો દ્વીપસમૂહ છે. જે તેમના અદભૂત સફેદ-રેતીના દરિયાકિનારા, સ્ફટિકીય પાણી અને દરિયાઈ જીવન માટે જાણીતા છે. દેશની રાજધાની માલે વિશ્વની સૌથી નાની રાજધાનીઓમાંની એક છે.

મોરેશિયસ

મોરેશિયસ એ હિંદ મહાસાગરમાં સ્થિત એક ટાપુ રાષ્ટ્ર છે. તેના નૈસર્ગિક દરિયાકિનારા, પીરોજ લગૂન અને લીલાછમ જંગલો માટે જાણીતું, મોરિશિયસ એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે જે કુદરતી સૌંદર્ય અને સાંસ્કૃતિક વિવિધતાનું મિશ્રણ છે. ટાપુની રાજધાની અને સૌથી મોટું શહેર પોર્ટ લુઇસ દેશના આર્થિક અને રાજકીય કેન્દ્ર તરીકે કામ કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ