સિઝનલ રોગચાળો | કમળો કોલેરા અને ટાઈફોઈડ રોગથી બચવા આટલું કરો

ભરઉનાળે વાદળછાયું વાતાવરણ તો ક્યાંક ઝાપટા, ડબલ સીઝનના લીધે રોગચાળાના કેસો વધે છે ત્યારે શરીર સ્વાસ્થ્યનું ધય્ન રાખવું ખુબજ જરૂરી છે, સિઝનલ રોગચાળાથી બચવા માટે શું કરવું?

ભરઉનાળે વાદળછાયું વાતાવરણ તો ક્યાંક ઝાપટા, ડબલ સીઝનના લીધે રોગચાળાના કેસો વધે છે ત્યારે શરીર સ્વાસ્થ્યનું ધય્ન રાખવું ખુબજ જરૂરી છે, સિઝનલ રોગચાળાથી બચવા માટે શું કરવું?

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
double season disease

સિઝનલ રોગચાળો | કમળો કોલેરા અને ટાઈફોઈડ રોગથી બચવા આટલું કરો

ગુજરાતમાં આ વખતે ચોમાસુ વહેલું છે, ઉનાળાના અસહ્ય તાપનો અનુભવ કર્યા બાદ થોડા દિવસ પહેલા ભર ઉનાળે ચોમાસા જેવો વરસાદ પડ્યો હતો અને ઘણી જગ્યાએ પાણી પણ ભરાઈ ગયા હતા. ત્યારે ગરમીથી લોકોને 2-3 દિવસ રાહત મળી પરંતુ ફરી બફારો ચાલુ છે, સતત બદલાતું વાતાવરણના લીધે શરીરના સ્વાસ્થ્ય પર તરતજ અસર થાય છે.

Advertisment

ભરઉનાળે વાદળછાયું વાતાવરણ તો ક્યાંક ઝાપટા, ડબલ સીઝનના લીધે રોગચાળાના કેસો વધે છે ત્યારે શરીર સ્વાસ્થ્યનું ધય્ન રાખવું ખુબજ જરૂરી છે, સિઝનલ રોગચાળાથી બચવા માટે શું કરવું?

પાણી અને આરોગ્યનો સીધો સંબંધ છે, જેથી પાણીજન્ય રોગો જેવા કે ઝાડા, ઝાડા-ઉલ્ટી, મરડો, કોલેરા, કમળો, ટાઈફોઈડ જેવા રોગો થવાનું જોખમ વધી જાય છે.

સિઝનલ રોગચાળાથી બચવા આટલું કરો

  • પાણી ઉકાળેલું પીવો : પીવાના પાણીને ઉપયોગમાં લેતાં પહેલાં ઉકાળીને પીવું.
  • વાસી ખોરાક ટાળો : બજારનો વાસી ખોરાક અને ખુલ્લા ખોરાકનો ઉપયોગ ટાળવો.
  • ક્લોરીન વાળું પાણી : પીવાના 20 લીટર પાણીમાં 1 ક્લોરીનની ગોળીનો ભૂકો કરીને નાખવો. અને અડધા કલાક પછી જ પીવાના ઉપયોગમાં લેવું.
  • સાફ સફાઈ : તમામ ટાંકી, વપરાશનું પાણી વગેરે સાફ કરાવી તેમાં નિયત પ્રમાણમાં બ્લીચીંગ પાવડરનું દ્રાવણ નાંખી ક્લોરીનેશન કરેલું પાણી જ પીવાના ઉપયોગમાં લેવું.
  • સ્વચ્છતા : ઘરોની આજુબાજુ ગંદકી કરવી નહી, કચરાનો યોગ્ય નિકાલ કરવો.
  • ઠેર ઠેર એકઠાં થયેલા ઉકરડાનો નાશ કરવો અને ચૂનાના પાવડરનો છંટકાવ કરવો.
  • ઓ.આર.એસ : ઝાડા-ઉલ્ટીની અસર ધરાવતાં દર્દીને તાત્કાલિક ઓ.આર.એસ. બનાવી પીવડાવો.
  • સ્વસ્થ ખોરાક લેવો : ખાવાની ચીજોને ઢાંકીને રાખવા, દૂધ ઉકાળીને પીવું, ઘરનું ફ્રેશ ખાવાનું પસંદ કરો.
  • જો કમળો કોલેરા અને ટાઈફોઈડ, ઝાડા-ઉલ્ટીની અસર ધરાવતાં દર્દીએ નજીકના ડોક્ટર અથવા સરકારી દવાખાનાનો સંપર્ક કરી યોગ્ય સલાહ અને સારવાર મેળવો.
Advertisment
જીવનશૈલી health tips