Health Tips In Gujarati | ભાદરવો મહિનો શરૂ છે, આ ઋતુમાં ચોમાસું વિદાય લેય છે અને શિયાળો ધીમે ધીમે શરૂ થવા લાગે છે, આ મહિનામ વર્ષની સૌથી વધુ બીમારીઓ જોવા મળે છે. જેમ વાયરલ ફીવર એ વાયરલ ઇન્ફેક્શન જેવી સામાન્ય બીમારી જોવા મળે છે. જેમાં લક્ષણો સામાન્ય રીતે તાવ આવવો, ઠંડી લાગવી, શરીરમાં દુખાવો, થાક, ગળામાં દુખાવો, કફ, શરદી અને નબળાઇ છે.
બેવડી ઋતુમાં બીમાર પડો ત્યારે યોગ્ય આરામ અને દવાઓ સ્વસ્થ થવા માટે જરૂરી છે, જેમાં આહાર પણ રોગપ્રતિકારક શક્તિ વધારવા અને ઉપચાર પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વાયરલ ફીવર દરમિયાન આપણું પાચનતંત્ર નબળું પડી જાય છે,
બહારનો વાસી કે ઘરનો તાજો ખોરાક ખાવામાં ન આવે તો લક્ષણો વધુ ખરાબ થઈ શકે છે અથવા સ્વસ્થ થવામાં વાર થઇ શકે છે. જેથી ચોક્કસ ખોરાક ટાળવો અને શરીરના કુદરતી ઉપચારને ટેકો આપતા હળવા, પૌષ્ટિક આહાર પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ છે. અહીં વાયરલ ફીવર દરમિયાન તમારે ટાળવા જોઈએ એવા ખોરાકની યાદી તેમજ સ્વસ્થ વિકલ્પો શેર કર્યા છે જે સ્વસ્થ થવામાં મદદ કરી શકે છે.
કિડનીમાં પથરીથી બચવાનો સરળ ઉપાય, આ મોસમી ફળ ખાવાની આચાર્ય બાલકૃષ્ણ આપી સલાહ
બેવડી ઋતુમાં વાયરલ ઇન્ફેકશનથી બચવા શું ધ્યાન ટાળવું?
- ઠંડી વસ્તુઓ : આઈસ્ક્રીમ, ઠંડા પીણાં, ઠંડા જ્યુસ, સોડા.ઠંડી વસ્તુઓ ગળામાં દુખાવો અથવા શરદીના લક્ષણોને વધુ ખરાબ કરી શકે છે.
- ડેરી ઉત્પાદનો (કેટલાક કિસ્સાઓમાં) : જો તમને પહેલાથી જ કફ કે ખાંસી હોય, તો દૂધ, પનીર અને ચીઝ કફ વધારી શકે છે.
- મીઠાઈઓ : વધુ પડતી ખાંડ તમારી રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી શકે છે અને બળતરા વધારી શકે છે.
- તેલયુક્ત અને મસાલેદાર ખોરાક : જેમ કે સમોસા, પકોડા, ચિપ્સ, ફ્રાઇડ રાઈસ વગેરે. આ પચવામાં મુશ્કેલ હોય છે અને પેટમાં બળતરા પેદા કરી શકે છે.
- જંક ફૂડ / સ્ટ્રીટ ફૂડ : બહારનું ખાવાનું સ્વાસ્થ્યપ્રદ હોઈ શકે છે અને ચેપ વધારી શકે છે.
- કેફીન અને આલ્કોહોલ : ચા, કોફી (વધુ પડતું) અને આલ્કોહોલ શરીરને ડિહાઇડ્રેટ કરી શકે છે અને રિકવરી ધીમી કરી શકે છે.
- કાચો કે ઓછો રાંધેલો ખોરાક : સલાડ અથવા ઓછું રાંધેલું મીટ વધુ ચેપનું કારણ બની શકે છે.