/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/11/clove-water-benefits-.jpg)
લવિંગ પાણી પીવાના ઘણા ફાયદા છે (તસવીર - ફ્રીપિક)
clove water benefits : દેશના ઘણા ભાગોમાં હવે હળવા શિયાળાનો અનુભવ થઇ રહ્યો છે. આ ઋતુમાં પોતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. શિયાળાની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ ઘણી વખત નબળી પડે છે. ઇમ્યુનિટી વધારવા માટે લોકો ઘણા પ્રકારના ઘરેલું ઉપાય અપનાવે છે. તેમાંથી એક લવિંગનું પાણી છે.
બોડીને ડિટોક્સ કરે છે લવિંગનું પાણી
લવિંગમાં વિવિધ પ્રકારના એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટી ઇંફ્લેમેટરી અને એન્ટીઓકિસડન્ટ ગુણ હોય છે, જે શરીરમાંથી હાનિકારક તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે, જેનાથી પાચનતંત્ર મજબૂત થાય છે. તેનું સેવન કરવાથી શરીર પણ ડિટોક્સ થાય છે. ઊંઘતા પહેલા તેનું સેવન કરવાથી આખો દિવસ થાક અને તણાવમાં રાહત મળે છે, જેના કારણે સારી ઊંઘ આવે છે.
લવિંગનું પાણી કેવી રીતે બનાવવું?
લવિંગનું પાણી તૈયાર કરવું સૌથી સરળ છે. આ માટે એક ગ્લાસ પાણીમાં 2 થી 3 લવિંગ ઉમેરી તેને ઉકાળો. જ્યારે પાણી અડધું થઈ જાય ત્યારે તેને ઠંડુ કરો અને તેને ગળી લો. તમે તમારા સ્વાદ અનુસાર તેમાં મધ પણ ઉમેરી શકો છો. સૂવાના સમયના લગભગ 20 મિનિટ પહેલા ધીમે ધીમે લવિંગનું પાણી પીવું વધુ સારું છે.
આ પણ વાંચો - 14 દિવસ સુધી ખોરાકમાં તેલનો ઉપયોગ બંધ કરો તો શરીર પર શું અસર થશે? જાણો
લવિંગનું પાણી પીવાના ફાયદા
- લવિંગનું પાણી નિયમિતપણે પીવાથી શરીર અંદરથી સાફ થાય છે અને મેટાબોલિઝમ વધુ સારું રહે છે.
- તેનું સેવન કરવાથી વજન નિયંત્રણમાં રહે છે અને ત્વચા પર ચમક પણ રહે છે.
- લવિંગનું પાણી ગેસ, અપચો અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓને ઘટાડે છે.
- રાત્રે પીવાથી તણાવ ઓછો થાય છે અને ઊંઘની ગુણવત્તામાં સુધારો થાય છે.
- નિયમિત સેવન કરવાથી શરીરમાં તાજગી અને ઉર્જા રહે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us