Dry Skin Home Remedies | મોંઘા લોશનની જરૂર નથી, શિયાળા દરમિયાન સ્કિન રહેશે સોફ્ટ અને હાઇડ્રેટેડ, કરો ઘરેલુ ઉપચાર

Dry Skin Home Remedies | શિયાળાની ઋતુમાં ડ્રાય સ્કિનની સમસ્યાથી બચવા માટે જો તમે પણ આ મોંઘા બોડી લોશનની નિષ્ફળતાથી પરેશાન છો, તો તમે તમારા ઘરમાં હાજર કેટલાક તેલની મદદ લઈ શકો છો.

Written by shivani chauhan
November 07, 2024 07:00 IST
Dry Skin Home Remedies | મોંઘા લોશનની જરૂર નથી, શિયાળા દરમિયાન સ્કિન રહેશે સોફ્ટ અને હાઇડ્રેટેડ, કરો ઘરેલુ ઉપચાર
Dry Skin Home Remedies | મોંઘા લોશનની જરૂર નથી, શિયાળા દરમિયાન સ્કિન રહેશે સોફ્ટ અને હાઇડ્રેટેડ, કરો ઘરેલુ ઉપચાર

Dry Skin Home Remedies | શિયાળો (Winter) ની અસર હવે ધીમે ધીમે વર્તાઈ રહી છે. આ સીઝનમાં સવારે નાહીને નીકળતાંજ મોસ્ચ્યુરાઇઝ કે લોશનની જરૂર પડે છે કારણ કે ઠંડા અને સૂકા પવનોને લીધે આપણી સ્કિન ડ્રાય (Dry Skin) થઇ જવાની સમસ્યા વધી જાય છે. શિયાળામાં, આપણી ત્વચા તેની ભેજ ગુમાવે છે જેના કારણે તેની ચમક પણ જતી રહે છે. ઘણીવાર આ સમસ્યાનો સામનો કરવા માટે આપણે માર્કેટમાં મળતા મોંઘા બોડી લોશન કે મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરીએ છીએ. કેટલાક બોડી લોશન સારી રીતે કામ કરે છે, તો કેટલાક એવા હોય છે જે બિલકુલ કામ કરતા નથી અથવા તેમની અસર લાંબો સમય ટકી શકતી નથી.

શિયાળાની ઋતુમાં ડ્રાય સ્કિનની સમસ્યાથી બચવા માટે જો તમે પણ આ મોંઘા બોડી લોશનની નિષ્ફળતાથી પરેશાન છો, તો તમે તમારા ઘરમાં હાજર કેટલાક તેલની મદદ લઈ શકો છો. તમે તેલનો ઉપયોગ કરવાનું શરૂ કરો છો, ત્યારે તમારી ત્વચા માત્ર નરમ જ નહીં પરંતુ હાઇડ્રેટેડ અને ગ્લોઇંગ પણ બનશે. અહીં જાણો ક્યાં શિયાળાની ડ્રાય સ્કિન માટે તેલ ઉપયોગ થશે અસરકારક સાબિત

આ પણ વાંચો: Uric Acid Control Tips: યુરિક એસિડ કન્ટ્રોલ કરવામાં આમળા અકસીર, જાણો આમળાનું સેવન કરવાના ફાયદા

શિયાળામાં ડ્રાય સ્કિન માટે તેલ

બદામનું તેલ

બદામનું તેલ અથવા આલ્મન્ડ ઓઇલ પણ તમારી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તમને તેમાં વિટામીન E ભરપૂર માત્રામાં મળે છે જે તમારી ત્વચાને કોમળ બનાવે છે. જો તમે શિયાળામાં તેનો ઉપયોગ કરવા માંગો છો, તો તમારે તેને સ્નાન કરતા પહેલા તમારા આખા શરીર પર લગાવવું જોઈએ.

નારિયેળ તેલ

શિયાળાના આ દિવસોમાં તમારી ત્વચા માટે નારિયેળ તેલથી વધુ સારું બીજું કંઈ હોઈ જ ન શકે. નાળિયેર તેલ તમારી ત્વચામાં ઊંડે સુધી પ્રવેશ કરે છે અને હાઇડ્રેશન પ્રદાન કરે છે. જ્યારે તમે તમારી ત્વચા પર નાળિયેર તેલનો ઉપયોગ કરો છો, ત્યારે તે નરમ અને ચમકદાર રહે છે. એટલું જ નહીં, નાળિયેર તેલનો ઉપયોગ કરીને તમે ઘણા પ્રકારના ચેપથી પણ સુરક્ષિત રહે છે.

આ પણ વાંચો: Diwali 2024 | તહેવારો દરમિયાન વજન વધવા લાગ્યું છે? આટલા ફેરફાર થી વજન આવશે ટ્રેક પર

સનફ્લાવર ઓઇલ

સનફ્લાવર ઓઇલ સ્કિનને મોઈશ્ચરાઈઝ કરવામાં મદદ કરે છે. તે સ્કિનને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે અને તેને શુષ્ક થતી અટકાવામાં મદદ કરે છે. આ એટલા માટે છે કારણ કે તે આવશ્યક ફેટી એસિડથી સમૃદ્ધ છે જે સ્કિનમાં કુદરતી ભેજને જાળવવામાં મદદ કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ