Dryfruits Benefits : શિયાળામાં આ 3 ડ્રાયફુટ્સના સેવનથી બોડીને એનર્જી મળશે; શરીરનું વજન, બ્લડ સુગર અને ભૂખ ત્રણેય કન્ટ્રોલમાં રહેશે

Dryfruits Eating Benefits In Winter : શિયાળામાં શરીરને ગરમ રાખવા માટે વધારે એનર્જીની જરૂર પડે છે પરિણામે ભૂખ પણ વધારે લાગે છે. વધારે જમવાથી શરીરનું વજન વધવાનું અને બ્લડ સુગર અને ડાયાબિટીશનું જોખમ રહે છે. શિયાળામાં આ 3 ડ્રાયફ્ટુસનું સેવન કરીને તમે શરીરને મજબૂત તંદુરસ્ત રાખવામાં મદદ મળશે

Written by Ajay Saroya
October 24, 2023 21:28 IST
Dryfruits Benefits : શિયાળામાં આ 3 ડ્રાયફુટ્સના સેવનથી બોડીને એનર્જી મળશે; શરીરનું વજન, બ્લડ સુગર અને ભૂખ ત્રણેય કન્ટ્રોલમાં રહેશે
ડ્રાયફુટ્સનું નિયમિત સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. (Express File Photo)

Dryfruits Eating Benefits In Winter Season : શિયાળામાં ખાવાની ટેવ ઝડપથી બદલાય છે. આપણે તળેલા, શેકેલા અને ભારે ખોરાક લેવા પર ભાર મૂકીએ છીએ. શિયાળાની ઋતુમાં વધારે ભૂખ લાગે લાગે છે. શિયાળામાં ભૂખ લાગવા પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ જવાબદાર છે. ઠંડા વાતાવરણમાં શરીરનું તાપમાન ઘટે છે જેના કારણે આપણી ભૂખ વધે છે. ભોજન કરવાથી શરીરમાં આંતરિક ગરમી ઉત્પન્ન થાય છે, જેનાથી શરીરનું તાપમાન વધે છે. આ સિઝનમાં આપણે વધુ મીઠાઈ અને વધુ કેલરીવાળા ખોરાકનું સેવન કરીએ છીએ. વધુ કેલરીવાળો ખોરાક લેવાથી શરીરમાં ચરબી ઝડપથી જમા થાય છે.

શિયાળામાં ડ્રાયફુટ્સનું સેવન કરવાના ફાયદા (Dryfruits Benefits In Winter Season)

શિયાળાની ઋતુમાં મેટાબોલિઝમ ઝડપથી વધે છે જેના કારણે આપણા શરીરને વધારે કેલરીની જરૂર પડે છે. જો તમે પણ શિયાળામાં શરીરની હાઈ કેલરીની માંગને સંતોષવા માંગતા હોવ તો કેટલાક ખાસ ડ્રાયફ્રુટ્સનું સેવન કરો. આ ડ્રાયફ્રુટ્સનું સેવન કરીને તમે તમારી ભૂખને સરળતાથી સંતોષી શકો છો અને તમારા વજનને પણ કન્ટ્રોલમાં રાખી શકો છો.

roasted dryfruits or raw dryfruits
શેકેલા ડ્રાયફ્રુટ્સ અથવા કાચા ડ્રાયફ્રુટ્સ

ડ્રાય ફ્રૂટ્સમાં લગભગ તમામ પોષક તત્વો હોય છે જે આપણા શરીરમાં પોષક તત્વોની ઉણપને પૂર્ણ કરે છે અને આપણા વજનને કન્ટ્રોલમાં રાખે છે. ડ્રાયફૂટ્સનું સેવન કરવાથી વાત, પિત્ત અને કફ દોષોને સંતુલિત કરવામાં મદદ મળે છે. ડ્રાય ફ્રૂટ્સ શિયાળામાં પાચનક્રિયા સુધારે છે અને વજનને કન્ટ્રોલમાં રાખે છે. ચાલો જાણીએ એવા ક્યા ડ્રાયફ્રુટ્સ છે જે શિયાળામાં વજનને કન્ટ્રોલમાં રાખવામાંમ મદદરૂપ બને છે.

પિસ્તા વજનને નિયંત્રિત કરે છે (Pistachios Benefits For Health)

પિસ્તા એક એવું ડ્રાયફ્રુટ છે જે શિયાળામાં શરીરને હૂંફ આપે છે અને વજન પણ ઘટાડે છે. આ ડ્રાયફ્રુટની પ્રકૃતિ ગરમ છે જે શરીરને હૂંફ આપે છે. આ ડ્રાયફ્રૂટમાં ખૂબ જ ઓછી કેલરી હોય છે જે શરીરના વજનને કન્ટ્રોલમાં રાખે છે. પોષક તત્વોથી ભરપૂર પિસ્તા લોહીમાં સુગર લેવલને કન્ટ્રોલ કરે છે અને ભૂખ પણ શાંત કરે છે. 100 ગ્રામ પિસ્તાનું સેવન કરવાથી શરીરની તમામ જરૂરિયાતો પૂરી થાય છે અને વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.

Weight Loss tips | Weight Loss Diet | Weight Loss health tips
વેઇટ લોસ માટેની ટીપ્સ (Photo – Canva)

અંજીર – વજન ઘટાડવામાં અસરકારક (Pistachios Benefits For Health)

અંજીર ફાઇબરથી ભરપૂર ડ્રાયફ્રુટ છે જેના સેવનથી શરીરને ઘણા ફાયદા થાય છે. આ ડ્રાયફ્રુટનું સેવન કરવાથી વજન ઝડપથી કન્ટ્રોલમાં આવે છે અને ભૂખને પણ નિયંત્રિત કરવામાં મદદ મળે છે. શિયાળામાં ભૂખને કન્ટ્રોલ કરવા માટે અંજીરનું સેવન કરો. જો તમે રોજ પલાળેલા અંજીર ખાઓ તો પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને ડાયાબિટીસ પણ કન્ટ્રોલમાં રહે છે.

આ પણ વાંચો | શિયાળામાં હૃદયની બીમારી થાય તે પહેલા કરો આ 8 તૈયારી, હાઈ કોલેસ્ટ્રોલ ઓછું થશે અને હાર્ટ એટેકનું જોખમ ઘટશે

બદામનું સેવન કરવાના ફાયદા(Almonds Benefits For Health)

શિયાળામાં બદામનું સેવન કરવાથી શરીરને ઉર્જા મળે છે અને હેલ્થ સારી રહે છે, ભૂખને કન્ટ્રોલમાં રાખે છે અને ભૂખ પણ શાંત થાય છે. જે લોકો શિયાળામાં તેમના વજનને કન્ટ્રોલ કરવા માંગે છે અને તેમના શરીને ગરમ અને ઊર્જાવાન રાખવા માંગે છે તેઓએ દરરોજ એક મુઠ્ઠીભર બદામનું સેવન કરવું જોઈએ. તમે સૂકી અથવા પલાળેલી બદામનું સેવન કરી શકો છો. બદામ પચવામાં સરળ છે. તેનું સેવન કરવાથી ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલનુ લેવલ કન્ટ્રોલમાં રહે છે અને હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ