/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/light-insects-in-rainy-season.jpg)
વરસાદની સિઝનમાં જીવજંતુઓ લાઈટ ચાલુ થતા જ ઘરમાં આવી જાય છે
light insects in rainy season : વરસાદી ઋતુની સૌથી મોટી સમસ્યા જીવજંતુઓની હોય છે. અમે વાત કરી રહ્યા છીએ વરસાદમાં આવતા જીવજંતુઓની જે આ ઋતુમાં લાઈટ ચાલુ થતા જ ઘરમાં આવી જાય છે. આ જંતુઓ ખોરાકમાં, પાણીમાં અને ઘરમાં રાખેલી દરેક વસ્તુ પર બેસી શકે છે અને પછી લાઇટ બંધ કર્યા પછી તમને ટોળામાં પાંખો દેખાશે. આ જીવજંતુઓના કારણે ક્યારેક ખાવા-પીવાનું પણ મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં તમે આ જંતુઓને દૂર કરવા માટે આ ઉપાયો અજમાવી શકો છો.
ઘરની બહારની લાઈટો ચાલુ કરો
વરસાદના આ જીવજંતુઓને દૂર કરવા માટે પહેલા ઘરની બહારની લાઇટ્સ ચાલુ કરો પછી અંદરની લાઇટ્સ કરો. બહારની લાઇટ 10 થી 15 મિનિટ અગાઉથી કરો છો. આમ કરવાથી ઉડતા જીવજંતુઓ ઘરની અંદર જવાને બદલે બહારની લાઈટો તરફ આકર્ષિત થશે. આ રીતે તેઓ ઘરમાં નહીં આવે અને પછી ઘરની બહાર જ રહેશે.
ઘરની અંદર અગરબત્તી ઉપયોગ કરો
ઘરની અંદર અગરબત્તીનો ઉપયોગ કરવાથી આ જંતુઓને ભગાડવામાં મદદ મળી શકે છે. આમ કરવાથી તેઓ ધુમાડાની અસરથી દૂર ભાગે છે. તમે રોઝમેરી જેવી જડીબુટ્ટીઓમાંથી બનેલી અગરબત્તી પસંદ કરી શકો છો. જંતુઓને દૂર રાખવા ઉપરાંત, તે હાનિરહિત હોય છે અને તમારા ઘરમાં એક સુખદ સુગંધ છોડી દે છે.
આ પણ વાંચો - કીડીઓ દર વખતે ખાંડના ડબ્બામાં આવી જાય છે? ફોલો કરો આ સરળ ટિપ્સ, આસપાસ પણ નહીં ભટકે!
લસણથી જંતુઓને દૂર કરો
લસણના દ્રાવણનો છંટકાવ કરીને, તમે આ જંતુઓને દૂર કરી શકો છો. આ મિશ્રણ બનાવવા માટે લસણનો રસ અને પાણી 1:6 ના ગુણોત્તરમાં મિક્સ કરી લો. હવે તેને ઘરના દરેક બલ્બ પર સ્પ્રે કરો. લસણના દ્રાવણથી જંતુઓને દૂર રાખી શકાય છે કારણ કે તે એન્ટિબેક્ટેરિયલ છે અને તેમની ગંધ એવી છે કે જંતુઓ પણ આસપાસ જોવા મળે છે.
આ સિવાય લીમડાના તેલનો ઉપયોગ કરીને તેનો છંટકાવ પણ કરી શકો છો. બીજું લીમડાના પાનને બાળીને પણ ધુમાડો કરી શકો છો, જે આ જીવજંતુઓને ભગાડવામાં ખૂબ જ કારગર છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us