/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/raisins.jpg)
કિસમિસ વજન વધારવામાં મદદ કરે છે (ફોટો - ફ્રીપીક)
Benefits of Raisins : સ્થૂળતા એક એવો રોગ છે, જે દેશ અને દુનિયામાં વધુ લોકોને અસર કરે છે. અને સ્થૂળતા ઘટાડવા માટે લોકો તમામ પ્રયત્નો કરે છે, તેમ છતાં પણ તેમને મન પ્રમાણે શરીર મળતું નથી. મોટા ભાગના લોકો માટે મેદસ્વીપણું એક મોટી સમસ્યા છે, તો કેટલાક લોકો એવા પણ હોય છે જે વજન ન વધવાથી પરેશાન હોય છે. કેટલાક લોકોનું વજન એટલું ઓછું હોય છે કે, તેઓ ગમે તેટલું કંઈ પણ ખાય તો પણ તેમના શરીરને લાગતું નથી. જ્યારે મોટાભાગના લોકો માને છે કે, તેઓ પાણી પીએ તો પણ તેમના શરીરને મળે છે. હવે સવાલ એ ઉભો થાય છે કે, કેટલાક લોકો બધું ખાધા પછી પણ ઓછા વજનવાળા કેમ રહે છે.
કેટલાક લોકોનું વજન ઓછું હોવા પાછળ ઘણા કારણો જવાબદાર હોય છે જેમ કે મેડિકલ કંડીશન, હાઈ મેટાબોલિઝમ, પૌષ્ટિક આહાર ન લેવો, તણાવ અને જિનેટિક્સના કારણે કેટલાક લોકોને વજન વધતું નથી. આવા લોકો કંઈપણ પહેરે તે તેમને જ ગમતું નથી અને તેઓ હંમેશા લઘુતાગ્રંથિનો ભોગ બને છે. જો તમારું વજન પણ ઓછું હોય અને લાખો પ્રયત્નો પછી પણ તમારું વજન વધતું નથી, તો તમારે દરરોજ કિસમિસનું સેવન શરૂ કરવું જોઈએ. કિસમિસ પોષક તત્વોથી ભરપૂર ડ્રાયફ્રૂટ છે, જે ઝડપથી વજન વધારે છે. આવો જાણીએ કે, કિસમિસનું સેવન વજન વધારવામાં કેવી રીતે મદદરૂપ થાય છે.
કિસમિસ થી વજન કેવી રીતે વધે છે?
જર્નલ ફોર ફૂડ એન્ડ ન્યૂટ્રિશન રિસર્ચ અનુસાર, કિશમિશ વજન વધારવા માટે એક અદ્ભુત ડ્રાયફ્રૂટ છે. 100 ગ્રામ કિશમિશમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં 299 કેલરી હોય છે, જે વજન વધારવામાં મદદરૂપ થાય છે. 100 ગ્રામ કિશમિશનું સેવન કરવાથી તમારું વજન ઝડપથી વધશે એટલું જ નહીં પરંતુ તમારી કેલરીની જરૂરિયાત પણ પૂરી થશે.
કિસમિસના પોષકતત્વો
કિસમિસમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો, તેમાં દ્રાક્ષ કરતા વધારે કેલરી, શુગર અને કાર્બોહાઈડ્રેટ હોય છે. કિસમિસમાં ફાઇબર, પોટેશિયમ અને આયર્ન પણ ભરપૂર માત્રામાં હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે અને વજન વધારવામાં મદદ કરે છે. તેમાં રહેલા વિટામિન્સની વાત કરીએ તો તેમાં વિટામિન સી, વિટામિન એ અને વિટામિન બી6 ભરપૂર માત્રામાં હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે.
કિસમિસના ફાયદા
કિસમિસ દ્રાવ્ય ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત છે જે પાચનમાં મદદ કરે છે, એમ વેબએમડીના અહેવાલમાં જણાવાયું છે. તેનું સેવન પેટની સમસ્યાઓનો ઈલાજ છે.
કિસમિસમાં ટાર્ટેરિક એસિડ હોય છે. ઘણા સંશોધનોમાં એ સાબિત થયું છે કે આ સંયોજન બળતરા ઘટાડી શકે છે,
આંતરડાના સ્વાસ્થ્યમાં સુધારો કરી શકે છે. તેનું સેવન કરવાથી આંતરડામાં રહેલા બેક્ટેરિયાને સંતુલિત કરવામાં મદદ મળે છે.
કિસમિસનું સેવન કરવાથી હાર્ટ હેલ્થ હેલ્ધી રહે છે.
ઘણા રિસર્ચમાં એ સાબિત થયું છે કે કિસમિસનું સેવન કરવાથી બ્લડ શુગર અને બ્લડ પ્રેશર સામાન્ય રહે છે.
તેનું સેવન કરવાથી હૃદય રોગનું જોખમ ઘટે છે. કિસમિસમાં રહેલું ફાઇબર તમારા કોલેસ્ટ્રોલને ઓછું કરે છે, જે હૃદય પરનું દબાણ ઘટાડે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us