/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Health-Tips-Health-benefits-of-eating-dates-with-ghee-on-empty-stomach.jpg)
Health Tips : ખાલી પેટ પર આ રીતે કરો ખજૂરનું સેવન! પાચન શક્તિ વધશે, જાણો અન્ય ફાયદા (Photo : Canva)
Health Tips : ખાલી પેટે ખજૂર (Dates) ખાવાથી ઘણા ફાયદા થાય છે. ખજૂર રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે અને પાચનમાં સુધારો કરે છે. હાર્ટને સ્વસ્થ રાખવા ઉપરાંત ખજૂર હોર્મોન્સને બેલેન્સ કરવામાં પણ મદદ કરે છે. જો તમને શક્તિ જોઈતી હોય તો રોજ ખાલી પેટ ઘીમાં પલાળેલી ખજૂર ખાઓ. શિયાળા (Winter) માં તમે રોજ ખજૂરને ઘીમાં ખાઈ શકો છો.
રોજ ખાલી પેટ ઘીમાં પલાળેલી ખજૂર ખાવાથી તમે સ્વાસ્થ્ય (Health) સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓથી રાહત મેળવી શકો છો. ઘીમાં પલાળી ખજૂર ખાવાથી સ્વાસ્થ્ય સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓથી રાહત મળે છે. તાજેતરના વર્ષોમાં તેની લોકપ્રિયતા વધી છે. આવો જાણીએ ઘીમાં પલાળેલી ખજૂર ખાવાથી શું ફાયદા થાય છે.
રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે
ઘીમાં પલાળેલી ખજૂર તમારી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. ખજૂરમાં વિટામીન A અને C સહિત એન્ટીઓક્સીડેન્ટ્સ અને વિટામિન્સ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે.
પાચન માટે સારું
ખજૂર અને ઘી એક સાથે ખાવાથી પાચનક્રિયા સુધરે છે. ખજૂર ડાયેટરી ફાઈબરનો સારો સ્ત્રોત છે, જે આંતરડાની ફરિયાદોને દૂર કરવામાં મદદ કરે છે અને તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. બીજી તરફ, ઘીમાં બ્યુટીરિક એસિડ હોય છે, જે આંતરડાનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. ઘીમાં પલાળેલી ખજૂરનું સેવન કરવાથી પાચનક્રિયામાં સુધારો થાય છે, કબજિયાત દૂર થાય છે અને સોજો ઓછો થાય છે.
હૃદયના સ્વાસ્થ્યને સુધારે
ખજૂર અને ઘી એકસાથે ખાવાથી હૃદયની તંદુરસ્તી સુધરે છે. ખજૂરમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે, જે બ્લડ પ્રેશર અને હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. ઘી તંદુરસ્ત ચરબીથી ભરપૂર છે જે ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડી શકે છે અને શરીરમાં સારા કોલેસ્ટ્રોલને વધારી શકે છે.
હોર્મોનલ અસંતુલનને કંટ્રોલ કરે
ઘીમાં પલાળેલી ખજૂર સ્ત્રી અને પુરુષ બંનેમાં હોર્મોનલ અસંતુલનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ખજૂરમાં વિટામિન્સ અને મિનરલ્સનું ઉચ્ચ પ્રમાણ હોર્મોન્સને સંતુલિત કરવામાં મદદ કરે છે, જ્યારે ઘી શરીરમાં હોર્મોન્સનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે. તે ખાસ કરીને અનિયમિત પીરિયડ્સ ધરાવતી સ્ત્રીઓ માટે ઉપયોગી છે.
દિવસ દરમિયાન મૂડને સુધારવામાં મદદ કરે
ખજૂર અને ઘી એકસાથે ખાવાથી દિવસભર એનર્જી વધે છે. આ જાદુઈ મિશ્રણનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે. જેથી કરીને આપણે દિવસભર ઉર્જાવાન અને ફ્રેશ રહી શકીએ.
આ પણ વાંચો: Health Tips : ઘણી સેલિબ્રિટીઝ કોફીમાં ઘી મિક્સ કરીને પીવે છે! તેનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે?
ઘીમાં પલાળેલી ખજૂર આ રીતે બનાવો?
- 10-12 બીજ વિનાની ખજૂર, 2 ચમચી ઘી
- બીજ વગરની ખજૂરને લગભગ 30 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો.
- ખજૂરને પાણીમાંથી કાઢીને સૂકવી લો.
- ધીમી આંચ પર એક પેન ગરમ કરો અને તેમાં 2 ચમચી ઘી ઉમેરો.
- ઘી ઓગળી જાય એટલે ખજૂરને તવામાં ઉમેરો.
- ખજૂરને દરેક બાજુએ લગભગ 2-3 મિનિટ સુધી અથવા તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધવા દો. ઠંડુ થવા દો.
- ઠંડુ થયા પછી ખજૂરને ઘીમાં પલાળી દો અને હવાચુસ્ત પાત્રમાં સ્ટોર કરો. તમે દરરોજ 1-2 ટુકડાઓ ખાઈ શકો છો.
જો તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય તો ઘીમાં પલાળેલી ખજૂરનું સેવન કરતા પહેલા સ્વાસ્થ્ય નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us