દરરોજ એક ઈંડુ ખાવ! બે અઠવાડિયામાં જોવા મળશે અદભુત ફાયદા

લાઇફ સ્ટાઇલ | ઈંડાના સ્વાસ્થ્ય લાભોને ઓછો અંદાજ ન આપી શકાય. ડૉ. પૂજા રેડ્ડી કહે છે કે પ્રોટીનનો ભંડાર એવા ઈંડાનો દરરોજ આહારમાં સમાવેશ કરવાથી તમારા શરીરમાં નોંધપાત્ર ફેરફારો થશે

લાઇફ સ્ટાઇલ | ઈંડાના સ્વાસ્થ્ય લાભોને ઓછો અંદાજ ન આપી શકાય. ડૉ. પૂજા રેડ્ડી કહે છે કે પ્રોટીનનો ભંડાર એવા ઈંડાનો દરરોજ આહારમાં સમાવેશ કરવાથી તમારા શરીરમાં નોંધપાત્ર ફેરફારો થશે

author-image
shivani chauhan
New Update
eating eggs daily benefits can be observed within two week

દરરોજ ઈંડા ખાવાના ફાયદા બે અઠવાડિયામાં જોઈ શકાય હેલ્થ ટિપ્સ। eating eggs daily benefits can be observed within two weeks health tips in gujarati Photograph: (Freepik)

જીવનશૈલી | ઈંડા (Eggs) નિઃશંકપણે સૌથી વધુ ઉપયોગી ખોરાકમાંનો એક છે, અને તે પોષક તત્વોથી ભરપૂર છે. હેલ્થલાઈન અનુસાર, એક મોટા બાફેલા ઈંડામાં 6 ગ્રામ પ્રોટીન, 5 ગ્રામ ચરબી અને 78 કેલરી હોય છે. તેમાં રહેલા સૂક્ષ્મ પોષકતત્ત્વોમાં વિટામિન A, B12, B6, D, E, ફોલેટ, પેન્ટોથેનિક એસિડ, રિબોફ્લેવિન, ફોસ્ફરસ, સેલેનિયમ, કેલ્શિયમ અને ઝીંકનો સમાવેશ થાય છે.

Advertisment

તેથી ઈંડાના સ્વાસ્થ્ય લાભોને ઓછો અંદાજ ન આપી શકાય. હેલ્ધી ડાયટમાં ઈંડા હંમેશા મોટી ભૂમિકા ભજવે છે. હૈદરાબાદ સ્થિત ડૉ. પૂજા રેડ્ડી કહે છે કે પ્રોટીનનો ભંડાર એવા ઈંડાનો દરરોજ તમારા આહારમાં સમાવેશ કરવાથી તમારા શરીરમાં નોંધપાત્ર ફેરફારો થશે. તેમણે સતત બે અઠવાડિયા સુધી દરરોજ ઈંડા ખાવાથી તમારા શરીરમાં થતા ફેરફારો સમજાવ્યા હતા.

દરરોજ ઈંડા ખાવાના ફાયદા બે અઠવાડિયામાં રિઝલ્ટ દેખાશે 

સ્નાયુ અને સ્કિન હેલ્થ : ઈંડા ઉચ્ચતમ ગુણવત્તાવાળા એમિનો એસિડથી ભરપૂર પ્રોટીનનો સ્ત્રોત છે. તે સ્નાયુઓ અને કોષોને મજબૂત બનાવે છે, સાથે સાથે ત્વચાને એક ખાસ ચમક અને આરોગ્ય પણ આપે છે.

યાદશક્તિ અને લીવર હેલ્થ : ઈંડામાં જોવા મળતું પોષક તત્વ કોલીન મગજના કાર્યમાં મદદ કરે છે. તે એકાગ્રતા વધારવામાં અને યાદશક્તિ સુધારવામાં મદદ કરે છે. તે ફેટી લીવરને રોકવા માટે પણ ઉત્તમ છે.

Advertisment

ખરાબ કોલેસ્ટ્રોલ ઘટે : ઘણા લોકોમાં એવી ગેરસમજ છે કે ઈંડા ખાવાથી કોલેસ્ટ્રોલ વધશે. જોકે, ઈંડામાં રહેલું HDL અથવા સારું કોલેસ્ટ્રોલ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. દરરોજ ઈંડા ખાવાથી બે અઠવાડિયામાં સારા કોલેસ્ટ્રોલનું સ્તર 10 ટકા સુધી વધી શકે છે.

બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરે : સવારે કાર્બોહાઇડ્રેટયુક્ત ખોરાકને બદલે ઈંડા ખાવાથી બ્લડ સુગરના સ્તરમાં અચાનક વધારો થતો અટકાવી શકાય છે. આનાથી તમને આખો દિવસ પેટ ભરેલું રહેવાની અનુભૂતિ થશે અને બપોરના ભોજન સુધી ભૂખ ન લાગે તે માટે મદદ મળશે.

જીવનશૈલી