scorecardresearch

શું તમે ખાવાના વધારે શોખીન તો નથી ને? હાનિકારક છે ઓવરઇટિંગ,જાણો રિસર્ચ શું કહે છે?

Eating habits: ભોજન એ રજાઓની ઉજવણીનો કેન્દ્રિય ભાગ છે – તે સામાજિક અને સાંસ્કૃતિક જોડાણ પ્રદાન કરે છે અને આનંદનો સ્ત્રોત છે. જો કે, જો અતિશય આનંદથી બચવું એ તમારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટેની પ્રાથમિકતા છે.

શું તમે ખાવાના વધારે શોખીન તો નથી ને? હાનિકારક છે ઓવરઇટિંગ,જાણો રિસર્ચ શું કહે છે?

આજના ઈન્ટરનેટના જમાનામાં યુ ટ્યુબ, ઇન્સ્ટાગ્રામ પર ફૂડ્સના વિડિઓઝ આપણે જોતા હોઈએ છીએ અને ઘરે પણ અવનવી વાનગીઓ બનાવતા હોય છે એટલે કે ખાવાના શોખીન લોકો (foodie) વાનગીની લહેજત માણતા હોય છે. પણ જયારે વધારે પ્રમાણમાં આ આવી બિન આરોગ્યપ્રદ વાનગીનું સેવન કરવાથી વજન વધે છે. આ વજન એક વખત વધ્યા પછી ઘટાડવું મુશ્કેલ બને છે.

ફેમિલી ગેથેરીંગ કે પાર્ટીમાં નમકીન, ઇન્સ્ટન્ટ ઓઈલી ફૂડ્સ વધારે હોય છે. અને ખાવાના શોખીન લોકો તેની અચૂકથી ખાતા હોય છે. તાજેતરના વર્ષોમાં કોવિડ મર્યાદિત મુસાફરી અને પ્રસંગો ઓછા થઇ ગયા હતા. અને હવે આ મર્યાદાઓ હટતા આપણું જીવન ફરી ટ્રેક પર આવ્યું છે. અને આપણે ફરી આપણી પાર્ટી અને ફેમિલી ગેથેરીંગ કરતા થયા છીએ અને ત્યાં પ્રેમપૂર્વક આગ્રહ કરતા આપણે વધારે ફૂડ્સનું સેવન કરી લઇએ છીએ.

સંશોધન જણાવે છે કે ખાવાનો શોખ કેવી રીતે અલગ અલગ પ્રકારે આપણા પર અસર કરે છે. ખાવાનની ટેવએ ખાવાની વર્તણૂકો અને વિચારો પર રહેલી છે.

ખોરાકએ આપણા જીવનનો મુખ્ય સ્ત્રોત છે.ખાવાની ટેવ આપણે કેવી રીતે ખાઈ છીએ તેના પર ડેપેન્ડ કરે છે,( જેમ કે ઝડપથી), આપણ શું ખાઈ છીએ( સ્વસ્થ્ય કે બિન આરોગ્યપ્રદ ખોરાક) અને કેટલા પ્રમાણમાં ખાઈ છીએ તેના પર રહેલું છે. ભૂખ લાગે તેટલુંજ સામાન્ય રીતે જમવું જોઈએ.

"ખાવાના શોખીન" ના પ્રકાર:

આ વર્ષે પ્રકાશિત થયેલ સંશોધન અનુસાર, 217 પુખ્ત વયના લોકો પર થયેલ રેન્ડમાઇઝ્ડ ક્લિનિકલ ટ્રાયલના આધારે, તમારી ખાવાના શોખીનતા વિષે જાણવું જોઈએ કે તમારે કેટલા પ્રમાણમાં ખાવું જોઈએ અને તે વજન કંટ્રોલ કરવાના પ્લાનમાટે મદદ કરે છે. 165 લોકોનો બીજો તાજેતરનો અભ્યાસ આ તારણોને સમર્થન આપે છે.

વધારે ખાનારા (overeater) :

ભાવતી વાનગી કોને ન ભાવે !! આપણે ભાવતી વાનગી ભરપૂર મજા માણીને ખાતા હોઈએ છે. એટલે કે વધારે ખાઈ લઈએ છીએ. જો આવું થાય તો તરત ધ્યાન ભટકાવવા કોઈ બીજી પ્રવૃત્તિ કે તેનો કોઈ બીજો હેલ્થી ઓપ્શન પસંદ કરી શકો છો જે તમને ઓવરઈટિંગથી બચાવમાં મદદ કરશે.

ખાઉધરા:

કેટલાક લોકોની ટેવ હોય છે કે તેઓ ફૂડ્સને વખાણી વખાણીને ગપસપ કરતા કરતા ખાતા હોય છે અને તેમને ખ્યાલ રહેતો નથી કે કેટલા પ્રમાણમાં જમી લીધું છે તો આવા લોકોએ કોઈ ચોક્કસ ડાયટ પ્લાન પ્રમાણે ખાવું જોઈએ. અને વખાણ કરીને પ્રમાણસર ફૂડ્સનું સેવન કરવું જોઈએ.

આદર અને આગ્રહપૂર્વક ખાનાર:

ગેથરીંગ કે કોઈ પાર્ટીમાં આપણે મિત્રો, સગા સંબંધીઓને મળીએ છીએ, તેઓ પ્રેમપૂર્વક ખાવાનો આગ્રહ પર ખુબજ કરતા હોય છે એ દરમિયાન આપણે આદર રાખી વધારે પ્રમાણમાં ખાઈ લઈએ છીએ. આવું ન થાય તે માટે તમે વોક કરી, મ્યુઝિક સાંભળી કે ધ્યાન ભટકવા કોઈ બીજી પ્રવૃત્તિ કરી શકો છો.

પ્લેટમાં  હોય તેટલું ફિનિશ કરનાર (પ્લેટ ક્લીનર) :

પ્લેટમાં આવે તેટલું ફિનિશ કરવું એમાં કંઈ ખોટું નથી. પરંતુ જરૂરિયાતથી વધારે જમવુંએ તમારા શરીર માટે હાનિકારક સાબિત થઇ શકે છે. તો થોડું થોડું જમવાનું રાખવું જોઈએ અથવા કોઈ ચોક્કસ ખોરાક પસંદ કરો જે હેલ્થી હોય કારણ કે તે હેલ્પફુલ રહેશે.

ઝડપથી ખાનાર

ઝડપથી ભોજનનું સેવન કરવા પર 2 ફેક્ટર અસર કરે છે. એક તો તમે વધારે ખાશો બીજું કે તે ખોરાક જલ્દી પચશે નહિ અને પાચનમાં તકલીફ પડી શકે છે. તો ભોજન દરમિયાન તમારી ખાવાની ઝડપ પર વધુ ધ્યાન આપો અને ગપસપ અથવા પાણી પીવા જેવી અન્ય વસ્તુઓ સાથે ખાવાનું ધીમી કરવાનો પ્રયાસ કરો.

ભોજન એ આપણા જીવનનો મુખ્ય સ્ત્રોત છે. તે આપણને પોતાના સગા સંબંધી, મિત્રો સાથે કનેકટેડ અને ખુશ રાખે છે. પરંતુ અતિશય ખાવુએ આપણી સ્વાસ્થ્ય અને સુખાકારી પર અસર કરે છે.

Web Title: Eating habits behaviours food overindulgence eating personality holiday celebratory season tips

Best of Express