રાત્રે ઊંઘતા સમયે ગોળ ખાવાથી શું ફાયદા થાય, જાણીને તમે પણ કરશો ફોલો

Jaggery Night Benefits : રાત્રે ગોળનો 1 ટુકડો તમારા આખા શરીરને ડિટોક્સ કરી શકે છે. રાત્રે સૂતી વખતે ગોળ ખાવાથી શું ફાયદા થાય છે તે અહીં જાણીએ

Written by Ashish Goyal
Updated : October 17, 2024 23:49 IST
રાત્રે ઊંઘતા સમયે ગોળ ખાવાથી શું ફાયદા થાય, જાણીને તમે પણ કરશો ફોલો
રાત્રે ગોળનો 1 ટુકડો તમારા આખા શરીરને ડિટોક્સ કરી શકે છે (તસવીર - જનસત્તા)

Jaggery Night Benefits : હવામાન બદલાઇ રહ્યું છે અને હવે શિયાળો શરૂ થવાનો છે. આવી સ્થિતિમાં લાઇફ સ્ટાઇલમાં કેટલાક ફેરફાર કરવા ખૂબ જ જરૂરી છે નહીં તો તમે કેટલીક બીમારીઓનો ભોગ બની શકો છો. પરંતુ રોગોને બાજુએ મૂકીએ તો પણ કેટલીક આદતો તમારા માટે બીજી ઘણી રીતે ફાયદાકારક હોઈ શકે છે. જેમ કે રાત્રે ગોળ ખાવો. રાત્રે ગોળનો 1 ટુકડો તમારા આખા શરીરને ડિટોક્સ કરી શકે છે. આ કારણે તમારા ફેફસા સ્વસ્થ થઇ શકે છે, પેટ સાફ થઇ શકે છે અને પછી ત્વચાને પણ તેનો ફાયદો થઇ શકે છે. આ ઉપરાંત તેના અનેક ફાયદા છે.

રાત્રે સૂતી વખતે ગોળ ખાવાથી શું ફાયદા થાય છે?

સારી ઊંઘ આવે છે

ગોળમાં મેગ્નેશિયમ હોય છે જે એક કુદરતી ખાંડ છે અને ફીલ-ગુડ હોર્મોનને વધારવામાં મદદ કરે છે. આ તે લોકો માટે વધુ સારી રીતે કાર્ય કરી શકે છે જેઓ તણાવમાં રહે છે અને ઊંઘ સારી આવતી નથી. આ સિવાય ગોળ શરીરની પીએચને બેલેન્સ કરે છે, એનર્જી આપે છે અને મૂડ બૂસ્ટર છે જે તમારી ઊંઘને સારી બનાવે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે

વજન ઘટાડવામાં ગોળ ખૂબ અસરકારક છે. રાત્રે ગોળ ખાવાથી ઊંઘવાથી રાત્રે અચાનક થતી તૃષ્ણાને રોકવામાં મદદ મળે છે. ગોળની કુદરતી મીઠાશ પાચનતંત્રને ઝડપી કરવાની સાથે વજન ઘટાડવાની ગતિ પણ ઝડપી બનાવી શકે છે. તેનાથી વજન બેલેન્સ કરવામાં મદદ મળે છે.

આ પણ વાંચો – દિવાળી પહેલા વજન ઘટાડવું છે? આ ટિપ્સ અપનાવો ઝડપથી ઉતરશે વજન

ગોડ એક ડિટોક્સિફાયર છે

ગોળની ઝિંક શરીરને ડિટોક્સિફાઇ કરી શકે છે. તે પેટને સાફ કરી શકે છે અને ચરબી ઘટાડવામાં મદદ કરે છે. રાત્રે તેને ખાવાથી સવારે પેટ સાફ રહે છે. આ રીતે તે શરીરને ડિટોક્સિફાઇ કરે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે અને ચહેરાની ચમક વધારે છે.

રાત્રે ગોળનું સેવન કેવી રીતે કરશો

રાત્રે ગોળનું સેવન કરવાની સાચી રીત એ છે કે ગોળનો માત્ર 1 ટુકડો ખાવો અને તેની સાથે એક ગ્લાસ નવશેકું પાણી પીવું અથવા એક ગ્લાસ દૂધ પીવું. આ રીતે ગોળનું સેવન તમારા માટે દરેક રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. શિયાળો આવી રહ્યો છે, આવી સ્થિતિમાં તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને શરીરને શરદીથી બચાવવામાં પણ મદદરૂપ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ