Eating Less Oil Benefits | દરરોજ 1 ચમચી તેલનું સેવન ઓછું કરવાથી શરીરને લાભ થાય?

તેલ ઓછું ખાવાના ફાયદા | દિલ્હીની એપોલો હોસ્પિટલ્સના ડૉ. સુદીપ ખન્નાએ જણાવ્યું હતું કે, જ્યારે હેલ્ધી ફેટ્સ ઊર્જા, વિટામિન શોષણ અને કોષ કાર્ય માટે જરૂરી છે, ત્યારે વધુ પડતા તેલનો વપરાશ પાચન કાર્યને અસર કરી શકે છે.

Written by shivani chauhan
August 20, 2025 11:30 IST
Eating Less Oil Benefits | દરરોજ 1 ચમચી તેલનું સેવન ઓછું કરવાથી શરીરને લાભ થાય?
Eating Less Oil Benefits

Eating Less Oil Benefits In Gujarati | સ્વતંત્રતા દિવસ (Independence Day) ની સ્પીચમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ કહ્યું હતું કે તેલનો વપરાશ ઘટાડીને સ્થૂળતા સામેની લડાઈ લડવી જોઈએ. તેમણે કહ્યું કે ‘આપણે સ્થૂળતાથી છુટકારો મેળવવો પડશે. તેના માટે, મેં સૂચન કર્યું છે કે દરેક પરિવારે 10% ઓછું તેલ ખરીદવાનો અને 10% ઓછું તેલ વાપરવાનો નિર્ણય લેવો જોઈએ.

દિલ્હીની એપોલો હોસ્પિટલ્સના ડૉ. સુદીપ ખન્નાએ જણાવ્યું હતું કે, જ્યારે હેલ્ધી ફેટ્સ ઊર્જા, વિટામિન શોષણ અને કોષ કાર્ય માટે જરૂરી છે, ત્યારે વધુ પડતા તેલનો વપરાશ પાચન કાર્યને અસર કરી શકે છે, કેલરીનું સેવન વધારી શકે છે અને ફેટી લીવર, સ્થૂળતા, એસિડ રિફ્લક્સ અને પિત્તાશયના વિકારો જેવા લાંબા ગાળાના જોખમો તરફ દોરી શકે છે.

એક્સપર્ટ કહે છે, ‘એક પરિવાર દરરોજ એક ચમચી તેલનો વપરાશ ઘટાડીને દર મહિને અડધો લિટર તેલ બચાવી શકે છે. તેમના દૈનિક તેલના વપરાશમાં 10% ઘટાડો કરવાથી પાચનમાં સુધારો થઈ શકે છે, રિફ્લક્સના લક્ષણો ઓછા થઈ શકે છે, સ્થૂળતા ઓછી થઈ શકે છે અને આંતરડાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન મળી શકે છે. આની ચાવી એ છે કે નાસ્તો, બપોરના ભોજન અને ડિનરમાં ઉમેરાતા તેલની માત્રામાં ફેરફાર કરવો.’

નાસ્તો બનાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

  • નોન-સ્ટીક પેનનો ઉપયોગ કરો: નોન-સ્ટીક પેનમાં પરાઠા, ઓમલેટ વગેરે કુક કરવા માટે, એક ચમચીને બદલે તેલના થોડા ટીપાં અથવા લાઈટ સ્પ્રે પૂરતો છે.
  • ડીપ ફ્રાય કરવાને બદલે વરાળથી બાફો : ઈડલી, શાકભાજીથી ભરેલા સૂપ, અથવા ઓછા તેલથી બનાવેલા નાસ્તાના ખોરાક ચરબી વિનાના અને પેટને સંતોષ આપે છે.
  • તેલ સ્પ્રે બોટલનો ઉપયોગ કરો: સીધું તેલ રેડવાને બદલે, સ્પ્રે બોટલનો ઉપયોગ તેની માત્રાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. એક સ્પ્રે ઘણીવાર એક ચતુર્થાંશ ચમચી કરતા ઓછો હોય છે.
  • મસાલા: કોથમીર, મીઠો લીમડો અથવા લીલા મરચા સ્વાદ વધારે છે અને સ્વાદ માટે તેલ પરની નિર્ભરતા ઘટાડે છે.

શું તમે દિવસમાં 8 ગ્લાસ પાણી પીઓ છો? વધુ પડતું પાણી પીવું હાનિકારક છે?

બપોરના ભોજન દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી બાબતો

  • પાણીથી રસોઈ: શાકભાજીને તેલમાં તળવાને બદલે, તેમને ઉકાળો અથવા વરાળથી બનાવો. પછી સ્વાદ વધારવા માટે તેમને થોડું તેલ ઉમેરો.
  • વરાળથી બનાવો: શાકભાજીને બાફવાથી લાંબા સમય સુધી તળવાની જરૂરિયાત ઓછી થાય છે.
  • દહીં, ટામેટાં અને લીંબુનો ઉપયોગ કરો: ચરબી વધારવા માટે તેલ ઉમેરવાને બદલે, દહીં જેવા વિકલ્પો શોધો.
  • તેલમાં તળેલી ટાળો: પાપડને તેલમાં તળવાને બદલે શેકો. આ પદ્ધતિ માત્ર તેલ બચાવતી નથી પણ પાચન અને પોષક તત્વોના શોષણમાં પણ મદદ કરે છે.

ડિનરમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો

શેકેલા, બાફેલા અથવા બેક કરેલા વાનગીઓ પસંદ કરો: પનીર ટિક્કા, શેકેલા અથવા બેક કરેલી રેસીપી પસંદ કરો.સૂપ: ઓછા તેલવાળા પાણી આધારિત સૂપ માત્ર ચરબી નથી ઘટાડતા પરંતુ તૃપ્તિમાં પણ વધારો કરે છે અને વધુ પડતું ખાવાનું અટકાવે છે.વહેલું ખાઓ: સૂવાના સમયના બે થી ત્રણ કલાક પહેલા ખાવાથી પેટને ખોરાક સારી રીતે પચાવવામાં મદદ મળે છે.

દૈનિક તેલનો વપરાશ ઘટાડવા માટેની ટિપ્સ

બોટલમાંથી સીધું તેલ રેડવાને બદલે ચમચીનો ઉપયોગ કરો. રસોઈ બનાવાની ટિપ્સ બદલો. તળવાને બદલે બાફવાનું પસંદ કરો. જો શક્ય હોય તો, સરસવનું તેલ, ઓલિવ તેલ જેવા તેલ વચ્ચે થોડી માત્રામાં વારાફરતી ઉપયોગ કરો. પરિવારના સભ્યોને શિક્ષિત કરો. પરિવારોને ઓછું તેલ ખાવા માટે પ્રોત્સાહિત કરો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ