New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/ginger_6c684a.jpg)
એક મહિના સુધી શેકેલું આદુ ખાવાથી શરીર પર કેવી અસર થાય?
Ginger | આદુ (Ginger) ઔષધીય ગુણોથી ભરપૂર છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને પ્રાચીન સમયથી આયુર્વેદમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. આદુનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા અને ચા અને ઉકાળો બનાવવામાં પણ થાય છે. આ સિવાય શેકેલા આદુનું સેવન સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. જો તમે 1 મહિના સુધી દરરોજ શેકેલા આદુનું સેવન કરો છો, તો અઢળક ફાયદા થઇ શકે છે. અહીં જાણો એક મહિના સુધી શેકેલું આદુ ખાવાના ફાયદા ( Benefits Of Eating Roasted Ginger For A Month)
Advertisment
આ પણ વાંચો: શિયાળામાં ઘીમાં રસોઈ બનાવાના અઢળક ફાયદા
એક મહિનો શેકેલું આદુ ખાવાના ફાયદા (Roasted Ginger Health Benefits)
- પાચન : જે લોકોને પાચન સંબંધી સમસ્યા હોય તેમના માટે પણ શેકેલા આદુનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે.
- શરદી ઉધરસ : જો તમને વારંવાર શરદી અને ઉધરસની સમસ્યા રહેતી હોય તો તમે શેકેલા આદુનું સેવન કરી શકો છો. આમ કરવાથી તમે તમારી ઉધરસમાં રાહત મેળવી શકો છો.
- માથાનો દુખાવો : શેકેલા આદુના સેવનથી માથાનો દુખાવો અને માઈગ્રેનની સમસ્યામાં પણ રાહત મળે છે.
- ખરાબ કોલેસ્ટ્રોલ : શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે શેકેલા આદુનું સેવન પણ કરી શકાય છે. આ ફાયદાકારક હોઈ શકે છે.
- પીરિયડ્સનો દુખાવો : પીરિયડ્સ દરમિયાન થતા દુખાવાથી રાહત મેળવવા માટે શેકેલા આદુનું સેવન કરવાથી પણ ફાયદો થાય છે. તે દર્દથી રાહત અપાવવામાં મદદ કરે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us