સવારે ખાલી પેટ ફણગાવેલા મગ કેમ ખાવા? ફાયદાની યાદી

મગ એ પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ અને ખનિજોનો સમૃદ્ધ સ્ત્રોત છે. જ્યારે મગને ફણગાવવામાં આવે છે, ત્યારે તેમની પોષક તત્ત્વોની કિંમત અનેકગણી વધી જાય છે.

Written by shivani chauhan
July 01, 2025 07:00 IST
સવારે ખાલી પેટ ફણગાવેલા મગ કેમ ખાવા? ફાયદાની યાદી
સવારે ખાલી પેટ ફણગાવેલા મગ કેમ ખાવા? ફાયદાની યાદી

આપણા દાદી-નાનીના સમયથી કહેવાતું આવ્યું છે કે સવારે ખાલી પેટે પૌષ્ટિક આહાર લેવો સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. આવોજ જ એક ઉત્તમ હેલ્ધી ઓપ્શન છે ફણગાવેલા મગ (sprouted moong). સવારે ખાલી પેટે ફણગાવેલા મગનું સેવન કરવાથી શરીરને અઢળક ફાયદા થાય છે. અહીં જાણો વિગતવાર

ફણગાવેલા મગ શા માટે બેસ્ટ?

મગ એ પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ અને ખનિજોનો સમૃદ્ધ સ્ત્રોત છે. જ્યારે મગને ફણગાવવામાં આવે છે, ત્યારે તેમની પોષક તત્ત્વોની કિંમત અનેકગણી વધી જાય છે. ફણગાવવાની પ્રક્રિયાથી મગમાં રહેલા જટિલ કાર્બોહાઇડ્રેટ્સ સરળ શર્કરામાં રૂપાંતરિત થાય છે, જે પચવામાં સરળ બને છે. ઉપરાંત, વિટામિન સી અને બી કોમ્પ્લેક્સનું પ્રમાણ પણ વધે છે.

સવારે ખાલી પેટ ફણગાવેલા મગ ખાવાના ફાયદા

  • ઉત્તમ પ્રોટીન સ્ત્રોત : ફણગાવેલા મગ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે, જે સ્નાયુઓના નિર્માણ અને રિપેરમાં મદદ કરે છે. સવારે તેનું સેવન કરવાથી દિવસભર એનર્જી જળવાઈ રહે છે અને પેટ ભરેલું રહે છે.
  • પાચન સુધારે : તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે. કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત આપે છે અને આંતરડાની ગતિને નિયમિત કરે છે. ખાલી પેટે લેવાથી પાચનક્રિયા વધુ કાર્યક્ષમ બને છે.
  • વજન ઘટાડવામાં મદદરૂપ: ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર હોવાથી, ફણગાવેલા મગ ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે, જેનાથી તમે વધુ પડતું ખાવાથી બચી શકો છો. આ વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.
  • બ્લડ સુગર નિયંત્રિત કરે : ફણગાવેલા મગમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જે બ્લડ સુગરના સ્તરને સ્થિર રાખવામાં મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે તે એક ઉત્તમ આહાર વિકલ્પ છે.
  • રોગપ્રતિકારક શક્તિ વધારે : તેમાં વિટામિન સી, એન્ટીઑકિસડન્ટ અને અન્ય પોષક તત્વો ભરપૂર હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને રોગો સામે લડવામાં મદદ કરે છે.
  • હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક : ફણગાવેલા મગ ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) ઘટાડવામાં મદદ કરી શકે છે, જેનાથી હૃદય રોગનું જોખમ ઘટે છે. તેમાં પોટેશિયમ પણ હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
  • સ્કિન અને વાળ માટે ફાયદાકારક: તેમાં રહેલા વિટામિન્સ અને ખનિજો ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. ઉપરાંત, વાળના વિકાસ અને મજબૂતી માટે પણ તે ફાયદાકારક છે.
  • શરીરને ડિટોક્સ કરે : ફણગાવેલા મગ શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે, જેનાથી શરીર અંદરથી શુદ્ધ બને છે.

ચોમાસામાં પલાળેલા અખરોટ ખાવાના ફાયદા

ફણગાવેલા મગ ખાવાની સાચી રીત

ફણગાવેલા મગને કાચા જ ખાલી પેટે ચાવી ચાવીને ખાઈ શકાય છે. તમે તેમાં થોડું મીઠું, મરી પાઉડર, લીંબુનો રસ અથવા કાકડી, ટામેટાં જેવા શાકભાજી ઉમેરીને સલાડ તરીકે પણ ખાઈ શકો છો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ