Tips for Healthy Lungs | ફેફસા રહેશે સ્વસ્થ, લાઇફસ્ટાઇલમાં કરો માત્ર આટલા ફેરફાર

ફેફસાંને સ્વસ્થ રાખવા માટેની ટિપ્સ | ફેફસાં શરીરનો એક એવો ભાગ છે જે દરેક શ્વાસમાં પ્રદૂષકો સામે લડે છે. તેમને મજબૂત રાખવા માટે આપણે રોજિંદા આદતો પર ધ્યાન આપવું જોઈએ.

ફેફસાંને સ્વસ્થ રાખવા માટેની ટિપ્સ | ફેફસાં શરીરનો એક એવો ભાગ છે જે દરેક શ્વાસમાં પ્રદૂષકો સામે લડે છે. તેમને મજબૂત રાખવા માટે આપણે રોજિંદા આદતો પર ધ્યાન આપવું જોઈએ.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
સ્વસ્થ ફેફસાં માટે ટિપ્સ અને ટ્રિક્સ

Tips for Healthy Lungs

Tips for Healthy Lungs | હવામાં વધતું પ્રદૂષણ, બદલાતી લાઇફસ્ટાઇલ અને ધૂમ્રપાનની આદત ફેફસાંને ઝડપથી નબળા બનાવી રહી છે. દર વર્ષે પહેલી ઓગસ્ટ વિશ્વ ફેફસાં કેન્સર દિવસ મનાવામાં આવે છે. એવામાં ફેફસાની બીમારીઓ અંગે જાગૃતિ ફેલાવી જરૂરી છે. નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જો આપણે હમણાં કાળજી નહીં રાખીએ તો શ્વાસ લેવામાં તકલીફ સામાન્ય બની જશે. તમે તમારી લાઇફસ્ટાઇલમાં થોડા ફેરફાર કરીને ફેફસાને સ્વસ્થ રાખી શકો છો.

Advertisment

ફેફસાં શરીરનો એક એવો ભાગ છે જે દરેક શ્વાસમાં પ્રદૂષકો સામે લડે છે. તેમને મજબૂત રાખવા માટે આપણે રોજિંદા આદતો પર ધ્યાન આપવું જોઈએ.

ફેફસાં સ્વસ્થ રાખવાની ટિપ્સ (Tips to keep your lungs healthy)

  • એર ક્વોલિટી પર નજર : આજકાલ ઘણી બધી એપ્સ છે જે તમારા વિસ્તારના એર ક્વોલિટી ઇન્ડેક્સ વિશે માહિતી આપે છે. જો AQI 150 થી વધુ હોય, તો બહાર જવાનું ટાળો અથવા માસ્ક પહેરો. ઘરે એર પ્યુરિફાયરનો ઉપયોગ પણ ફાયદાકારક છે.
  • સ્વસ્થ આહાર : ડાયટની સીધી અસર ફેફસાંના કાર્ય પર પડે છે. ટામેટાં, ગાજર, લીલા પાંદડાવાળા શાકભાજી અને ફળો જેવા એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર ખોરાક ફેફસાંની બળતરા ઘટાડે છે અને પેશીઓને સુધારે છે. ડૉક્ટરના મતે “ઓમેગા-3 ફેટી એસિડ, વિટામિન સી અને ઇથી ભરપૂર ખોરાક ફેફસાંને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે.
  • નિયમિત કસરત કરો : અઠવાડિયામાં ઓછામાં ઓછા 5 દિવસ 30 મિનિટ માટે ઝડપી ચાલવું, યોગા અથવા સાયકલિંગ જેવી પ્રવૃત્તિઓ કરો. આનાથી ફેફસાંની ઓક્સિજન ક્ષમતા વધે છે અને શ્વસનતંત્ર મજબૂત બને છે.
  • ધૂમ્રપાનથી દૂર રહો : સિગારેટ, બીડી કે હુક્કા જેવા કોઈપણ પ્રકારનો ધુમાડો ફેફસાના કોષોને નુકસાન પહોંચાડે છે અને કેન્સરનું જોખમ અનેકગણું વધારે છે. જાતે ધૂમ્રપાન ન કરો અને પેસિવ સ્મોકિંગ પણ ટાળો.
  • નિયમિત ચેકઅપ કરાવો : જો તમને વારંવાર ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ અથવા છાતીમાં ભારેપણું રહેતું હોય, તો તેને અવગણશો નહીં. ડૉક્ટર પાસે તેની તપાસ કરાવો અને જો જરૂર પડે તો, ઓછા ડોઝના સીટી સ્કેન જેવા ટેસ્ટ કરાવો. ડૉક્ટરના મતે, "ફેફસાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. શરૂઆતના લક્ષણોને ઓળખવા એ સારી સારવારની ચાવી છે."

Kidney Stone Recovery Tips | કિડનીની પથરી થઈ જશે ગાયબ, સવારે માત્ર આ જ્યુસ પીવો

Advertisment

ફેફસાંના સ્વાસ્થ્યને હળવાશથી લેવું જોઈએ નહિ. ફક્ત રૂટિનમાં થોડો ફેરફાર અને લાઇફસ્ટાઇલમાં થોડો સુધારો કરીને આવનારા વર્ષોમાં ફેફસાંના રોગ અને કેન્સરના જોખમથી બચાવી શકે છે. ફેફસાનું મહત્વ સમજો અને તમારી લાઈફસ્ટાઈલમાં સુધારો અપનાવો. કારણ કે જો ફેફસાં મજબૂત હશે તો જીવન સ્વસ્થ હશે!

જીવનશૈલી health tips