Egg Benefits : ઇંડા શિયાળામાં શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારશે, જાણો ક્યારે અને કેવી રીતે ખાવાથી સંપૂર્ણ ફાયદો થશે

Egg Benefits In Winter : ઇંડા પ્રોટીન સહિત વિવિધ પોષક તત્વોથી ભરપૂર હોય છે. હેલ્થલાઇન અનુસાર, સવારના નાસ્તામાં ઇંડાનું સેવન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. સવારે આપણું મેટાબોલિઝમ એક્ટિવ હોય છે અને શરીરને પ્રોટીન પચાવવા માટે પૂરેપૂરો સમય મળે છે.

Written by Ajay Saroya
December 12, 2025 23:30 IST
Egg Benefits : ઇંડા શિયાળામાં શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારશે, જાણો ક્યારે અને કેવી રીતે ખાવાથી સંપૂર્ણ ફાયદો થશે
Egg Benefits And Side Effects : ઇંડા ખાવાના ફાયદા અને ગેરલાભ. (Photo: Freepik)

Egg Benefits In Winter : શિયાળાની ઋતુ ઠંડા પવન, વાયરલ ચેપ લઇને આવે છે. આવી સ્થિતિમાં, શરીરને હૂંફ, ઊર્જા અને મજબૂત રોગપ્રતિકારક શક્તિની સૌથી વધુ જરૂર હોય છે. ઇંડા એ એક સુપરફૂડ છે જેને આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંને પ્રોટીન અને કેલ્શિયમનો શ્રેષ્ઠ સ્રોત માને છે. આ સિવાય ઇંડામાં વિટામિન એ, ડી, ઇ, બી 2, બી 5, બી 12 તેમજ ફોસ્ફરસ, સેલેનિયમ, ઝિંક અને આયર્ન જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો પણ ભરપૂર હોય છે. આ જ કારણ છે કે ઇંડા હાડકાં, સ્નાયુઓ, ત્વચા અને વાળ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

ખાસ કરીને શિયાળામાં ઇંડાનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો શિયાળામાં ઇંડાનું યોગ્ય સેવન કરવામાં આવે તો તે શરીરને ગરમ રાખે છે, રોગો સામે રક્ષણ આપે છે અને આખો દિવસ શરીરને સક્રિય રાખે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીયે શિયાળામાં ઇંડા ક્યારે અને કેવી રીતે ખાવા જોઇએ અને તેના ફાયદા શું છે.

Right Time To Eat Egg : ઇંડા ક્યારે ખાવા જોઈએ?

હેલ્થલાઇનના જણાવ્યા અનુસાર, સવારના નાસ્તામાં ઇંડાનું સેવન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. સવારે આપણું મેટાબોલિઝમ એક્ટિવ હોય છે અને શરીરને પ્રોટીન પચાવવા માટે પૂરેપૂરો સમય મળે છે. વર્કઆઉટ પછી ઇંડા ખાવું પણ ફાયદાકારક છે કારણ કે તે સ્નાયુઓને ત્વરિત રિકવરી આપે છે. આ સિવાય રાત્રે ઇંડા ખાવાનું ટાળવું જોઈએ કારણ કે તે ભારે લાગે છે, જે પાચન પર ખરાબ અસર કરી શકે છે.

ઇંડા સાથે કઈ વસ્તુઓ ખાવી જોઈએ?

હળદર અને ઘી સાથે ઇંડા ખાવું ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ઘી શરીરમાં ઇંડાના પોષક તત્વોનું શોષણ વધારે છે, જ્યારે હળદર તેના પોષક મૂલ્યને બમણું કરે છે. આ સિવાય કાળા મરી ઇંડાના ગુણધર્મોમાં પણ વધારો કરે છે અને સ્વાદમાં પણ સુધારો કરે છે. આ સિવાય ગોળ સાથે ઇંડાનું પણ સેવન કરી શકાય છે. શિયાળામાં ઇંડા અને ગોળનું મિશ્રણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

ઇંડામાં હાજર ઉચ્ચ ગુણવત્તાવાળું પ્રોટીન શરીરના સ્નાયુઓને મજબૂત બનાવે છે, જ્યારે ગોળમાં મળતું આયર્ન લોહીની ઉણપ દૂર કરવામાં મદદ કરે છે. તે સાથે મળીને શરીરમાં હિમોગ્લોબિન વધારે છે, જે નબળાઈ દૂર કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે યોગ્ય સમયે અને યોગ્ય રીતે ઇંડાનું સેવન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખોટા સમયે ઇંડા ખાવાથી ઓછો ફાયદો થાય છે અને વધુ નુકસાન થઈ શકે છે.

Egg Benefits : ઇંડા ખાવાના ફાયદા

  • ઇંડામાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે, જે સ્નાયુઓની વૃદ્ધિ અને મસલ્સ રિકવરીમાં મદદ કરે છે.
  • ઇંડા વિટામિન ડી, બી 12, ફોલિક એસિડ, ઝિંક અને આયર્ન જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. વિટામિન ડી શરદીમાં હાડકાં અને રોગપ્રતિકારક શક્તિ માટે ખૂબ ફાયદાકારક છે.
  • ઇંડા લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે, વધુ પડતું ખાવાની ઇચ્છા ઘટાડે છે અને વજનને નિયંત્રણમાં રાખે છે.
  • ઇંડામાં હાજર કોલિન હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
  • ઠંડા હવામાનમાં, ઇંડા શરીરને ગરમ રાખે છે અને ઝિંક-વિટામિન ડીને કારણે શરદીનું જોખમ ઘટાડે છે.
  • ઇંડામાં હાજર વિટામિન ઇ અને ડી ત્વચાને ચમકદાર બનાવે છે અને વાળને મજબૂત બનાવે છે.

આ પણ વાંચો | ચાઇનીઝ સ્ટાઇલમાં બનાવો ડ્રેગન બટાકાનું શાક, ઘરવાળા આંગળીઓ ચાટતા રહી જશે

ઇંડા ખાતી વખતે આટલું ધ્યાન રાખો

ઇંડા જેટલા ફાયદાકારક છે, તેટલા કેટલાક લોકો માટે હાનિકારક પણ સાબિત થઈ શકે છે. જે લોકોને હૃદયરોગ, હાઈ કોલેસ્ટ્રોલ અથવા બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમણે મર્યાદિત પ્રમાણમાં ઇંડાનું સેવન કરવું જોઈએ. તો કેટલાક લોકોને ઇંડા એલર્જીની સમસ્યાઓ હોઈ શકે છે, જે સ્કીન રિએક્શ, પેટમાં અસ્વસ્થતા અથવા શ્વાસ લેવામાં મુશ્કેલી જેવી સમસ્યાઓ બતાવી શકે છે. આવા લોકોએ ઇંડા ખાતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ