ઇદના દિવસે આવી રીતે બનાવો ચાસણી અને માવાવાળી સેવૈયા, આવશે એકદમ મીઠો સ્વાદ

Eid Special Sewai: ઇદના દિવસે લોકો ઘરે આવતા મહેમાનોને સેવૈયા પણ ખવડાવે છે. આ અવસર પર જો તમે પણ તમારા ઘરે આવેલા મહેમાનો માટે કંઈક ખાસ અને અદ્દભૂત બનાવવા માંગો છો તો તમે આ ચાસણી અને માવાવાળી સેવૈયા બનાવી શકો છો

Eid Special Sewai: ઇદના દિવસે લોકો ઘરે આવતા મહેમાનોને સેવૈયા પણ ખવડાવે છે. આ અવસર પર જો તમે પણ તમારા ઘરે આવેલા મહેમાનો માટે કંઈક ખાસ અને અદ્દભૂત બનાવવા માંગો છો તો તમે આ ચાસણી અને માવાવાળી સેવૈયા બનાવી શકો છો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Sevai Recipe, Sevai

તમે ઘરે જ ચાસણી અને માવાવાળી સેવૈયા બનાવી શકો છો. (તસવીર - સોશિયલ મીડિયા)

Eid Special Sewai: ઈદનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. સાથે જ આ પ્રસંગે સેવૈયા ખાવાનો પણ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આ દિવસે લોકો ઘરે આવતા મહેમાનોને સેવૈયા પણ ખવડાવે છે. આ અવસર પર જો તમે પણ તમારા ઘરે આવેલા મહેમાનો માટે કંઈક ખાસ અને અદ્દભૂત બનાવવા માંગો છો તો તમે આ ચાસણી અને માવાવાળી સેવૈયા બનાવી શકો છો. તમે ઘરે જ ચાસણી અને માવાવાળી સેવૈયા બનાવી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.

Advertisment

ચાસણી અને માવાવાળી સેવૈયા બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ સેવઇ
  • 2 ચમચી ઘી
  • 1 કપ ખોયા
  • 1 કપ ખાંડ
  • 2 કપ દૂધ
  • અડધો કપ પાણી
  • અડધી ચમચી એલાઇચી પાવડર
  • 15-20 કાજુ, બદામ, પિસ્તા, કિશમિશ

ઘરે ચાસણી અને માવાની સેવૈયા કેવી રીતે બનાવવી

સેવૈયાને શેકો

સેવૈયા બનાવવા માટે સૌ પ્રથમ એક કઢાઇમાં બે ચમચી ઘી ગરમ કરો અને તેમાં સેવઇયા નાખીને હળવા સોનેરી થાય ત્યાં સુધી શેકી લો. જ્યારે તેમાં સુગંધ આવવા લાગે ત્યારે તમે તેને એક પ્લેટમાં કાઢી લો.

ચાસણી તૈયાર કરો

સેવૈયા માટે ચાસણી બનાવવા માટે તમે એક કડાઇ લો અને તેમાં અડધો કપ પાણી ઉમેરો અને તેમાં એક કપ ખાંડ બરાબર મિક્સ કરો. હવે તેને ધીમા તાપે રાંધો અને ખાંડથી ચાસણી તૈયાર કરો. આ પછી તેમાં ઈલાયચી પાવડર નાખીને થોડો સમય રાંધો.

Advertisment

સેવૈયામાં માવો અને દૂધ મિક્સ કરો

હવે બીજી એક કડાઇમાં દૂધ ગરમ કરી અને તેમાં માવો ઉમેરો. તેને ધીમા તાપે પકાવો. થોડા સમય બાદ દૂધમાં માવો ઓગળી જશે. હવે તેમાં સેવૈયા નાખી દો. હવે સેવૈયામાં ખાંડની ચાસણી ઉમેરો અને તેને હળવેથી હલાવો. હવે તેને ધીમા તાપે પાંચથી સાત મિનિટ સુધી રાંધો. આ રીતે તમે ઘરે મીઠી સેવૈયા તૈયાર કરી શકો છો. તમે તેની ઉપર ડ્રાયફ્રૂટ્સ પણ નાખી શકો છો.

રેસીપી તહેવાર જીવનશૈલી