શીર ખુરમા વગર અધુરો છે ઇદનો તહેવાર, આ રીતે બનાવશો તો ઘરે આવેલા મહેમાનો પણ કરશે પ્રશંસા

Eid Special Sewai Recipe: સેવઇ ઘણી રીતે બનાવવામાં આવે છે. જોકે આજે અમે તમારા માટે શીર ખુરમા સેવઈની રેસિપી લઈને આવ્યા છીએ, જે ખાસ કરીને ઈદ પર તૈયાર કરવામાં આવે છે. આ પારંપરિક મીઠાઇને સેવઇ, દૂધ, મેવા અને ખજૂરથી તૈયાર કરવામાં આવે છે

Eid Special Sewai Recipe: સેવઇ ઘણી રીતે બનાવવામાં આવે છે. જોકે આજે અમે તમારા માટે શીર ખુરમા સેવઈની રેસિપી લઈને આવ્યા છીએ, જે ખાસ કરીને ઈદ પર તૈયાર કરવામાં આવે છે. આ પારંપરિક મીઠાઇને સેવઇ, દૂધ, મેવા અને ખજૂરથી તૈયાર કરવામાં આવે છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Sheer Khurma Recipe, Sheer Khurma

આ પારંપરિક શીર ખુરમા મીઠાઇને સેવઇ, દૂધ, મેવા અને ખજૂરથી તૈયાર કરવામાં આવે છે (તસવીર - ઇન્સ્ટાગ્રામ)

Eid Special Sewai Recipe: રમઝાનનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. થોડા દિવસોમાં લોકો ઇદનો તહેવાર ધામધૂમથી ઉજવશે. ઈદના અવસર પર સેવઇ બનાવવાનો ટ્રેન્ડ છે. આ દિવસે લોકો સેવઇ બનાવે છે અને ઘરે આવતા મહેમાનોને પણ ખવડાવે છે.

Advertisment

ઇદ પર બનાવવામાં આવે છે શીર ખુરમા

સેવઇ ઘણી રીતે બનાવવામાં આવે છે. જોકે આજે અમે તમારા માટે શીર ખુરમા સેવઈની રેસિપી લઈને આવ્યા છીએ, જે ખાસ કરીને ઈદ પર તૈયાર કરવામાં આવે છે. આ પારંપરિક મીઠાઇને સેવઇ, દૂધ, મેવા અને ખજૂરથી તૈયાર કરવામાં આવે છે.

શીર ખુરમા બનાવવા માટેની સામગ્રી

  • 1 લિટર દૂધ
  • અડધો કપ પાતળી સેવઇ
  • 2 ચમચી ખાંડ
  • 10 ખજૂર
  • 10 કાજુ
  • 10 બદામ
  • 10 બદામ
  • 10 પિસ્તા
  • 2 મોટી ચમચી ઘી
  • 5 લીલી એલચી
  • અડધો ચમચી ગુલાબજળ

શીર ખુરમા બનાવવાની રીત

શીર ખુરમા બનાવવા માટે સૌ પ્રથમ એક કડાઇમાં 2 ચમચી ઘી નાખીને ગરમ કરો. હવે તેમાં ઝીણા સમારેલા કાજુ, બદામ, પિસ્તા અને ખજૂર મેળવી હલકા ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો. તેને બાજુ પર કાઢી લો અને હવે તે જ કડાઇમાં સેવઇ મેળવીને હલકી ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો.

Advertisment

આ પણ વાંચો - પોષક તત્તોનો ભંડાર છે મલ્ટીગ્રેન લોટ, ઘરે આવી રીતે આસાનીથી તૈયાર કરો

દૂધને ગરમ કરી આવી રીતે કરો તૈયાર

શીર ખુરમા માટે હવે એક મોટી કડાઇમાં દૂધ મૂકો અને તેને ધીમી આંચ પર ઉકાળો. તમે તેમાં એલચી પાવડર અને શેકેલા સેવઇ ઉમેરો. થોડા સમય પછી જ્યારે તે નરમ થઈ જાય ત્યારે તેમાં ખાંડ અને શેકેલા બદામ નાખી દો. હવે તેને ધીમા તાપે 15 મિનિટ સુધી રાંધો. આ પછી તમે ગુલાબજળ ઉમેરો અને અંતિમ ટચ આપો. આ રીતે તમારો શીર ખુરમા તૈયાર થઈ જશે. તમે તેને સમારેલા બદામથી સુશોભન કરો અને પીરસો.

રેસીપી જીવનશૈલી