ઇદ પર મહેમાનોને પીવડાવો શરબત એ બહાર, ગરમીથી બચાવશે, જાણો રેસિપિ

Eid Special Shake Sharbat E Bahar Recipe : ઇદ નિમિત્તે શેફ નેહા દીપક શાહે ઈન્સ્ટાગ્રામ પર શરબત એ બહાર ની રેસીપી શેર કરી છે. આ ખાસ શરબત ઉનાળાની ગરમથી બચાવશે તેમજ શરીરનો થાક અને નબળાઇ દૂર કરશે. જાણો રેસીપી

Eid Special Shake Sharbat E Bahar Recipe : ઇદ નિમિત્તે શેફ નેહા દીપક શાહે ઈન્સ્ટાગ્રામ પર શરબત એ બહાર ની રેસીપી શેર કરી છે. આ ખાસ શરબત ઉનાળાની ગરમથી બચાવશે તેમજ શરીરનો થાક અને નબળાઇ દૂર કરશે. જાણો રેસીપી

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
sharbat e bahar recipe | mango muskmelon juice | eid special shake recipe | summer juice recipe | summer fruits juice recipe

શરબત એ બહાર બે ફળમાંથી તૈયાર કરવામાં આવે છે. (Photo - @nehadeepakshah/ Freepik)

Eid Special Shake Sharbat E Bahar Recipe : ઉનાળામાં ગરમી વધી રહી છે. એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ તાપમાન વધી રહ્યું છે. જો તમે ઉનાળામાં ઇદનો તહેવાર ઉજવવા માંગતા હો, તો કંઇ ઠંડુ હોવું જરૂરી છે. ઉનાળામાં રમજાન મહિનો આવ્યો હોવાથી ઇદ અલ-ફિત્રના રોજા બહુ આકરા રહ્યા છે. રમઝાનના 30 દિવસ રોજા રાખ્યા બાદ જ્યારે લોકો ઇદ પર પેટ ભરીને ખાય છે ત્યારે શરીરમાંથી ગરમી નીકળવા લાગે છે. શરીરની ગરમી વધવાથી ખૂબ ગરમી લાગે છે.

Advertisment

ઘણી વખત જોવામાં આવ્યું છે કે રમઝાનમાં રોજા કર્યા બાદ લોકોની પાચન શક્તિ નબળી પડી જાય છે. આ ઉનાળામાં ગરમીથી બચવા માટે અને પાચનક્રિયાને સુધારવા માટે લોકોએ ઇદ પર જમવા કરતાં લિક્વિડનું સેવન કરવાના બદલે વધારે આગ્રહ રાખવું જોઇએ, જેનાથી સ્વાસ્થ્ય સારું રહેશે. જો તમે ઇદના દિવસે ખાસ જ્યૂસનું સેવન કરશો તો તમને ગરમીથી રાહત મળશે અને પાચન પણ ઠીક થઈ જશે.

ઇદ નિમિત્ત પર શેફ નેહા દીપક શાહે ઈન્સ્ટાગ્રામ પર એક શરબતની રેસિપી શેર કરી છે, જેનું નામ શરબત એ બહાર રાખવામાં આવ્યું છે. આ શરબત મોહબ્બતના શરબતનો પિતરાઈ ભાઈ છે. એક્સપર્ટ્સે આ શરબત બનાવવા માટે શક્કર ટેટી અને કેરીનો ઉપયોગ કર્યો છે. કેરી અને શક્કર રેટીનું સેવન એ બળબળતા તાપથી રાહત મેળવવાની શ્રેષ્ઠ રીત છે. નેહાએ ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું છે કે કેરી અને શક્કર ટેટી એવા બે ફળ છે જે સ્વાસ્થ્ય માટે બેસ્ટ કોમ્બિનેશન છે. શરબત-એ-બહારથી શરીરને થતા ફાયદા અને આ શરબતની રેસિપી વિશે જાણીએ એક્સપર્ટ પાસેથી.

કેરી અને શક્કર ટેટીનું શરબત સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે?

જિંદાલ નેચરક્યોર ઇન્સ્ટિટ્યૂટના ચીફ ડાયેટિશિયન સુષ્મા પીએસ એ જણાવ્યું હતું કે, કેરી અને શક્કર ટેટીનું શરબતનો માત્ર સ્વાદ અદભૂત નથી પણ સ્વાસ્થ્ય માટે પણ પુષ્કળ ફાયદાકારક છે. કેરી અને શક્કર ટેટીનું શરબત સ્વાસ્થય પર અમૃતની જેમ અસર કરે છે. શક્કર ટેટીમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં ફાઈબર, પોટેશિયમ અને વિટામિન સી હોય છે જે હૃદયની તંદુરસ્તી સુધારે છે અને શરીર માટે જરૂરી પોષણ પણ પ્રદાન કરે છે. શક્કર ટેટીના સેવનથી બ્લડ પ્રેશર કંટ્રોલ થાય છે જે હાર્ટ ડિસીઝનું કારણ બને છે. ફાઇબરથી ભરપૂર શક્કર ટેટી ખરાબ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે.

Advertisment

કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. જે તેની મીઠાશ અને સ્વાદ માટે ખૂબ પ્રખ્યાત છો. કેરી તેના સ્વાસ્થ્ય લાભ માટે પણ પ્રખ્યાત છે. કેરીનું સેવન રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, આંખોનું સ્વાસ્થ્ય સુધારે છે, પાચનક્રિયા સુધારે છે અને ઘણી ગંભીર બીમારીનું જોખમ ઘટાડે છે.

https://www.instagram.com/p/C5NofF2SphF/?hl=en

કેરી અને શક્કર ટેટી માત્ર તેના સ્વાદ માટે જ લોકપ્રિય નથી પણ તે પોષક તત્વોનું પાવરહાઉસ પણ છે. કેરી એક એવું ફળ છે જે વિટામિન એ અને વિટામિન સીથી ભરપૂર હોય છે જે ત્વચા, આંખ અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેમાં હાજર ડાયેટરી ફાઇબર પાચનમાં મદદ કરે છે અને આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે. બીજી તરફ શક્કર ટેટીમાં કેલરી ઓછી હોય છે પરંતુ પાણીની માત્રા વધુ હોય છે જે શરીરને હાઇડ્રેટેડ રાખે છે. ખાસ કરીને ગરમ હવામાનમાં આ ફળ સારી હેલ્થ માટે જીવનદાયી ઔષધિ સાબિત થાય છે.

શરબત-એ-બહાર બનાવવાની સામગ્રી

1 - શક્કર ટેટી
1 - કેરી
300 મિલી દૂધ
તમારી પસંદગીનું સ્વીટનર
શરબતને સર્વ કરવા માટે થોડીક બદામ

આ પણ વાંચો | દરરોજ ખાલી પેટ પપૈયું ખાવાથી શરીર પર કેવી અસર થાય? જાણો

શરબત-એ-બહાર બનાવવાની રેસીપી (Sharbat E Bahar Recipe)

શરબત-એ-બહાર બનાવવા માટે પહેલા કેરી અને શક્કર ટેટીની છાલ ઉતારીને તેના નાના-નાના ટુકડા કરી લો. હવે દૂધમાં ખાંડ નાખીને આ ફળોને મિક્સ કરો. હવે ઉપર ડ્રાયફ્રુટ્સ નાંખી ઇદના દિવસે પરિવારજનો અને મિત્રોને સર્વ કરો. તમે તેને ઠંડુ કરવા માટે ફ્રિજમાં રાખી શકો છો અથવા તેમાં બરફ ઉમેરીને પી શકો છો.

રમઝાન રેસીપી ઉનાળો જીવનશૈલી health tips