Electric Geyser vs Gas Geyser : ઇલેક્ટ્રિક ગીઝર કે ગેસ ગીઝર ક્યું સૌથી સુરક્ષિત છે, શેમાં ઝડપથી પાણી ગરમ થાય છે?

Electric Geyser vs Gas Geyser Key Difference : શિયાળામાં ગરમ પાણી કરવા માટે ઇલેક્ટ્રિક ગીઝર અને ગેસ ગીઝરનો ઉપયોગ થાય છે. જો કે બંને ગીઝરના ફાયદા અને ગેરફાયદા અલગ અલગ છે. આથી બધી જાણકારી મેળવ્યા બાદ જ ગેસ ગીઝર ખરીદવું જોઇએ.

Written by Ajay Saroya
October 16, 2025 10:54 IST
Electric Geyser vs Gas Geyser : ઇલેક્ટ્રિક ગીઝર કે ગેસ ગીઝર ક્યું સૌથી સુરક્ષિત છે, શેમાં ઝડપથી પાણી ગરમ થાય છે?
Electric Geyser vs Gas Geyser Which Is Best For Home Use : ઇલેક્ટ્રિક ગીઝર કે ગેસ ગીઝર ઘર વપરાશ માટે શ્રેષ્ઠ ક્યું છે. (Photo: Freepik)

Electric Geyser vs Gas Geyser Key Difference : શિયાળાની ઠંડી શરૂ થતા જ તાપમાન ઘટવા લાગે છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો ગરમ પાણીથી સ્નાન કરે છે. વારંવાર ગેસ પર પાણી ગરમ કરવાની છંછટથી બચવા લોકો વોટર હીટર ગીઝર ખરીદે છે. વોટર હીટર ગીઝર સુવિધાજનક છે સાથે સાથે જોખમી પણ છે. મોટાભાગના ઘરોમાં ઇલેક્ટ્રિક ગીઝર અને ગેસ ગીઝર વપરાય છે. જો કે ક્યા ગીઝરમાં ઓછા સમયમાં પાણી ગરમ થાય છે, આર્થિક રીતે પરવડે છે અને સુરક્ષિત છે? તેના ફાયદા અને ગેરફાયદા જાણ્યા બાદ જ ઇલેક્ટ્રિક ગીઝર કે ગેસ ગીઝર બંને માંથી શ્રેષ્ઠ પસંદગી કરવી જોઇએ.

બજારમાં ઘણી કંપનીઓના વોટર હીટર ગીઝર ઉપલબ્ધ છે, જે મુખ્યત્વે 3 પ્રકારના હોય છે. જેમાથી બે પ્રકારના ગીઝર (1) ઇલેક્ટ્રિક ગીઝર અને (2) ગેસ ગીઝર – મોટાભાગના લોકોના ઘરે વપરાય છે. આથી ગીઝર ખરીદવાની પહેલા બંને પ્રકારના ગીઝરના ફાયદા અને ગેરફાયદા જાણ્યા બાદ જ વોટર હીટર ગીઝરની ખરીદી કરવી જોઇએ.

ક્યું ગીઝર ઝડપથી પાણી ગરમ કરે છે?

ઇલેક્ટ્રિક ગીઝરની તુલનામાં ગેસ ગીઝર ઝડપથી પાણી ગરમ કરે છે. ટેન્ક સ્ટોરેજ સાથે આવતા ઇલેક્ટ્રિક ગીઝરમાં પાણી ગરમ થવામાં વધારે સમય લાગે છે.

ઇલેક્ટ્રિક ગીઝર કે ગેસ ગીઝર ક્યું સસ્તું હોય છે?

કિંમતની વાત કરીયે તો ઇલેક્ટ્રિક ગીઝર કરતા ગેસ ગીઝર મોંઘુ હોય છે. એક સામાન્ય ઇલેક્ટ્રિક ગીઝર 2500 રૂપિયામાં મળી જાય છે જ્યારે ગેસ ગીઝરની કિંમત 5000 રૂપિયા સુધી હોય છે.

ક્યું ગેસ ગીઝર ખર્ચાળ છે?

ઇલેક્ટ્રિક ગીઝર વીજળીથી ચાલે છે જ્યારે ગેસ ગીઝરમાં એલપીજી ગેસનો ઉપયોગ થાય છે. જો તમારા શહેરમાં ઇલેક્ટ્રિસિટીનો યુનિટ ચાર્જ નીચો હોય તો ઇલેક્ટ્રિક ગીઝર ખરીદવું જોઇએ. અથવા જો તમારા ઘરે સોલર ઇલેક્ટ્રિસિટીની સુવિધા ઉપલબ્ધ હોય તો ઇલેક્ટ્રિક ગીઝર ઉત્તમ વિકલ્પ છે, નહીત્તર તમારે ગેસ ગીઝર વિશે વિચારવું જોઇએ

સૌથી સુરક્ષિત ગીઝર કર્યું?

ગેસ ગીઝરની તુલનામાં ઇલેક્ટ્રિક ગીઝર વધુ સુરક્ષિત માનવામાં આવે છે. ગેસ ગીઝરમાં ગેસ લીક થવાની, ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ અને કાર્બન મોનોઓક્સાઇડ લેવલ વધવાનું જોખમ રહે છે.

સુવિધા

ગેસ ગીઝર માટે ઘરના બાથરૂમાં વેન્ટિલેશન હોવું જોઇએ. વેન્ટિલેશન ન હોય તો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઇ શકે છે, જે છેલ્લે તમને મોટું આર્થિક નુકસાન કરાવી શકે છે. ગેસ ગીઝરથી આગ લાદવાનું પણ જોખમ રહે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ