/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/08/electric-shock-first-aid-treatment.jpg)
Side Effects Of Electric Shock : ઇલેક્ટ્રિક શોક એટલે કે વીજ કરંટ લાગવાની આડઅસર (Photo: Freepik)
Side Effects Of Electric Shock On Body : ઇલેક્ટ્રિક એટલે કે વીજળી જેટલી ઉપયોગી છે એટલી જ ખતરના છે. ઇલેક્ટ્રિક શોક ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે છે. તેને સામાન્ય ભાષામાં કરંટ લાગવો પણ કહેવામાં આવે છે. દર વર્ષે ભારતમાં હજારો લોકો ઇલેક્ટ્રિક શોકને કારણે પોતાનો જીવ ગુમાવે છે. આ અકસ્માત ઘણીવાર ઘર, ઓફિસ અથવા બાંધકામના કામના સ્થળે થાય છે. જો કે મોટા ભાગના લોકોને વીજળીનો કરંટ લાગ્યા બાદ તરત જ શું કરવું તે સમજાતું નથી, કારણ કે સમયસર યોગ્ય પગલાં ભરવાથી વ્યક્તિનો જીવ બચાવી શકાય છે. દિલ્હીની ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના ઇન્ટરનલ મેડિસિનના સિનિયર કન્સલ્ટન્ટ અને એકેડેમિક એડવાઇઝરી ડો.રાકેશ ગુપ્તાએ વિજળીનો કરંટ લાગવાના કિસ્સામાં શું કરવું અને ઇલેક્ટ્રિક શોકની આરોગ્ય પર કેવી અસર થાય છે તે સમજાવ્યું હતું.
ડૉ.રાકેશ ગુપ્તાના જણાવ્યા અનુસાર, જો સાવચેતી ન રાખવામાં આવે તો આપણી આસપાસ એવી ઘણી વસ્તુઓ હોય છે જે ઇલેક્ટ્રિક શોકનું કારણ બની શકે છે. વીજ કરંટ લાગવાથી વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. આવી સ્થિતિમાં, એકવાર વ્યક્તિનો વીજળી સાથેનો સંપર્ક તૂટી જાય, પછી તેને તાત્કાલિક ડોક્ટર પાસે લઈ જવો જોઈએ. આ ઉપરાંત જ્યાં સુધી તમે ડોક્ટરનો સંપર્ક ન કરો ત્યાં સુધી પ્રાથમિક સારવાર આપવાથી મદદ મળી શકે છે. ઇલેક્ટ્રિક શોક લાગવાથી જો કોઇ વ્યક્તિ ઘાયલ થાય તો તે જગ્યાને સ્વચ્છ અને આરોગ્યપ્રદ રાખવી જોઇએ જેથી કોઇ પણ પ્રકારના ઇન્ફેક્શનથી બચી શકાય.
કરંટ લાગ્યા બાદ શરીર પર દેખાતા સંકેત
- સ્નાયુઓમાં ખેંચાણ અથવા ધ્રુજારી
- શરીરમાં સુન્ન થઇ જવું
- શ્વાસ લેવામાં તકલીફ
- હૃદયના ધબકારા અનિયમિત થવા
- બેભાન થવું
- બળવાના નિશાન
હકીકતમાં, જ્યારે કોઈ વ્યક્તિને કરંટ લાગે છે, ત્યારે તેના શરીર પર ઘણા પ્રકારના લક્ષણો દેખાઈ શકે છે, તેનાથી સ્થિતિની ગંભીરતા ઓળખી શકાય છે. ઇલેક્ટ્રિક શોક લાગવાથી વ્યક્તિને આંચકો લાગી શકે છે. ઉપરાંત કેટલાક લોકોના દિલ કે દિમાગ પર અસર પડી શકે છે, જેના કારણે તેમના વર્તનમાં બદલાવ આવી શકે છે.
પ્રાથમિક સારવારની પદ્ધતિ
જાણકારોના જણાવ્યા અનુસાર જો કોઈને ઈલેક્ટ્રીક શોકના કારણે ઘા કે ઈજા થઈ હોય તો તેને પ્રાથમિક સારવાર આપવી જોઈએ. આવી સ્થિતિમાં, ઇજાને પહેલા સ્વચ્છ પાણીથી ધોવી જોઈએ. જો શરીરમાં સોજો આવી ગયો હોય તો તેને રોકવા માટે ઠંડુ પાણી કે બરફ લગાવવો જોઈએ. વીજ કરંટ લાગવાના કિસ્સામાં સૌપ્રથમ વ્યક્તિના શ્વાસોચ્છવાસ અને ધબકારા ચકાસો અને જરૂર જણાય તો સીપીઆર આપો. આ પ્રારંભિક પગલાં પછી, વ્યક્તિએ સમય બગાડ્યા વિના ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
વીજ પુરવઠો બંધ કરો
જો કોઈ વ્યક્તિ વીજળીના સંપર્કમાં હોય, તો પહેલા મુખ્ય સ્વીચ માંથી વીજળી પ્રવાહ બંધ કરો. જ્યાં સુધી વીજળી કાપવામાં ન આવે ત્યાં સુધી તમારા હાથથી વીજળીના સંપર્કમાં રહેલા વ્યક્તિને ક્યારેય સ્પર્શ ન કરો.
લાકડું અથવા પ્લાસ્ટિકનો ઉપયોગ
જો કોઈ વ્યક્તિ વીજળીના સંપર્કમાં હોય અને પાવર બંધ ન કરી શકતો હોય તો તે વ્યક્તિને લાકડાના દંડા, રબર અથવા પ્લાસ્ટિકની વસ્તુથી વીજ પ્રવાહથી છુટો પાડો.
શ્વાસ લેવામાં તકલીફ હોય તો CPR આપો
જા વ્યક્તિ શ્વાસ લેતી ન હોય અથવા પલ્સ ચાલતી ન હોય તો તરત જ સીપીઆર આપવાનું શરૂ કરી દો. તે જીવન બચાવવામાં ખૂબ અસરકારક હોઈ શકે છે.
કરંટ લાગવાથી સ્વાસ્થ્યને શું નુકસાન થાય છે?
કરંટ લાગવાથી સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે. તેનાથી ત્વચા, માંસપેશીઓ, લોહી, જ્ઞાનતંતુઓને પણ ભારે નુકસાન થઈ શકે છે. હાથ-પગ ઉપરાંત ઇલેક્ટ્રિક શોક હૃદય, મગજ અને શરીરના અન્ય ભાગોને પણ નુકસાન પહોંચાડી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us