Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Electricity-Bill-Saving-Tips.jpg)
Electricity Bill Saving Tips In Summer : ઉનાળામાં વીજળીનો વપરાશ ઓછો કરીને લાઇટ બિલ ઘટાડી શકાય છે. (Photo: Freepik)
Electricity Bill Saving Tips: ઉનાળામાં ગરમી દિવસે દિવસે વધી રહી છે. ભયંકર ગરમથી બચવા માટે ઘર અને ઓફિસોમાં પંખા, એસી અને એર કુલર ચલાવવામાં આવે છે. આ બધા ઉપકરણોનો ઉપયોગ થવાથી ઉનાળામાં વીજળીનો વપરાશ વધતા કમરતોડ લાઇટ બિલ આવે છે. ઘણી વખત લાઇટ બિલ જોઇ લોકોને પરસેવો આવી છે. આવી સ્થિતિમાં તમે અમુક ટીપ્સ અપનાવી ઉનાળામાં વિજળીનો વપરાશ ઘટાડી લાઇટ બિલ ઘટાડી શકો છો. આવો જાણીએ ઉનાળામાં લાઇટ બિલ ઘટાડવાની ટીપ્સ
Advertisment
Electricity Bill Saving Tips At Home : વીજળીનો વપરાશ ઘટાડવાની ટીપ્સ
- ઉનાળાના દિવસોમાં વોશિંગ મશીન, ટીવી, સેટઅપ બોક્સ જેવી વસ્તુઓને મુખ્ય સ્વીચ માંથી હંમેશા બંધ રાખો.
- કારણ કે તેઓ રિમોટ અથવા બટનથી બંધ કર્યા બાદ પણ તેમા વીજળી વપરાય શકે છે.
- એસી નું તાપમાન 24 થી 26 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રાખો. આમ કરવાથી વીજળીનો વપરાશ વધારે થતો નથી.
- ઉનાળા દરમિયાન રેફ્રીજરેટરને ગરમીના તમામ સ્ત્રોતથી દૂર રાખો. ફ્રિજને હંમેશા ઠંડી જગ્યા પર મૂકો. જ્યાં સૂર્યપ્રકાશ કે તડકો આવતો હોય ત્યાં ફ્રિજ રાખવું નહીં.
Electricity Bill Reduce Tips : લાઇટ બિલ ઘટાડવાની ટીપ્સ
- જો તમે ઉનાળામાં નવું ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો 5 સ્ટાર રેટિંગ વાળું ઉપકરણ પસંદ કરો.
- દિવસ દરમિયાન રૂમમાં અંધારું હોય ત્યારે લાઈટ ચાલુ કરવાને બદલે બારી-બારણા ખોલીને કુદરતી પ્રકાશનો ઉપયોગ કરવો.
- દિવસ દરમિયાન ઘરમાં હવાની અવરજવર યોગ્ય રીતે થાય તેનું ધ્યાન રાખવું. હવાની અવરજવરથી ઘરની અંદરનું તાપમાન જળવાઇ રહેશે, ગરમી વધારે લાગશે નહીં.
આ પણ વાંચો | AC ખરીદવું છે? આ 5 બાબત ધ્યાનમાં રાખો, ઓછી વીજળી વપરાશે
- એસી ચાલુ હોય ત્યારે ઘરના બધા બારી દરવાજા બરાબર બંધ રાખવા. તેનાથી રૂમ ઝડપથી ઠંડુ થશે અને ઓછી વીજળી વપરાશે.
- ઉનાળામાં એસી અને એર કુલરનો વપરાશ શરૂ કરવાની પહેલા તેની સર્વિસ કરાવી લો.
Advertisment


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us