/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/normal-utensils-make-to-Non-stick.jpg)
xઆ ટિપ્સ અજમાવો નોર્મલ વાસણમાં પણ નહી દાઝે ખાવાનું (ફોટો - ફ્રીપીક)
Normal Utensils Make like Non-Stick : લોખંડ કે સ્ટીલના વાસણોમાં રસોઈ કરતી વખતે ઘણી વખત જમવાનું ચોંટી જાય છે. ખાસ કરીને જો તમે ઢોસા, પુડલા અથવા ફ્રાય રાઈસ જેવી વાનગીઓ બનાવો છો, તો તે ઘણીવાર તવા અથવા કડાઈ પર ચોંટી જવાથી બગડે છે અથવા તમારી વાનગી બળી જાય છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકોને નોન-સ્ટીક વાસણો ખરીદવાની ફરજ પડે છે. જો કે, બજારમાં આ વાસણોની કિંમત ઘણી વધારે છે, અને નોન-સ્કિટ વાસણોમાં રાંધવામાં આવતો ખોરાક સ્વાસ્થ્ય માટે સંપૂર્ણપણે સલામત પમ માનવામાં આવતો નથી. આવી સ્થિતિમાં, અમે અહીં તમને કેટલીક અદભૂત ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેને અપનાવીને તમે તમારા સામાન્ય વાસણને નોન-સ્ટીક જેવા બનાવી શકો છો.
સામાન્ય વાસણ ને નોન સ્ટિક જેવા બનાવવાની ટિપ્સ
આ ટિપ્સ અપનાવવાથી તમારે વધારે પૈસા ખર્ચવાની જરૂર નહીં પડે, અને સાથે જ તમારો ખોરાક પણ દાજ્યા અને ચોંટ્યા વગર સરળતાથી બનાવી શકશો, તો ચાલો જાણીએ આ ટિપ્સ
તેલ નો ઉપયોગ કરો
શેફ કુણાલ કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ ખાસ ટ્રીક શેર કરી છે. એક વિડિયોમાં સેફ સમજાવે છે કે, જો લોખંડ કે સ્ટીલનીની તપેલીમાં રસોઈ કરતી વખતે ખોરાક ચોંટી જાય કે બળી જતો હોય તો સૌપ્રથમ તવાને ગેસ પર ગરમ કરો. જ્યારે તે ખૂબ જ ગરમ થઈ જાય, ત્યારે તેમાં 2 થી 3 ચમચી તેલ ઉમેરો અને આ તેલને સ્વચ્છ સુતરાઉ કપડાની મદદથી ગરમ તવા પર ફેલાવો. આમ કરવાથી, તમારી સામાન્ય તપેલી પણ નોન-સ્ટીક પેનની જેમ કામ કરવાનું શરૂ કરશે, એટલે કે, ખોરાક તેના પર ચોંટશે નહીં. તો, સેફ કહે છે કે તમે આ યુક્તિનો ઉપયોગ સ્ટીલ અથવા એલ્યુમિનિયમના વાસણો પર પણ કરી શકો છો.
ડુંગળીની મદદ લો
જો તમે સ્ટીલના વાસણોને નોન-સ્ટીક બનાવવા માંગો છો, તો તમે આ માટે બીજી ટ્રિક પણ અજમાવી શકો છો. આ માટે સૌ પ્રથમ વાસણને ગેસ પર મૂકો અને તેને બરાબર ગરમ કરો. હવે એક ડુંગળીને વચ્ચેથી કાપી લો અને કટ કરેલા ભાગને સ્ટીલના ગરમ વાસણ પર સારી રીતે ઘસી દો. આમ કરવાથી પણ ખોરાક વાસણમાં ચોંટતો નથી. તમે આ પદ્ધતિ પણ લોખંડ, સ્ટીલની તપેલી પર અજમાવી શકો છો.
મીઠું
આ બધા સિવાય તમે એલ્યુમિનિયમના વાસણોને નોન-સ્ટીક બનાવવા માટે બીજી ટ્રિક પણ અજમાવી શકો છો. આ માટે પહેલા વાસણને સારી રીતે ગરમ કરો. હવે તેમાં થોડું મીઠું ઉમેરો અને તેને વાસણ પર ઘસી દો, જ્યાં સુધી મીઠાનો રંગ આછો લાલ ન દેખાવા લાગે ત્યાં સુધી. આ પછી વાસણમાંથી મીઠું કાઢી લો. આ ટિપ્સ ખોરાકને વાસણો પર ચોંટતા અટકાવી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us