Yoga For Women : મહિલાઓ માટે આ યોગ કેમ અસરકારક? પીરિયડ્સથી લઇ કબજિયાતની સમસ્યામાં આપે રાહત! જાણો

Yoga For Women : સોશિયલ મીડિયા પર મહિલાઓ માટે યોગ અને કસરતને લઈને ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. હાલમાં આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં યોગા એક્સપર્ટે કહ્યું કે, ''દરેક મહિલાએ દિવસમાં બે મિનિટ આ યોગ (malasana yoga for 2 o 3 minutes) કરવા જોઈએ'' ચાલો આજે તેના વિશે વિગતવાર જાણીએ.

Yoga For Women : સોશિયલ મીડિયા પર મહિલાઓ માટે યોગ અને કસરતને લઈને ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. હાલમાં આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં યોગા એક્સપર્ટે કહ્યું કે, ''દરેક મહિલાએ દિવસમાં બે મિનિટ આ યોગ (malasana yoga for 2 o 3 minutes) કરવા જોઈએ'' ચાલો આજે તેના વિશે વિગતવાર જાણીએ.

author-image
shivani chauhan
New Update
every women do this malasana yoga for 2 o 3 minutes health tips gujarati news

this malasana yoga for 2 o 3 minutes (Credits : yogajourneywithmuskan /Instagram : Muskan Mittal)

Yoga For Women : મહિલાઓ(women) ઘણીવાર પોતાના ઘર અને પરિવારને સંભાળતી વખતે પોતાના પર ધ્યાન આપતી નથી. તેના કારણે તેઓને ઘણીવાર સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો (health issue) સામનો કરવો પડે છે. મહિલાઓ ઘરની જવાબદારીઓ, પરિવારના સભ્યોની કાળજી લેવી, કામનો તણાવ વગેરેમાં એટલી વ્યસ્ત હોય છે કે તેઓ પોતાના સ્વાસ્થ્યની અવગણના કરે છે પરંતુ મહિલાઓએ પોતાનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તે સ્વસ્થ હશે તો જ પરિવારને સ્વસ્થ રાખી શકે છે. મહિલાઓએ તેમની જીવનશૈલી (Lifestyle) માં નિયમિત કસરત અને યોગ (exercise and yoga) નો સમાવેશ કરવો જોઈએ.

Advertisment

સોશિયલ મીડિયા પર મહિલાઓ માટે યોગ અને કસરતને લઈને ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. હાલમાં આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં કહ્યું છે કે, ''દરેક મહિલાએ દિવસમાં બે મિનિટ યોગ કરવા જોઈએ?'' ચાલો આજે તેના વિશે વિગતવાર જાણીએ.

આ પણ વાંચો: Fitness Tips : કસરત કરવાનો કંટાળો આવે છે પરંતુ ફિટ રહેવા માંગો છો ? તો આ રહ્યા કેટલાક સરળ રસ્તા

યોગ શિક્ષક મુસ્કાન મિત્તલે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેણે આ ખાસ યોગ વિશે માહિતી આપી છે.

Advertisment
  • આ વાયરલ વીડિયોમાં તમે મુસ્કાન મિત્તલને બીચ પર દોડતા જોશો. તમે ઘરે કે બહાર પણ માલાસન સ્થિતિમાં ચાલી શકો છો. તેના ઘણા ફાયદા છે.
  • તેનાથી મહિલાઓની પ્રજનન ક્ષમતા વધે છે.
  • માસિક સ્રાવ નિયમિતપણે આવે છે.
  • પીરિયડ્સ દરમિયાન સ્ત્રીઓને કોઈ અગવડતા અનુભવાતી નથી.
  • કબજિયાતની સમસ્યા ઓછી થાય.
  • આ સિવાય આ કસરત કરવાથી જાતીય ઊર્જા સંતુલિત થાય છે અને તમે ભાવનાત્મક રીતે મજબૂત રહે છે.

આ પણ વાંચો: Health Tips For Heart: યુવાનોમાં હાર્ટ એટેકનો ખતરો, આ ફૂડનું સેવન કરો, ગુડ કોલેસ્ટ્રોલ વધશે અને હૃદય પણ રહેશે સ્વસ્થ

આ વીડિયોના કેપ્શનમાં યોગા એક્સપર્ટએ લખ્યું કે, "માલાસન કરતી વખતે ચાલવું સરળ લાગે છે, પરંતુ તે એટલું સરળ નથી. આ માટે તમારે નિયમિત પ્રેક્ટિસ કરવી પડશે.”

શિયાળો બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips Express Exclusive