Exercise : 30 વર્ષની ઉંમર પછી કસરત કરવી જરૂરી, અઠવાડિયા દરમિયાન આટલા કલાક કરો કસરત

Exercise : સ્ત્રીઓમાં મેનોપોઝ એસ્ટ્રોજનના લેવલમાં ઘટાડો લાવે છે, હાડકાની ઘનતાને અસર કરે છે અને ચોક્કસ કેન્સરનું જોખમ વધારે છે. કસરત (Exercise) એ મેટાબોલિઝ્મ વધારે છે, વધુમાં અહીં વાંચો.

Written by shivani chauhan
March 05, 2024 10:00 IST
Exercise : 30 વર્ષની ઉંમર પછી કસરત કરવી જરૂરી, અઠવાડિયા દરમિયાન આટલા કલાક કરો કસરત
Exercise : 30 વર્ષની ઉંમરના લોકો માટે કસરતનું મહત્વ ફિટનેસ

Exercise : 30 વર્ષની ઉંમરમાં પ્રવેશતા શરીરમાં ઘણા ફેરફાર આવે છે, તેમાં તમારું શારીરિક સ્વાસ્થ્ય શામેલ છે. પરંતુ તમે રાતોરાત ફેરફારો જોશો નહીં, તમારા શરીરનું મેટાબોલિઝ્મ, હોર્મોન લેવલ વગેરે ધીમે ધીમે બદલાવાનું શરૂ કરી શકે છે. પરંતુ એમાં ડરવાની જરૂર નથી. કસરત (Exercise) કરવીએ સ્વસ્થ રહેવાની ચાવી છે જે તમને 30 વર્ષ કે તેથી વધુ ઉંમર લોકો માટે પણ ખરેખર કામ કરે છે.

Exercise In Your 30s fitness workout routine health tips gujarati news
Exercise : 30 વર્ષની ઉંમરના લોકો માટે કસરતનું મહત્વ ફિટનેસ

કસરતનું મહત્વપૂર્ણ

30 વર્ષે પુરુષોમાં ફેરફાર

ફિટનેસ એક્સપર્ટ અનુસાર, પુરૂષોમાં 30 વર્ષે ઘણીવાર ટેસ્ટોસ્ટેરોનનું લેવલે ઘટે છે. આનાથી સ્નાયુઓની ખોટ થઈ શકે છે અને હાડકાની ઘનતા ઘટી શકે છે. અને કસરત સુપરહીરો તરીકે કામ કરે છે, ટેસ્ટોસ્ટેરોનને વેગ આપે છે, હાડકાની ઘનતામાં સુધારો કરે છે, અને વૃદ્ધત્વ વિરોધી તરીકે પણ કામ કરે છે.

આ પણ વાંચો: Health Tips : આ 5 આદતો તણાવ ઘટાડવામાં થશે મદદગાર

30 વર્ષે સ્ત્રીઓમાં ફેરફાર

સ્ત્રીઓમાં મેનોપોઝ એસ્ટ્રોજનના લેવલમાં ઘટાડો લાવે છે, હાડકાની ઘનતાને અસર કરે છે અને ચોક્કસ કેન્સરનું જોખમ વધારે છે. કસરત (Exercise) એ મેટાબોલિઝ્મ વધારે છે, હાડકાની ઘનતામાં સુધારો કરવા અને તમને જુવાન અને એનર્જી વધારવામાં મદદરૂપ થાય છે.

આ કસરતો કરો

કાર્ડિયો વર્ક આઉટ

અઠવાડિયામાં ઓછામાં ઓછી 150 મિનિટની મધ્યમ કસરત અથવા 300 મિનિટની જોરદાર કાર્ડિયોનો ટાર્ગેટ રાખો. જેમાં ઝડપી ચાલવું, દોડવું, તરવું, ડાન્સ કરવો અથવા કોઈપણ પ્રવૃત્તિ કે જેનાથી તમારા હૃદયના ધબકારા વધે અને અઠવાડિયામાં ઓછામાં ઓછા 2-3 વખત તમને 30 મિનિટ સુધી હલનચલન રહે.

આ પણ વાંચો: Constipation Home Remedies : સવારે ઉઠતાની સાથે જ કરો આ પાંચ આસન કરો

સ્ટ્રેન્થ ટ્રેનિંગ

દરેક સેશનમાં 45-60 મિનિટ માટે સ્ટ્રેન્થ ટ્રેઇનિંગ માટે અઠવાડિયામાં 3-4 દિવસ કરો. આ સ્નાયુને મજબૂત બનાવવામાં મદદ કરે છે, હાડકાની ઘનતામાં સુધારો કરે છે અને એકંદર શક્તિ અને કાર્યને સમર્થન આપે છે. સ્ક્વોટ્સ, લંગ્સ, પુશ-અપ્સ, અને વેઈટલિફ્ટિંગ એક્સરસાઇઝ જેવી કસરતો બેસ્ટ ઓપ્શન છે.

ફ્લેક્સિબિલિટી

દરેક વર્કઆઉટ પછી 10 મિનિટ સુધી સ્ટ્રેચિંગ કરો, તે ફ્લેક્સિબિલિટીમાં સુધારો કરે છે, સ્નાયુઓના દુખાવાને ઘટાડે છે અને ઇજાઓને રોકવામાં મદદ કરે છે.

નિયમિત કસરત કરો. ભલે તે અઠવાડિયામાં માત્ર 30 મિનિટ જ હોય, તે તમારા હેલ્થ અને સુખાકારી પર પોઝિટિવ અસર કરશે. જીમ જોઈન કરો, ચાલવા જાઓ. જરૂર જણાય તો ડૉક્ટર અથવા પ્રમાણિત ટ્રેનરની સલાહ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ