ગરમીમાં જીમ કરવું મોંઘું ના પડી જાય, આ ટિપ્સને કરો ફોલો અને રહો ફિટ

gym Tips in Summer : જો ગરમીની ઋતુમાં થોડી બેદરકારી દાખવવામાં આવે તો કસરત કરતી વખતે ઘણી સમસ્યાઓ આવી શકે છે. આવી સ્થિતિમાં અમે આ અહીં કેટલીક ટિપ્સ લઇને આવ્યા છીએ, જેને તમે સરળતાથી ફોલો કરીને ઉનાળાની સિઝનમાં પણ જીમ કરી શકો છો

Written by Ashish Goyal
Updated : March 25, 2025 17:30 IST
ગરમીમાં જીમ કરવું મોંઘું ના પડી જાય, આ ટિપ્સને કરો ફોલો અને રહો ફિટ
ઉનાળામાં ગરમીમાં જિમમાં જતા પહેલા કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા જોઇએ (તસવીર - ફ્રીપિક)

Exercising in Summer Heat Important Tips : દેશમાં ઉનાળો શરૂ થઈ ગયો છે અને ભયંકર ગરમી શરુ થઇ ગઇ છે. આ સિઝનમાં અન્ય ઋતુઓની સરખામણીએ ઘણી સાવધાની રાખવી પડે છે. ગરમીની ઋતુ વજન ઘટાડવા માટે એકદમ પરફેક્ટ માનવામાં આવે છે. આ સિઝનમાં ઘણા લોકો જીમમાં જાય છે, તો કેટલાક લોકો યોગ પણ કરે છે.

જો ગરમીની ઋતુમાં થોડી બેદરકારી દાખવવામાં આવે તો કસરત કરતી વખતે ઘણી સમસ્યાઓ આવી શકે છે. આવી સ્થિતિમાં અમે આ અહીં કેટલીક ટિપ્સ લઇને આવ્યા છીએ, જેને તમે સરળતાથી ફોલો કરીને ઉનાળાની સિઝનમાં પણ જીમ કરી શકો છો.

જીમમાં જવાનો સમય નક્કી કરો

ઉનાળાની ઋતુમાં જિમ કરવાનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ઋતુમાં સવારથી મોડી સાંજ સુધી તડકો રહે છે. આવી સ્થિતિમાં તમે વહેલી સવારે જીમમાં જાઓ. જ્યારે તાપમાન ઓછું હોય અને થોડી ઠંડક હોય ત્યારે સમય પસંદ કરો. સાંજે જિમમાં પણ જઈ શકો છો, પરંતુ ધ્યાન રાખો કે તડકો વધારે ન હોય. બપોરે જિમ કરવું હાનિકારક બની શકે છે.

આ પણ વાંચો – ગરમીમાં પોતાને આવી રીતે હાઇડ્રેટ રાખો, ડાયેટમાં સામેલ કરો આ 5 ફુડ્સ

જીમમાં જતા પહેલા ધ્યાનમાં રાખવા જેવી બાબતો

જો તમે ગરમીની સિઝનમાં જિમ કરવા જઈ રહ્યા છો તો સૌથી પહેલા તો પૂરતું પાણી પીવો. જિમમાં વધુ પડતો પરસેવો પાડતી કસરતો ઓછી કરો. આ ઋતુમાં જો તમે કોઇ એક્સરસાઇઝ કરો તો સૌથી પહેલાં ઓછા વજનથી શરૂઆત કરો અને ધીમે-ધીમે વજન વધારો.

  • જીમ કરતી વખતે હાઇડ્રેશનનું ધ્યાન રાખો
  • તમારે હળવા અને શ્વાસ લેવા યોગ્ય કપડાં પહેરીને જીમમાં જવું જોઈએ.
  • જો શક્ય હોય તો એવા જિમમાં જાઓ જેમાં એસી અથવા સારું વેન્ટિલેશન હોય.
  • જીમની શરૂઆતમાં વોર્મ-અપ અને કૂલ-ડાઉન કરવાનું સુનિશ્ચિત કરો
  • જો તમને વર્કઆઉટ કરતી વખતે માથાનો દુખાવો, વધુ પડતો પરસેવો કે નબળાઇ અનુભવાતી હોય તો તરત જ એક્સરસાઇઝ બંધ કરી દો અને ઠંડી જગ્યાએ જાવ.

વર્કઆઉટ પહેલા અને પછી શું ખાવું જોઈએ?

જો તમે વર્કઆઉટ કરવા જઇ રહ્યા છો તો લીંબુનું શરબત, નારિયેળ પાણી કે અન્ય કોઇ રસ પીવો જોઇએ. આ શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરશે. વર્કઆઉટ પછી તમારા આહારને હળવા રાખો. જોકે જીમ કર્યાના અડધા કલાકમાં જ કંઇક ખાઇ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ