Eye Health : હાઇડ્રેશન આંખો માટે કેમ જરૂરી છે? એક્સપર્ટે શું કહે છે?

Eye Health : હાઇડ્રેશન એકંદર હેલ્થ માટે મહત્વપૂર્ણ છે, ડિહાડ્રેશનના કારણે આંખ પર થતી અસરને ઘણીવાર અવગણવામાં આવે છે. પરંતુ સ્વસ્થ આંખો માટે યોગ્ય હાઇડ્રેશન જાળવવું જરૂરી છે.વધુમાં અહીં વાંચો.

Eye Health : હાઇડ્રેશન એકંદર હેલ્થ માટે મહત્વપૂર્ણ છે, ડિહાડ્રેશનના કારણે આંખ પર થતી અસરને ઘણીવાર અવગણવામાં આવે છે. પરંતુ સ્વસ્થ આંખો માટે યોગ્ય હાઇડ્રેશન જાળવવું જરૂરી છે.વધુમાં અહીં વાંચો.

author-image
shivani chauhan
New Update
eye health

હાઇડ્રેશન આંખો માટે કેમ જરૂરી છે? એક્સપર્ટે શું કહે છે? (Canva)

Eye Health : ડિહાઇડ્રેશનથી થાક, ચક્કર અને માથાનો દુખાવો થઇ શકે છે, પરંતુ શું તમે જાણો છો કે ડીહાઇડ્રેશન તમારી આંખો અને દ્રષ્ટિને પણ અસર કરી શકે છે, તેના લીધે તમારી આંખો ડ્રાય થવા લાગે છે. આંખો શુષ્ક, લાલ, ખંજવાળને અનુભવી શકો છો. આ સમસ્યાઓ કેવી રીતે થાય છે અને આંખો માટે હાઇડ્રેશન ( Hydration for eye Health) કેટલું જરૂરી છે ? અહીં જાણો

Advertisment
importance of hydration for eye health
હાઇડ્રેશન આંખો માટે કેમ જરૂરી છે? એક્સપર્ટે શું કહે છે? (Canva)

હાઇડ્રેશન એકંદર આરોગ્ય માટે જરૂરી છે, પરંતુ આંખ પર થતી અસરને ઘણીવાર અવગણવામાં આવે છે. સ્વસ્થ આંખો માટે યોગ્ય હાઇડ્રેશન જાળવવું જરૂરી છે. આંખના આંસુ માત્ર રડવા માટે નથી હોતા. ખરેખર, આંસુ તમારી આંખોને હાઈડ્રેટેડ અને કમ્ફર્ટ માટે તેમજ ધૂળ જેવા કણોને સાફ કરવામાં મદદ કરે અને ચેપનું કારણ બનતા બેક્ટેરિયાના નિર્માણને રોકવા માટે મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો: બેબી ટૂથબ્રશના ઉપયોગથી મોઢાની દુર્ગંધ ઓછી થઇ શકે? એક્સપર્ટ શું કહે છે?

રાજકોટની નેત્રદીપ મેક્સિવિઝન આંખની હોસ્પિટલના બાળ ચિકિત્સક ઓપ્થલ સ્ક્વિન્ટ અને મોતિયાના કન્સલ્ટેટ, ડો. અદિતિ સપોવાડિયા સ્પષ્ટ દ્રષ્ટિ માટે હાઇડ્રેટેડ રહેવું કેટલું જરૂરી છે તે જણાવ્યું, ''ડિહાડ્રેશનથી આંખો ડ્રાય થવાથી આંસુ ઓછા થઇ શકે છે, ડ્રાય આંખો અસ્વસ્થતા, બળતરા અને અસ્પષ્ટ દ્રષ્ટિનું કારણ બની શકે છે.''

Advertisment

વધુમાં એક્સપર્ટે જણાવ્યું કે, ''આંખના આકાર અને બંધારણને જાળવવા માટે હાઇડ્રેશન જરૂરી છે. કોર્નિયાએ આંખના આગળના ભાગને આવરી લેતું પારદર્શક બાહ્ય પડ છે, તેને ભેજની જરૂર હોય છે. ડિહાઇડ્રેશન કોર્નિયલ ડ્રાયનેસ તરફ દોરી શકે છે, જે આંખ પ્રકાશને રેટિના પર યોગ્ય રીતે કેન્દ્રિત કરવાની ક્ષમતાને અસર કરે છે, પરિણામે દ્રષ્ટિને અસર થઇ શકે છે.

આ ઉપરાંત, હાઇડ્રેશન ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર (IOP), આંખની અંદરના દબાણને કંટ્રોલ કરવામાં ભૂમિકા ભજવે છે. યોગ્ય હાઇડ્રેશન સ્ટેબલ IOP જાળવવામાં મદદ કરે છે, જે આંખના શેપને જાળવવા અને તેના ઇન્ટર્નલ સ્ટ્ક્ચરને ટેકો આપવા માટે જરૂરી છે. IOP માં વધઘટ થાય તે ઘણીવાર ડિહાઇડ્રેશન સાથે સંકળાયેલ છે, જે ગ્લુકોમા જેવી સમસ્યાનું જોખમ વધારી શકે છે, જો સારવાર ન કરવામાં આવે તો વ્યક્તિ દ્રષ્ટિ ગુમાવી શકે છે.

આ પણ વાંચો: આ વસ્તુઓની ગંધથી દૂર ભાગે છે કીડીઓ, ઘરમાં વધી ગઇ છે કીડીઓ તો આ ઘરેલું ઉપાય ટ્રાય કરો

હાઇડ્રેશન તંદુરસ્ત આંખની પેશીઓની જાળવણીમાં મદદ કરે છે અને ઓક્સિડેટીવ તણાવને અટકાવે છે. પર્યાપ્ત હાઇડ્રેશન એકંદર પરિભ્રમણને પણ સમર્થન આપે છે, અને ખાતરી કરી છે કે આંખોને શ્રેષ્ઠ કાર્ય માટે પૂરતો ઓક્સિજન અને પોષક તત્વો મળે છે.

વધુમાં ડો. અદિતિએ કહ્યું કે, '' આંખોનું તેજ વધારવા અને એકંદર આંખના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે હાઇડ્રેટેડ રહેવું જરૂરી છે. હાઇડ્રેશનની ખાતરી કરીને, વ્યક્તિ ટિયર ફિલ્મના યોગ્ય કાર્યને સમર્થન આપી શકે છે, અને કોર્નિયલ હેલ્થને જાળવી શકે છે, ઇન્ટ્રાઓક્યુલર પ્રેશરને નિયંત્રિત કરી શકે છે. તેથી સ્વસ્થ આંખો માટે વ્યક્તિએ દિવસ દરમિયાન હાઈડ્રેટેડ રહેવું જરૂરી છે.''

આંખોને લગતી કોઈ પણ સમસ્યા થાય તો તરતજ હેલ્થ એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે.

જીવનશૈલી health tips