shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/monsoon-glowing-skin-care-tips-in-gujarati-.jpg)
monsoon glowing skin care tips in gujarati | પાર્લર નથી ઘરે જ ચોમાસામાં ગ્લોઈંગ સ્કિન માટે આ ફેસ પેકનો કરો ઉપયોગ
ચોમાસા (Monsoon) ની ઋતુ તડકા અને ગરમીથી રાહત આપે છે પણ સાથે સાથે સ્કીનની ઘણી સમસ્યાઓ પણ લાવે છે. જો તમે યોગ્ય સ્કિન કેર રૂટિનનું પાલન ન કરો તો આ ઋતુમાં ગરમી અને ચીકણાપણુંને કારણે સ્કિનની સમસ્યાઓ થઈ શકે છે. આ ઋતુમાં સ્કિન પર ખીલ અને નિસ્તેજતાને કારણે ચહેરાનો ગ્લો ઓછો થઈ જાય છે.
Advertisment
સ્કિનની સુંદરતા જાળવવા માટે તમે કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. આ ત્વચા માટે ફાયદાકારક છે અને ત્વચાની ચમક વધારે છે. અહીં જાણો એવા ફેસ પેક વિશે જાણો જેનો તમે ઉપયોગ કરી શકો છો.
ચોમાસામાં ગ્લોઈંગ સ્કિન માટે ફેસપેક (Face pack for glowing skin in monsoon)
- લીમડાનો પેક : વરસાદની ઋતુમાં ચેપનું જોખમ રહેલું છે અને સ્કિનની સમસ્યાઓ પણ વધી જાય છે. આ સમસ્યાનો ઉકેલ લીમડાથી બનેલો ફેસ પેક છે. આ માટે મુલતાની માટી લો અને તેમાં લીમડાની પેસ્ટ અને ગુલાબજળ ઉમેરીને તેને તૈયાર કરો. લીમડાથી બનેલા ફેસ પેકને 15-20 મિનિટ માટે રાખો. સમય વીતી ગયા પછી ચહેરો ધોઈ લો.
- મુલતાની માટી ફેસ પેક : વરસાદની ઋતુમાં મુલતાની માટીનો ફેસ પેક લગાવવો ફાયદાકારક છે. તે ત્વચાને સાફ કરે છે અને તેને ચમકદાર બનાવે છે. તેનો ઉપયોગ ઘણા સમયથી થઈ રહ્યો છે. આ ઋતુમાં સ્કિનમાં ચીકણી ત્વચાની સમસ્યા જોવા મળે છે અને આ સમસ્યા ઓછી કરવા માટે તમારે મુલતાની માટી અને ગુલાબજળથી બનેલો ફેસ પેક વાપરવો જોઈએ. મુલતાની માટી ફેસપેક બનાવવા માટે એક ચમચી મુલતાની માટીમાં ગુલાબજળ ઉમેરીને પેસ્ટ તૈયાર કરો. તેને તમારા ચહેરા પર લગાવો અને તેને સુકાવા દો, પછી તેને પાણીથી સાફ કરો.
Advertisment


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us